આજે ૧૫ ઓગસ્ટ ..સવારથી મેસેજીસ નો ઢગલો થયો , પણ ઓછો …
વોટ્સ એપ એ મર્યાદા બાંધી દીધી છે ૫ થી વધારે ગ્રુપમાં એક સાથે મેસેજ ફોરવર્ડ ના થાય..*
અને એ જ કારણે આજે થોડાક ઓછા મેસેજ આવ્યા છે ગઈસાલની સરખામણી માં..
*આમ જોવા જાવ તો તમારી અને મારી સ્વતંત્રતા ઉપર ની તરાપ છે ,પણ આખી દુનિયાની સરકારો સોશિઅલ મીડિયા ને પોતાના કંટ્રોલમાં કરવાની ભરપુર કોશિશ કરી રહી છે એટલે સત્તા આગળ શાણપણ નક્કામું છે એમ વિચારીને છેવટે દુનિયાભરની સરકારો ની સામે વોટસ એપ ઝૂક્યું અને સરકારોને સફળતા મળી..*
આખો ભારત દેશ જ્યાં જવા તલપાપડ થઇ રહ્યો છે એવી ભારત બહારની દુનિયામાં વોટ્સ એપ એ એક સાથે મેસેજ ફોરવર્ડ કરવાની લીમીટ વીસ ની રાખી છે જયારે ભારતમાં પાંચની રાખી છે..
અને એની સીધી અસર હવે દેખાઈ રહી છે ..
ફોરવર્ડીયાઓ ને થોડો કંટાળો આવતો હોય એવું લાગી રહ્યું છે..
અચાનક વોટ્સ એપ મેસેજીસમાં `ઓટ` આવી છે..આવો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો પેહલો સોમવાર ગાતો ,બધું ય ભક્તિ રસમાં તરબોળ થઇ જવું જોઈએ, એની બદલે થોડાક છાંટાણા જ થયા છે..દેશભક્તિના મેસેજમાં પણ અઆવો જ ઘાટ થયો છે..
બાકી ગઈસાલ તો હે`ઈ મજાના દસ વીસ તાંડવ ,પાંચ દસ શિવ મહિનામ સ્ત્રોત અને બીજી અજાણી સ્તુતિઓનો ઢગલો થઇ ગયો હતો..અને દેશભક્તિના ગીતો ઓહો હો ..અત્યારે જ કાશ્મીર જાઉં અને છોડાવી લાવું એવું થઇ જતું હતું ..
ખાસ્સો “માર” આવશે એવું લાગી રહ્યું છે ..આ વોટ્સ એપની ફોરવર્ડીંગની મર્યાદાને લીધે…
હું આ ઘટનાને દુનિયાભરના રાજકારણીઓની જીત તરીકે જોઉં છું..
*સોશિઅલ મીડિયા ઉપર લગામ કસવી હતી આખી દુનિયાના રાજકારણીઓને, કેમકે સોશિઅલ મીડિયા એ એક જ મીડિયા એમના કન્ટ્રોલની બહાર હતું અને કન્ટ્રોલ બહારની કોઈપણ વસ્તુ રાજકારણીના મોત બરાબર છે,*
ધીમે ધીમે હવે વોટ્સ એપ પછી બીજા પ્લેટફોર્મને પણ “કન્ટ્રોલ”માં કરી લેવાશે..
દુનિયામાં એક બીજી ક્રાંતિ થતા થતા રહી ગઈ …*બાકી આમ ને આમ જ ચાલ્યું હોત તો વર્લ્ડ વોર ત્રણ નજીક આવતા આવતે દરેક દેશમાં ગૃહયુદ્ધ ચોક્કસ છેડાઈ ગયું હોત..*
બહુ જ જવાબદારીપૂર્વક લખી રહ્યો છું..
*કોઇપણ પરિસ્થિતિ કે વ્યક્તિ માટે દુનિયાના દરેક વ્યક્તિ પાસે પોતાનો મત હોય છે પણ એ મત ને આટલો સેહલાઈથી ફેલાવી અને ઉત્તેજના અને ઉશ્કેરણી ફેલાવવી અને સામસામે ચર્ચા યુદ્ધ છેડવું જરૂરી નથી હોતું..*
અને એ પણ આજકાલના ચાલી રહેલા લોકતંત્રના યુગમાં ..
ભારત વર્ષની વાત કરીએ તો પાછલા દસ હજાર વર્ષના ઈતિહાસમાં ભારત મોનાર્કીની નીચે જ રહ્યું છે ,રાજાશાહીમાં જ આપણે જીવ્યા છીએ.. ગુપ્તયુગના બહુ જ થોડાક સમયગાળા દરમ્યાન ગણ રાજ્યો હતા પણ ખુબ ઓછા સમય માટે..
એ પછી ના આ પાછલા સિત્તેર વર્ષ એ લોકતંત્રનો પેહલો અખતરો છે..
*અને અત્યારે જે ચાલી રહ્યું છે એમાં એવું લાગે છે કે સત્તા સુધી પોહચવા માટે બેબાક જીભ અને થોડી ગુંડાગર્દી બસ આ બે જ વસ્તુ હોય એ વ્યક્તિ સત્તા ની નજીક જઈ શકે તેમ છે..*
*એક ભયાનક વેક્યુમ છે સત્ત્પુરુષો નો, સત્તાના કેન્દ્રો ની નજીક..*
રાજાશાહીમાં રાજા ઉપર ઘણા કન્ટ્રોલ રેહતા અને સૌથી મોટો કન્ટ્રોલ રાજા ઉપર પોતાના બાપદાદાનું નામ “નથી બોળવા” નું એવો રેહતો..
જયારે અત્યારે લોકતંત્રમાં બાપદાદાના “નામ બોળાવા” જેવી કોઈ વાત જ નથી અને એટલે જ એવું લાગે કે જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ..!!
અને રાજ કરવા માટે નાગા ની પાનશેરી ભારે ..
વર્તમાન સમયમાં દરેક રાજકીય પક્ષ “ચૂંટણી જીતી” શકે એવાને ટીકીટ આપે છે અને જ્યાં ફક્ત અને ફક્ત “ચૂંટણી જીતી શકે” એ એકમાત્ર એલીજીબીલીટી હોય ત્યાં સત્તપુરુષ કે વિદ્વાન ની આશા રાખવી નક્કામી છે..
જો આમ જ ચાલ્યું અને “ચૂંટણી જીતી શકે” એવા જ ઉમેદવારો દેશના ઉચ્ચ આસનો શોભાવશે તો પછી બીજા સિત્તેર કાઢવા અઘરા પડે ..
અત્યારની પરિસ્થિતિમાં આખો ઉપમહાદ્વીપ ખુબ જ ગંભીર રાજકીય સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે ,ત્યારે અટલ બિહારી બાજપાઈની પ્રતિજ્ઞાને પથ્થર ઉપર કોતરી અને ૭ આરસીઆર માં મુકવાની જરૂર છે..
*“મૈ કભી હિમાલય કો યુદ્ધ ભૂમિ નહિ બનને દુંગા ..”*
દુનિયા આખી ડામાડોળ છે, તુર્કી ના પ્રમુખ જાહેરમાં આઈફોન ફેંકી અને સેમસંગ વાપરાની અપીલ કરે છે..તુર્કીના ચલણ લીરા ના લીરે લીરા ઉડે છે અને જોડે રૂપિયા ને પણ લેતો જાય છે અને આરબીઆઈ બોલે છે કે સિત્તેર નહિ એશી થાય તો પણ ઘભરાશો નહિ..
યાદ તો “મયુરાસન” ઉર્ફે “તખ્તે તાઉસ” પર બેસવાવાળો છેલ્લો મુઘલ શાસક મુહમ્મદશાહ પણ આવે ..
ઝીલ્લેઇલાહી નાદિર શાહ કી ફોજે લાલ્કીલ્લે કે બહાર આ ચુકી હૈ ..
અને ઝીલ્લે ઇલાહી ના દરબારમાં શેરો શાયરી ચાલતા હોય અને મુહમ્મદશાહ બોલે દિલ્લી બહુત દુર હૈ અભી..
ફરી એકવાર પૈગામ આવે હુઝુર નાદિરશાહ કી ફૌજે મીના બાઝાર તક આ ચુકી હૈ પણ મુહમ્મદશાહ બોલે દિલ્લી બહુત દુર હૈ અભી..
ફરી એકવાર પૈગામ આવે ઝીલ્લે ઇલાહી નાદિરશાહ કી ફૌજે દીવાને આમ તક આ ગઈ હૈ તો પણ મુહમ્મદશાહ બોલે દિલ્લી બહુત દુર હૈ અભી….
અને છેલ્લે દીવાને ખાસમાં નાદિરશાહ જાતે આવે અને લાત મારીને મયુરાસન ઉર્ફે તખ્તે તાઉસ પરથી મુહમ્મદશાહ ને ઉભો કરી અને પોતાની જોડે સિત્તેર કરોડ રૂપિયા અને મયુરાસન લઈને જતો રહે…!!
જતા જતા આખી દિલ્લી સળગાવતો જાય ..
સિત્તેર રૂપિયા નો ડોલર અને ઘભરાવાનું નહિ ..?
પાકિસ્તાની રૂપિયા જોડે સરખામણી કરવી છે ..??
જેટલી સાહેબ કે ગોયેલ સાહેબ જેની પાસે ચાર્જ હોય તે જાગો ફૌજે લાહોર તક આ ચુકી હૈ..વહીં ઝીંદા ગાડ દો ..
*રૂપિયો “છગડો” છોડવો ના જોઈએ ..ગમે તે થાય..*
શુભ રાત્રી
શૈશવ વોરા