To read Thaar Thi Chhor please click here
Thaar thi chhor Part -I
નમસ્તે દોસ્તો,
સૌથી પેહલા તો આપ સર્વેની દીપાવલીનું શુભકામનાઓ અને વિક્રમ સંવત ૨૦૭૩ આપ સર્વેને ખુબ ખુબ ફળદાયી અને આશા પ્રેરક નીવડે તેવી શુભેચ્છા..
દોસ્તો સાયકલ મીટીંગને તમે બધાએ વાંચી અને ખુબ ખુબ વખાણી એનો આનંદ અને ઉત્સાહ હજી મારા મનમાંથી ઓસરતો નથી, ઘણા વખતથી તમારી માંગણી હતી કે નવી વાર્તા આપો, પણ યાર શર્વરીની જગ્યા કોઈ બીજું લે ત્યારે જ નવી વાર્તા લખાય..
અને છેલ્લા બે મહિનાથી હું એ જ પ્રયત્નમાં હતો કે મારા મનમાંથી શર્વરી અને ઇશાનને હું હટાવું, છેવટે હું સફળ રહ્યો અને આજે બબીબેન શર્વરીની જગ્યા લઇ ચુક્યા છે..
“થારથી છોર” એ સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે અને આ વાર્તાને ઈતિહાસ જોડે કોઈ જ લેવા દેવા નથી..
લગભગ બધા જ પાત્રો ,ઘટના અને સ્થળ પણ કાલ્પનિક છે, પરંતુ દોસ્તો મારી કલ્પનાને મારે કાગળ પર ઉતારવા ક્યારેક જમીન ની જરૂર પડી છે, અને એ જમીન તરીકે મેં ક્યાંક આપણા ઈતિહાસના પાત્રોનો તેમજ ઘટનાઓનો ઉપયોગ કર્યો છે..
”થાર થી છોર” માં ક્યારેક તમને બે પાત્રોના સંવાદમાં આપણા વંદનીય રાષ્ટ્રીય નેતાનો ઉલ્લેખ થયેલો દેખાય ત્યારે મારી કલ્પના અને ઈતિહાસ વચ્ચે જે અંતર છે તેને તમે જરૂરથી જાળવજો..
તો આપ સર્વે ને વિનંતી કે કથા વસ્તુના વેહણ જયારે વેહતા હો ત્યારે આ વાર્તાને વાર્તા સ્વરૂપે જ ગણજો મેહરબાની કરીને ઈતિહાસનો ભાગ ના ગણશો..
ઘણા બધા વિચારો મનમાં ચાલી રહ્યા છે ધીમે ધીમે લેપટોપ પર ઉતારી રહ્યો છું અત્યારે તો સાડત્રીસ પાના આપને વાંચવા આપી રહ્યો છું અને દર મહીને લગભગ ત્રીસ પાના લખતો રહીશ અને આપને આપતો રહીશ..
અત્યારે તો પાત્રો અને કથા ઘણે દુર છે લગભગ સાલ ઈસ્વીસન ૧૯૪૬ થી ૧૯૬૫ની વચ્ચે ફરી રહ્યા છે પણ ધીમે ધીમે કથાને એકવીસમી સદીમાં લાવીશ ..
આશા રાખું કે સાયકલ મીટીંગ જેવો પ્રતિભાવ અને પ્રેમ “થાર થી છોર “ ને પણ મળશે..
આપનો
શૈશવ વોરા
To read pl click here
Thaar Thi Chhor Part -I