વંદે ભારત ટ્રેઈન ખાસ્સી એવી ચર્ચામાં છે આજકાલ ..!
એક દિવસ ભેંસ , બીજા દિવસે ગાય આજે કૈક ત્રીજું થયું અને ખોટકાઈ..
ટ્રોલરિયાને મજા પડી ગઈ અને અડબંગોને ટોપિક, આટલી સ્પીડની જરૂર ક્યાં છે..?
કર્ણાવતી એક્સપ્રેસને બુલેટ ટ્રેઈન જેવો લુક આપી ને નકલી બુલેટ ટ્રેઈન દોડાવી રહ્યા છે..
આવું બધું ચાલુ પડી ગઈ છે વસ્તી ..!
ઠીક છે, જેવી જેની અક્ક્લ તે પ્રમાણે એ વર્તે..
ઘણા લોકો સાથે ચર્ચાઓ થઇ કે સ્પીડ અને બુલેટ ટ્રેઈનની જરૂર શું ?
ચોપડા ફાડી ખાનારી, ઘેર બેસીને પડારા ઠોકતી ,જન્મારામાં પ્રોડક્ટના નામે માંડ એક કે બે છોકરા કાઢયા હોય એવી બધી વિદ્વાન કેહવાતી પ્રજાતિઓને તો મેહોણા લોકલ જ યાદ આવે અને બખાળા કાઢે ..
પણ જેમણે જીવનમાં કારખાના ઉભા કર્યા છે, માનવજીવનને બેહતર બનાવવા માટે કૈક યોગદાન આપ્યું છે, પ્રોડક્શન કર્યા છે ,રીસર્ચમાં રૂપિયા નાખ્યા છે એવા લોકો જોડે વાત કરી તો એ દરેક નો ઓપિનિયન હતો કે અત્યંત જરૂરી છે સ્પીડ ..
બુલેટ ટ્રેઈન અને વંદે ભારત જેવી ટ્રેઈન ..!!
દેશ આગળ ત્યારે જ વધે કે જ્યારે ખરેખરા હોશિયાર અને કામ કરતા લોકો આવી સગવડના ઉપયોગ કરે અને વેપાર ધંધા વધારે ..
પણ આપણે ત્યાં શું થાય ?
તો કહે મુંબઈથી અમદાવાદ આવવું “મફત” ના ભાવમાં હોય, અને કારણ શું આવવાનું? તો કહે માસીના છોકરાની સાસુ મરી ગયા તો મોઢે થવા તો આવવું પડે ને …!!
અરે રે .. ફટ ભૂંડા , તું પણ ફાટી પડ મુઆ …!
મરી ડોશી ..
એના ઘરમાં એ પણ વધારાની હતી, ત્રીજે દિવસે તો એના છોકરા પણ કામે ચડી ગયા પણ તને મફતનાં ભાવની ટીકીટો મળે છે અને તું રહી બજાર નવરી એટલે વેહ્વારના નામે રખડી ખાય ..!!
આવી લુખ્ખી લાટોને ટીકીટો મોંઘી કરીને રખડતી બંધ કરવાની જરૂર છે ..!
કાંકરિયા તળાવમાં ટીકીટ કરીને લુખ્ખી લાટોને દૂર રાખીને એવી રીતે …!!
અમદાવાદથી પૂના સુધીમાં વધારે ચોક્સાઈપૂર્વક કહું તો વટવાથી વાકક્ડ સુધીના આખ્ખા પટ્ટામાં અનહદ કારખાના આવ્યા છે ,ભયાનક પ્રોડક્શન કેપેસીટી બિલ્ટ અપ થઇ છે , સ્ટાફથી લઈને માલિકો ,સર્વિસમેનથી લઈને મેન્ટેનન્સના માણસો ..
ચારેબાજુ દોડાદોડી ચાલી રહી છે,
વીસ વર્ષ પેહલા જેની કલ્પના કરી હતી એવા કારખાના અત્યારે ભારત દેશમાં અત્યારે અસ્તિત્વમાં છે, અને એ પણ વટવાથી વાક્ક્ડની વચ્ચે છે ,
અને મુઆ ખણખોદિયા કહે છે ક્યાં જરૂર છે ..!!
મરી જા ઝટ… એટલે પાર આવે..
૨૦૧૦માં જયારે જાપાન ગયો હતો ત્યારે ત્યાના પબ્લિક મેટ્રો સ્ટેશન ઉપર એસ્કેલેટર (સરકતી સીડી …ડફોળ ) જોયા ત્યારે એમ થયું કે મારે અમદાવાદમાં આવું ક્યારે થશે..?
આમ કાળજડાં બળી જાય.. રાષ્ટ્રવાદી હોઈએ એટલે ..!
પણ આજે સ્ટેડીયમ છ રસ્તે મેટ્રોના સ્ટેશન ઉપર બે જણને એસ્કેલેટર ઉપર ચડતા જોયા અને જે ઠંડક થઇ છે કાળજે …!!
આહાહાહા…
એ ઘણી ખમ્મા મારા હિરાબાના જાયા તને ભગવાન દોઢસો વરસનો કરે બાપ..!!!
ચીન દેશમાં અનેક વાર ગયો ચાર દિવસમાં બે ચાર દિવસમાં બે ત્રણ કિલોમીટરના ફ્લાયઓવર બનતા જોયા ત્યારે પણ જીવ બળતો પણ આજે નહિ તો કાલે એ દિવસ પણ આવશે ..!
માલસામાનની હેરફેર માટે રસ્તા અને માણસોને ફરવા પ્લેન અને ટ્રેઈન જોઈએ જોઈએ અને જોઈએ જ ..!!
ઘણું આગળ જવાનું છે હજી તો .. આમ જુવો તો પાશેરાની પેહલી પૂણી છે..!
ફાઈવ જી પણ ચાલુ થઇ ગયું .. મુરબ્બી વડીલ મુકેશભાઈ અંબાણીએ એના ફાયદા ગણાવ્યા , મેડીકલ ટ્રીટમેન્ટ ખૂણે ખૂણે પોહચે ફાઈવ જીથી ..!
હવે મારી વાત કરું .. સાલ ૨૦૧૩માં મારી મમ્મીને હ્રદયની તકલીફ થઇ , મમ્મી પોતે ડોક્ટર ,પપ્પા પણ ડોક્ટર અમેરિકામાં બેહન પણ ડોક્ટર ..
અડધી રાત્રે હું એને ગાડીમાં લઈને હોસ્પિટલ દોડ્યો .. મમ્મીને આઈસીયુમાં લીધા અને મેં તરત અમેરિકા ફોન કરીને જાણ કરી ,બેહને ત્યાં એના કલીગ્સ અને એની હોસ્પિટલની સીસ્ટમને હરકતમાં આલી દીધી .. બીજી તરફ મમ્મીનો ઈસીજી (કાર્ડિયોગ્રામ ) લેવાનો ચાલુ કર્યો ..
કાર્ડિયોગ્રામની લાંબી પટ્ટી નીકળતી ગઈ ,અહિયાં આપણા ડોક્ટર્સ જોતા જાય અને હું બીજા છેડે પટ્ટીના ફોટા પાડી પડીને અમેરિકા મોકલતો ગયો ..અહીંના ડોક્ટર્સ એ સીનીયર ડોક્ટર્સને કન્સલ્ટ કરવા ફોન લગાડ્યો તે પેહલા અમેરિકાથી ફોન આવી ગયો જલ્દી ટેમ્પરરી પેસમેકર નાખો નહિ તો કેસ હાથથી જશે ..!!
સીનીયર ડોક્ટરની રાહ જોયા વિના જુનિયર ડોક્ટરને પેસમેકર મૂકતા આવડતું હતું એણે તરત જ એક્શન લઇ લીધા અને પેસમેકરના સેટિંગ્સનો ચાર્ટ અમેરિકાથી ઉભા ઉભા આવી ગયો અને આગળની પ્રોસીજર અને પ્રોટોકોલ લખાઈને આવી ગયો ..!!
સીનીયર અને સીનીયર મોસ્ટ ડોક્ટર આવ્યા ત્યાં સુધીમાં મમ્મી સ્ટેબલ થઇ ચુક્યા હતા..!!
મમ્મી અણી ચુકી ગયા હતા ..!!!
થેન્ક્સ ટુ ટેકનોલોજી .. પછી તો ત્યાના અને અહીંના ડોકટરોએ કોન્ફરન્સ કોલ કર્યા અને બધા એ ઘણી વાતો કરી પણ ટેકનોલોજીએ પાર પાડી દીધી મુસીબતની એ ઘડી ..!!
સીનીયર ડોક્ટરની રાહ જોઈ હોત તો જરાક અઘરું પડ્યું હોત ..!!!
ઝડપ દરેક વખતે નુકસાન જ કરે છે એવું નથી હોતું ..!
ઓપરેશન થીયેટર કે આઈસીયુની ઝડપ જિંદગી બચાવવામાં ઘણી કામ લાગતી હોય છે..!
સી પ્લેન બંધ પડ્યું છે પણ એનો ઝટ ઉકેલ આવે તો સારું , દેશભરમાં નાના નાના ખૂણે ખાંચરે રહેલા ડેસ્ટીનેશનને એનાથી કનેક્ટ કરી શકાય તેમ છે ..!
જો કે ટ્રાયલ પોઈન્ટ ખોટા લેવાયા છે .. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બદલે કોલાબા કે પછી નખ્ખી ઝીલ કે પછી પીછોલા લેકમાં ઉતાર્યું હોત તો ફુલ્લ જાત ..!!
એની વે પેહલે કોળીયે માખી પડે કે બીજે કોળીયે ..આદર્યું છે એટલે અધૂરું મુકવામાં સાર નથી પૂરું કર્યે જ છૂટકો ..!
બુલેટ ટ્રેન ચાલુ થાય એટલે આપણે દોડવાના નક્કી ..
બળ્યું આ રોજ સવાર પડે ત્રણ ત્રણ વાગ્યે ઉઠીને દાતણ પાણી કરીને મુંબઈ –દિલ્લી-પૂનાના જહાજ પકડવાની ઝંઝટમાંથી તો છૂટીએ ..ત્રણ કલાકમાં મુંબઈ અને ત્યાંથી આગળ ..!
લે જો રૂપિયા તમ તમારે તોડીને પણ સગવડ આપો ..!!
માસીના છોકરાની સાસુ મરે એ એના ઘેર બેઠો જ કાણ માંડી લેશે .. બહુ મોંઘુ છે નહિ પોસાય ..!!
કામધંધાવાળા માટે છે આ બધું નવરી બજારો માટે નહિ..!!
એક વાર્તા લખી છે અઢાર હજાર શબ્દો થયા છે જોઉં દિવાળી સુધીમાં પૂરી થાય તો આપી દઈશ તમને વાંચવા …!!
જય હો
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*