આઈ ડોનાલ્ડ જોહન ટ્રમ્પ…મજા આવી ગઈ સેરેમની જોવાની,પ્રેસિડેન્ટ કાર્ટર, પ્રેસિડેન્ટ બુશ,પ્રેસિડેન્ટ ક્લીન્ટન,પ્રેસિડેન્ટ ઓબામા..
સરસ ભવ્ય સમારોહ, એક જુગતે જોડું વ્હાઈટ હાઉસમાંથી વિદાય થયુ..મિશેલ ઓબામા અને બરાક ઓબામા..,ખરા અર્થમાં મિશેલ ઓબામા કાર્યેષુ મંત્રી પુરવાર થયા છે,
બીલ ક્લીન્ટનના ભવાડા અને હિલેરી ક્લીન્ટનની માફી, એ જોયા પછી ઓબામા દંપતીનું દાંપત્યજીવન આંખને ઠારે એવુ સુંદર..!
ડી જે ટ્રમ્પનું ભાષણ..યાર કહોના કહો મોદીસાહેબ યાદ આવી ગયા,ઘણીવાર એવું લાગે કે મોદીસાહેબ અમેરિકન પ્રમુખોની જેમ બોલે છે..!
સીએનએન પર ચર્ચામાં એવું બે ચાર વાર બોલાયું કે એકપણ ટીપું લોહીનું રેડાયા વિના ગ્રેસફુલી સત્તાનું હસ્તાંતરણ થઇ રહ્યું છે..મને થોડું કઠયું,પાછુ એવું પણ સાથે બોલતા હતા કે કોઈ “કુ”(બળવો) કે રોડ પર ટેન્કો આવી નથી અને સત્તા બદલાઈ ગઈ..!
આવું રીપોર્ટીંગ કેમ..?સીરિયા અને મધ્યપૂર્વ એશિયાના સમાચારો કવર કરી કરીને શું સીએનએન ના પત્રકારોના મગજ ખરાબ થઇ ગયા છે..?સત્તાનું હસ્તાંતરણ એટલે બળવો અને રોડ પર ટેન્કો એમ જ..?
અને એવી સરખામણી કરીએ તો તો ભારત અમેરિકા કરતા પણ વધારે આગળ અને મેચ્યોર કેહવાય જે નરેન્દ્ર મોદીને વિઝા આપતા અમેરિકાની ફાટી પડતી હતી એ “ખતરનાક” નરેન્દ્ર મોદીને સંપૂર્ણ બહુમતીએ ભારતની પ્રજા એ ગાદી સોપી, અને સાહીઠ સાહીઠ વર્ષોથી સત્તા સ્થાને બેઠેલી કોંગ્રેસ દસ ગણા ગ્રેસથી નરેન્દ્ર મોદીને સત્તા આપીને વિપક્ષમાં બેઠી..! આપડો તો એકે ય પત્રકાર એવું ના બોલ્યો કે લોહીનું ટીપું રેડ્યા વિના થયેલું સત્તાનું હસ્તાંતરણ..!
લોકતંત્રની ખૂબી જ એ છે કે સત્તાના હસ્તાંતરણ ખુબ સરસ અને સેરીમોનીઅલી થાય..!
આખા સમારોહમાં ક્યાંક ક્યાંક અલપઝલપ હિલેરી ક્લીન્ટન દેખાઈ ગયા,ભૂતપૂર્વ પ્રમુખ પત્નીની હેસિયતથી એ ત્યાં હાજર હતા..!
સાલુ નસીબ તો ખરું હો હિલેરી ક્લીન્ટનનું,એમને જોઇને સોનિયા ગાંધી યાદ આવી ગયા..જે દિવસથી પરણીને હિન્દુસ્તાન આવ્યા ત્યારથી વડાપ્રધાનના કુટુંબીની હેસિયત કે શાસક પક્ષના પ્રમુખ કે વિપક્ષના પ્રમુખ તરીકે તમામ સરકારી સમારોહમાં એમને હાજર રેહવા મળે છે,કદાચ હિન્દુસ્તાનમાં એક જ જીવિત વ્યક્તિ છે કે જેણે આટલી બધી ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી સ્ટેજ પર બિલકુલ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની બાજુમાં બેસીને અને બીજા તમામ સરકારી સમારોહ એમણે માણ્યા છે..!
હિલેરી ક્લીન્ટન જો ભૂલથી પણ જીતી ગયા હોત, તો તો ઈતિહાસ રચાત અમેરિકાને ફર્સ્ટ લેડીની બદલે ફર્સ્ટ જેન્ટલમૅન મળતે,પણ હિલેરી ક્લીન્ટન લગભગ પોતાની કેરિયરનો અડધાથી વધારે વર્ષ વ્હાઈટ હાઉસમાં કે એની નજીક રહીને પુરા કર્યા છે, અને હજી પણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ પત્નીનું સ્ટેટ્સ એમને હાસંલ છે..!
રાજયોગ કેહવાય ભાઈ આને..!
નવા ફર્સ્ટ લેડી મલાનીયા ટ્રમ્પ ના માટે મિશેલ ઘણી ચેલેન્જ મુકતા ગયા છે અને ડીજેટી માટે પણ..
આમ તો રંગીલા રાજાની ઈમેજ છે ડીજેટીની, અને એમના અર્ધાંગનાની,પણ શપથવિધિ સમારોહમાં અમેરિકન ફર્સ્ટ લેડીને શોભે એવા વસ્ત્ર પરિધાન કર્યા હતા..!
ડીજેટીનું આખુ ભાષણ લગભગ આપણા “પ્રધાન સેવક” જેવુ હતું અને વાતોમાં મક્કમતા દેખાતી હતી પણ લોકતંત્રની એક મોટી કમબખ્તી છે ગરીબ એમ જ સમજે છે કે અમીર એનો રૂપિયો લઇ ગયો અને એના લીધે હું ગરીબ રહી ગયો અને હવે કોઈ સરકારનો વડો એવો આવે કે અમીરના ખિસ્સામાંથી રૂપિયા કે ડોલર કાઢી અને મારા ખાતામાં ભરી દે અને બંદા મોજે મોજ કરે..!
સાબરમતી નદી કા પાણી બન જાયે ઘી ઔર પેડ કે પત્તે બન જાય પુડિયા(ગળી પૂરી) ઔર બંદા પુડિયા ઘી મેં ઝબોલ ઝબોલ કે ખાયે..!
આવી વાત છે જેમ મોદી સાહેબે ચુંટણી વખતે આંખો પોહળી કરી કરીને મોટે મોટે અવાજે ચારેબાજુ બોલ બોલ કર્યું હતું ને પેલું પંદર લાખ, પંદર લાખ અને થયું શું..? પંદર તો ઘેર ગયા,આ તો ઘરમાં હતા એ પણ કાઢીને બેંકમાં ભરવાના વારા આવ્યા..!
ડીજેટી પણ આવા જ ઘાંટા પાડે છે, અને મને તો એમના ભાષણમાં જયારે અમેરિકા ફર્સ્ટ બોલતા ત્યારે પેલા સ્વદેશી મંચવાળા દેખાતા.. હેડો ત્યારે “અંકલ સામ”(અમેરિકન પ્રમુખને અંકલ સામ કેહવાય છે) અને “મલાનીયા ભાભી” ચરખો કાંતો..! સ્વદેશી ચળવળ..! ખાદી..!
આવતા વર્ષે નવા “ભાભી”ને ખાદીના બ્રાંડ એમ્બેસેડર બનાવો અલ્યા..!
મારા જેવો પ્રોબ્લેમ છે ભાભીને,મને પણ બહુ જલ્દીથી લોકો અંકલ નથી કેહતા, એમ અંકલ સામ ના ઘરવાળાને આન્ટ મલાનીયા, કે આપણી દેશી ભાષામાં મલાનીયા આંટી કેહતા જલ્દી જીવ ચાલે એવું નથી..! એટલે ભાભી રાખો પેલા “કાકા” બરાબર છે..! આમ પણ હું અને ભાભી બંને સિત્તેરની સાલમાં જન્મેલા છીએ પણ ફિટનેસ મેન્ટેનન્સ પરફેક્ટ છે..!
હવે યાર નથી લાઈનો મારતો, પણ યાર આટલું તો બનતા હૈ..!
અમેરિકાની સ્વદેશી ચળવળ જો ખરેખર ચાલુ થઇ અને અમેરિકન ફેક્ટરી જેમ ડીજેટી બોલે છે એમ ફરી એકવાર ચાલુ થાય તો લાલ ડ્રેગન ઉપર ખતરો બહુ મોટો આવે અને બીજું એવું કે` છે ,આતંકવાદના સફાયાના નામે જે કરોડો ડોલરની ખેરાત થઇ એ બંધ કરશુ …!
આવું થાય તો આપણે તો બેઉ બાજુથી ટાઢા પાણીએ ખસ જાય, ચીના મંદીમાં ભરાય અને પાકિસ્તાની મુલ્લા અમેરિકાના ડોલર ના મળે તો એમનેમ ભિખારી થઇ જાય..! ભગવાન આ “કાકા” ને સો વરસના કરે..!
એમના ભાષણમાં આના સિવાય બીજી કઈ આપણને સમજણ ના પડી પણ એવુ લાગ્યું કે હજી ચુંટણીના હેંગઓવરમાં જ છે..! કેમકે સપના જ દેખાડ્યા કર્યા..!
દર ચાર કે પાંચ વર્ષે બદલાતા રાજા અને એ પણ પાછા પ્રજામાંથી જ આવેલા રાજાઓ અત્યારે તો દુનિયા ચલાવી રહ્યા છે, સત્તાના હસ્તાંતરણ થતા રહે છે અને પ્રજા સારા દિવસોની આશામાં જીવી રહી છે, પણ જો ઈતિહાસના એક મોટા કેનવાસ પર જોઈએ તો લોકતંત્ર એટલે જેને ગણરાજ્ય કહીએ છીએ એ બસ્સો પાંચસો વર્ષથી વધારે ચાલ્યા નથી, અને માનવજીવનની સભ્યતાને જો દસ હજાર વર્ષ ગણીએ તો બસ્સો પાંચસો વર્ષના લોકતંત્રનો મધ્યયુગનો અનુભવ બહુ ના કેહવાય..!
ડીજે ટ્રમ્પ કે નરેન્દ્ર મોદી જેવા બીજા દસ-બાર જો નિષ્ફળ જાય તો પ્રજા ફરી એકવાર મોનાર્કી તરફ જોત્તી થઇ જાય,અને ભારતમાં નેહરુ ગાંધી વંશને સાહીઠ સાહીઠ વર્ષો સુધી જીતાડતા રેહવા પાછળ પણ સેહજ હટકે વિચારીએ તો એ પ્રજાના મોનાર્કીના માઈન્ડ સેટ તરફ વિચારવા મજબુર કરી દે છે..
લોકતંત્ર પાસે હજી લગભગ બે સૈકાનો સમય છે, પણ એ ડીપેન્ડ છે કે ઇસ્લામિક આતંકવાદ ક્યાં સુધી અને કેવી રીતે પ્રસરે છે, જો ઇસ્લામિક આતંકવાદનો રંજાડ વધશે તો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા પણ સરમુખત્યાર બનતા વાર નહી કરે અને પછી સત્તા સ્થાને વંશપરંપરાગત લોકો આવતા થશે અને પછીના થનારા સત્તાના હસ્તાંતરણ આવા સ્મુધલી થતા જોવા નહિ મળે..!
શુભ રાત્રી
શૈશવ વોરા