શિક્ષણ … ?
બહુ મનોમંથન ચાલી રહ્યા છે , ચર્ચા થઇ રહી છે એટલે કૈક બાહર આવશે ,
અમૃત કે વિષ એ સમય કેહશે..!!
અમદાવાદ નો ભદ્ર વર્ગ અને ઉચ્ચ માધ્યમ વર્ગ પોતાના સંતાનો ને ગ્રેજ્યુએટ કરવવા માટે પરદેસ મોકલવાની હિમાયત કરી રહ્યો છે આજકાલ અને બાકીના જે છે એ ઝાંવા મારે છે ,પણ કુદકો ચોક્કસ મારવો છે..!
પઢેગા ઇન્ડિયા તો હી બઢેગા કેનેડા ,અમેરિકા અને ઓસ્ટ્રેલીયા…!!
બોલો શું કરવું ? હરખાવું ? કે પછી દુઃખી થવું ?
બે દિવસ પેહલા ઉપર મોકલેલી લીંકવાળી ડીબેટ કરી ,
લોર્ડ મેકાલે ની ચાલુ કરેલી યુનીવર્સીટી બેઇઝ શિક્ષણ પધ્ધતિ ને પાણી પી પી ને કોસવા માં આવે છે પણ વિકલ્પ નથી ઉભો કરી શકાતો ..!!
ગુરુ સાંદીપની ના આશ્રમમાં લાકડા કાપવા ગયા હતા અને બીજી નાની મોટી વાર્તા આવે છે , પણ ગુરુ એ કયો “સિલેબસ” કૃષ્ણ ને અને સુદામા ને ભણાવ્યો એની ચોપડી ક્યાંય અવેલેબલ નથી..!!
હિંદુ જીવન શૈલીમાં સવાલો કરવા ની છૂટ છે ,લગભગ આખી ભગવદ ગીતા સવાલ અને જવાબ ના ફોર્મ માં છે એટલે મારે પણ કરવો હોય તો સવાલ કરી શકું ,
ગુરુ સાંદીપની ને એવું તે કેવું કૃષ્ણ ને ભણાવ્યું અને એવું તે કેવું સુદામા ને ભણાવ્યું કે એક રાજા થયો ને બીજો રંક..?
એકાઉન્ટીબીલીટી ..!!
તમે શું ભણાવો છો અને તમારી બજારમાં આવતી પ્રોડક્ટ ક્યાં વેચાય છે અને વપરાય છે એનો જવાબ તો આપવો જ રહ્યો ને ..!!
અત્યારે સવાલ કોઈ પૂછતું નથી અને કોઈ જવાબ આપવા ના મૂડમાં જ નથી..!!
ઘેટા બકરાની જેમ દસમું, અગિયારમું ,બારમું અને પછી માંબાપ નું થાય “તેરમું”..
સોળ દિવસે સૂતક ઉતરે એટલે વાળી લ્યો વર્ષી,
ના ના હોય કાઈ હજી ઘી વાસનાઓ બાકી છે જીવ અવગતે જાય , હજી તો પીજી અને હાયર સ્ટડીઝ બાકી..!!!
તો પછી સ્વા મહીને વર્ષી વાળીશું ..!!
છોકરા નો ભણીગણી સવા મહીને ને નવો જન્મ તૈયાર..!!
નોકરી કે ધંધો ?
રામ જાણે ..!!
રામ તો નસીબવાળા હતા કે પરશુરામ મળ્યા હતા ગુરુ વશિષ્ઠ એ થીયરી શીખવાડી અને પરશુરામ ઇન્ટર્નશીપ કરવા જંગલમાં લઇ ગયા ..!!
શું પરશુરામજી માં એટલી તાકાત નોહતી કે તાડકા ને મારી શકે ? હતી પણ રામ લક્ષમણ ને પ્રેકટીકલ કરાવવા નો હતો તાડકા ને મરાવી ને ..!!
ગુરુ બાજુમાં ઉભા હોય અને કહે ચલ ઉભો છું ચાલુ કર “નાઇટ્રેશન” નહિ ધડાકો થવા દઉં , તો પછી કેમેસ્ટ્રી લેબમાં કેવી મજા આવે ..!!
સોડીયમ મેટલ ને કેરોસીનમાંથી કાઢી અને એક કણી ગુરુ ઉભા હોય ને પાણી નાખીએ અને જે મસ્ત છ્મ્કારો બોલે પછી જીવનભર સોડીયમ મેટલ ને હેન્ડલ કરી જવાય..!!
ગુરુ સપ્તકના પ્રોગ્રામમાં બાજુમાં બેઠા હોય અને સાક્ષાત કહે કે આ મીંડ ,આ ઘસીટ , આ મુરકી ,આ સપાટ તાન ત્યારે કાન તૈયાર થાય..!! અને સમજણ આવે ત્યાર પછી ગળા નો વારો આવે..!!
અત્યારે તો .. બાપરે .. ચારે બાજુ ડીગ્રીધારી ઢોર જ ઢોર રખડે અને એમને જ્યાં જુવો ત્યાં એમને ડીગ્રી અપાવનારા એકરો માં ફેલાયેલા કારખાના ..!!
જેટલું હોશિયાર અને ક્રીમ છે એ બધું ફ્લાઈટ ઝાલી ને જાય ભાગ્યું આટલાન્ટિક ને પેલે પાર ..! અહિયાં રહી જાય માંબાપ ની ફાંકા ફોજદારી અને એકલતા..!!
ડોસો કે ડોસી કોવીડમાં ગુજરી જાય તો એકલા પડેલા ડોસા કે ડોસી ને લેવા આવે મળવા ના આવે ના હો ટીકીટો બહુ મોંઘી છે ભાઈ સાબ..!!
શું બનવું છે ? બાળપણમાં ખબર જ ના હોય,
બહુ જોર મારો તો બોલે પ્રધાનમંત્રી ..!!
અલ્યા અક્કરમી ..!!
સાલ ૨૧૨૧ સુધી ની લાઈનો તૈયાર છે ત્યાં તારો વારો કેમ નો આવે હેં ?
મેરે લાલન કી મેરે બાલન કી ..!
સો વાત ની એક વાત ત્રણ કલાકમાં નક્કી કરે એક પરીક્ષા કે તમે હોશિયાર કે ડફોળ , તમારા જ્ઞાન ને ત્રણ કલાકમાં જજ કરે અને પછી નક્કી થઇ જાય તમારું ભવિષ્ય તું કચરો કે મણી ..!!
પ્રેક્ટીકલ ?તો કહે જરાય નહિ સાંધો મળે જ નહિ રટ્ટો માર , નરી ગોખણપટ્ટી ..!
સવા મહિનો પૂરો થાય ને પછી જયારે નવા જન્મમાં બે ચાર વર્ષ જાય ને એટલે માંબાપ “સંતોષ” નામની “ઝેરીલી” રસી પીવડાવે અને બોલે બેટા આ જ છે દો બુંદ જિંદગી કી..!!
મેં પણ એક છોકરા ને પીવડાવી , એનો બાપ મરી ગયો છે એ બકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર આવ્યા ફક્ત બત્રીસ વર્ષ ની ઉંમરે , એક બહુ મોટી બેંક નો મોટો મેનેજર અમદાવાદ જેવા શેહર ની છ સાત બ્રાંચ નો હેડ , એની ઘરવાળી મને કહે ભાઈ તમે કૈક કહો કોઈ નું માનતો નથી શરીર ની હાલત જુવો શું છે..!!
બાપ બનવા નો મોકો ..!! છોડાય ?
સંતોષ નું ઝેર પીવડાવ્યું ..!! આગળ વધતો અટકાવ્યો ,એનું કોર્પોરેટ લેવલે જવાનું સપનું નરી વાસ્તવિકતા દેખાડી દેખાડી ને ચૂર ચૂર કર્યું..!
આખી શિક્ષણ પદ્ધતિ બોગસ છે કોઈ ને કશી થેક જ નથી લેતી .!!
બાળક ને શું બનવાનું છે એ પુછવા ને બદલે શું બનવાથી શું મળે, કેટલા રૂપિયા કમાવાથી કેવું જીવન મળી શકે છે એ દેખાડી અને જ્યાં પ્રેક્ટીકલ ટ્રેનીગ મળતી હોય એવી જગ્યાએ ભણવા મુકાવું જોઈએ..!
અને આ બધું કરવા માટે ઝેરના પારખા જાત્તે કરવા રહ્યા..!
ઓશો કહે છે હિંદુ ક્યારેય હાર્યો નથી લડતો જ રહે છે આજે પણ , બાબર ની તોપો જીત ગઈ હતી..!!
મેહનત, મજુરી અને ગોલાપા જીવાડી તો દેશે પણ સંશોધન જીતાડશે..!!
બોલવું સેહલું છે કે આપણી હરીફાઈ હવે ચીન અને જાપાન જોડે છે ,
મારા જેવો એમ જ બોલે રાણી નો હજીરો ..!
હરીફાઈ ત્યારે જ થાય જ્યારે ચીન અને જાપાન ની જેમ એક એક જનસાધારણ સંશોધનમાં લાગ્યો હોય અને કૈક નવીનીકરણ કરતો હોય..!!
ફાડા ફાડી અને રોજના બે જીબી ડેટા ઓટિટી ઉપર પૂરા કરતો હોય તો ગુલામી નક્કી છે..!!
સ્કુલ કોલેજમાં પચાસ ટકા થીયરી , પચાસ ટકા પ્રેક્ટીકલ , કરિયર કાઉન્સેલિંગ દસમાં બારમાંથી નહિ એકડિયા થી ,પણ બાળકના માંબાપ નું ..!!!
બાકી તો રામ જ જીતાડે છે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*