રાજા કે સંગ રાની ડોલી ચડેગી રાની કે માંગ સિંદૂર … એક ચુટકી સિંદૂર કી કિમત તુમ ક્યાં જાનો રમેશબાબુ ..?? ..!!
સિંદૂર …ક્યાંથી ક્યાં લઇ જાય એક ચુટકી સિંદૂર .!!! એક ઘેરથી બીજે ઘેર, અને ઘરની બદલે હોટેલમાં ગયા તો ..?? તો સિંદૂર રેલાઈ જાય ભાઈ … શનિવાર બપોરથી મણીનગરવાળો કાંડ આખા અમદાવાદમાં ગાજ્યો.
લે હાય હાય આવું તો કઈ હોય ..!!! અલ્યા આપડી છોકરી હતી ..!! નરાધમો હતા સાલા .. એ તો મારી ના કાઢી એમ કો ને ,નહિ તો મારી ને દાટી દીધી હોત કહી ખબર જ ના પડતે ..!! , ખરા હોય છે નહિ લોકો, અને પેલો હોટલનો માલિક પણ ગજબનો સાલો …!! , એમ નહિ પણ હોટેલના રૂમ સુધી ગઈ જ કેમ ..?? અરે ખાવાની અને પરણવાની લાલચ આપી હોય ,એટલે ..!! હોય જ દેખાવડા એમાં જ આ બધીઓ ભરાય છે …આવા બધા ઉદગારો સંભળાય છે મારા કાને બે દિવસથી , અને ચર્ચાઓ ચાલે છે અમદાવાદમાં ..!!!
શું મતલબ આવી બધી ચર્ચાનો ..?? એક વાત કરું ..
હું એક દિવસ શિયાળાની સવારે, સોરી… થોડો મોડો સાડા નવની આજુબાજુ પ્રહલાદનગર ગાર્ડનમાં હું વોક લેવા ગયો હતો , લગભગ કોલેજના છોકરા છોકરીથી ગાર્ડન ઉભરાઈ ગયો હતો, સવારના ચાલવાવાળા જોગરો અને વડીલો ઘરભેગા થઇ ગયા હતા ,અને જુવાનીનું સામ્રાજ્ય છવાયું હતું ગાર્ડનમાં , મોટાભાગની છોકરીઓ બુકાનીમાં કે બુરખામાં હતી, અને છોકરા બિન્દાસ્ત હતા બે બે જણા ગોઠવાઈ ગયા હતા બાંકડા પર અને ખૂણે ખાંચરે.. અમુક બાંકડામાં તો ચાર જણા બેઠા હોય બે આમ ફરી ને અને બે આમ ફરીને,
પણ એક બાંકડા આગળ પોહચીને તો હું રીતસર ઉભો રહી ગયો ફક્ત ચૌદ પંદર વર્ષના એક છોકરો અને છોકરી, વસ્ત્રોના નામે છોકરાએ ફક્ત એક ગંજી અને ટૂંકી ચડ્ડી પેહરી હતી, અને છોકરીએ પણ એટલુ જ પેહર્યું હતું, છોકરી મસ્તીથી છોકરાના ખોળામાં માથું નાખીને પડી હતી,છોકરો છોકરીના માથામાં હાથ ફેરવતો હતો અને પપ્પીઓ કર્યા કરતો હતો, અને બાજીરાવ મસ્તાનીનો પોઝ હતો બંને જણાનો, એ લોકો જે ચેષ્ટા કરતા હતા એ મારાથી ના લખાય .. કવિ કાલિદાસ લખે એનો વાંધો નહિ હું લખું તો મારી વેબસાઈટ બંધ થઇ જાય …!!!!પછી સરકાર મારી સાઈટ ને પેલી 857 સાઈટ જોડે સરખાવે ..!!
પેહલા એકવાર તો મને સમજણ ના પડીકે ભર તડકાના અજવાળામાં આ બધું શું ચાલે છે .. પણ પછી જરા ધ્યાન કેન્દ્રિત કર્યું ,ઉભો રહ્યો અને એમને મેં તાડ્યા કર્યું, મને એમ કે પાંચ દસ મિનીટ થશે અને મને ઉભેલો જોશે તો થોડા છુટા પડશે, પણ મારું બેટું કોઈ ફરક જ નહિ … છેવટે મને થયું કે ભાઈ શૈશવ નીકળ અહીંથી હવે અમદાવાદ પેરીસની હરોળમાં આવી ગયું છે …!!! તું પછાત રહી ગયો …!!
આવા જ પ્રકારની ચેષ્ટાઓ રીવરફ્રન્ટ પર ભરબપોરે ચાલતી હોય છે,ઔડા અને મ્યુનીસીપલ ગાર્ડનો,બધું જાહેરમાં ખુલ્મ ખુલ્લા ચાલે છે, અને રહી વાત હોટેલોની તો ચારસો પાંચસો રૂપિયામાં જોઈએ તેટલી રૂમો આપે એવી હોટેલો અમદાવાદ ગાંધીનગરમાં મળે છે બે કલાક કે ત્રણ કલાક માટે ….
આજે રેડિયા પર બધું બહુ આવતું હતું ,એક રેડિયો ચેનલે તો કીધું કે ભાઈ અમે તમારું નામ છુપવાશું પણ તમે ખાલી અમને આવી હોટેલોના નામ આપો, અમે બધું બંધ કરાવશું ..પણ જનતા હોટેલ ના નામ જ નોહતી આપતી , આડીઅવળી વાતો ઘણી થઇ પણ જોઈએ તેટલા પ્રમાણમાં હોટેલો ના નામ જનતાએ ના આપ્યા ..!!!
તો હવે પૂછો પોલીસને, બધી ખબર છે ભાઈ અમને તો પણ હપ્તાના ટાર્ગેટ પુરા કેમના કરવા ..? અત્યારની પ્રજાને ઓળખો છો ને ..? એમનેમ તો એક રૂપિયો ના આપે વાહન જપ્ત કરવની ધમકી આપો ત્યારે આ અમદાવાદની પ્રજા સો રૂપિયાની નોટ માંડ કાઢે, અને આ હોટેલોમાંથી સરસ અને શાંતિથી હપ્તા મળે છે તો શું કરવા અમે એમને હેરાન કરીએ ..?? અને આજકાલના સાલા છોકરાઓ બધી રીતે તૈયાર થઇ ગયા છે.. મારા બેટા પેહલેથી જ ગોળીઓ ગળાવીને છોડીઓ લાવે છે ..!!!
કાલે ફ્રેન્ડશીપ ડે હતો , એકપણ હોટેલ કે થીયેટર ખાલી હતું .???
આપણને ખુદ ને ખબર નથી કે આપણે ક્યાં જવું છે ..!!! દસ મિનીટ ઉભા ઉભા જોયા કર્યું પણ છોકરા કે છોકરીની પાસે જઈને પૂછ્યું છે કે અલ્ય્યા આ શું કરો છો ..?? તમારા માબાપ ને ખબર છે ..? ના ભાઈ હો એવી મગજમારી કોણ કરે ..!!
બસ ચાતરી જવું છે , ભાઈબંધો જોડે ઠ્ઠઠ્ઠા મશ્કરી કરવાની, અને ઘરમાં જઈને બખાળા બાકી એક્શન ના નામે મીંડું ..!!!
અને જે લોકો એક્શન લે એને પ્રેમના દુશ્મન કહીને વખોડવાનો, તમે અમારી સ્વતંત્રતા પર કાપ મુકો છો, બંધારણે અમને પ્રેમ કરવાનો મૂળભૂત અને મૌલિક અધિકાર આપ્યો છે..!!!
ટોટલ કન્ફયુઝનનો માહોલ છે,પ્રેમ કરવા દેવો કે નહિ..? ગાર્ડનમાં ચોંટીને બેસવા દેવા કે નહિ..? ગાર્ડનમાં બેઠા તો હોટેલની રૂમમાં જવા દેવા કે નહિ ..??
રૂમમાં ગયા પછી શું ..??
જવાબ હાજર છે , બળાત્કાર એક વાર , બે વાર, ત્રણ ,ચાર, પાંચ , ક્યાં સુધી .. જીવો ત્યાં સુધી ..!!
એક રસ્તો છે બોસ .. સિંદૂર ,
હોટેલના રૂમમાં જવા દેવાના પણ અસલી ઓરીજીનલ સિંદૂર માથે પૂરીને જવાનું, એટલે ઘેર જાય એ ભેગું એના માંબાપને ખબર પડે કે એમના રાજકુમારી રાણી થઇને આવ્યા છે, અને રાજકુમાર …રાજા ના હાથમાંથી પણ એમ જલ્દી સિંદૂરનો રંગ ના જાય …વત્તા પેલો ડિસ્કમાં જઈએ ત્યારે હાથ પર સિક્કો મારે ને એવો સિક્કો ,ભૂસાય નહિ એવી શાહીથી મારવાનો રાજકુમારના હાથે ..!!
થોડો વીયર્ડ વિચાર છે પણ ક્યાંક અંકુશ જરૂરી છે ..!! નક્કી સમાજે કરવાનું છે .857 સાઈટો બંધ કર્યે કઈ નહિ વળે, ખજુરાહો ના શિલ્પો તોડશો..??
આ પોસ્ટ બળાત્કાર જેવી નિર્મમ ઘટનાને ડાયલ્યુટ કરવા માટે હરગીઝ નથી લખી પણ , આપણે એને કેટલી સાહજિકતાથી લઈએ છીએ,અને કેવી કેવી દલીલો થી આપણા પોતના મનને મનાવી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જઈએ છીએ..બસ એ જ બતાડવા..!
શુભ સંધ્યા
શૈશવ વોરા