ટીવી ના સમાચારો..
સાચું બોલજો કેટલા જોયા ? એકવાર સમાચારોની ચેનલ લગાડ્યા પછી હાથમાંથી રીમોટ છુટું મુક્યું છે ખરું ..?
છેલ્લા ઘણા સમયથી મને તો એમ જ લાગે છે કે સમાચારો પીરસતી ચેનલો મનોરંજન ચેનલોની સાથે હરીફાઈમાં ઉતરી છે..!!
જીવનના પાંચ દસકામાં સમાચારોના માધ્યમ બહુ ઝડપથી બદલાતા જોયા સારા, ખોટા ,સાચા ,જુઠા બધા કૈક પ્રકારો ના સમાચારો જોયા વાંચ્યા પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ કૈક જુદું જ છે..!!
ઈન્ટરનેટ તો તમારા કુકીઝ ઝાલે છે ને પછી તમને સમાચારો પીરસે છે, પણ સમાચારોની ચેનલો આપણા દિમાગમાં કુકીઝ ક્રિયેટ કરવા જાય છે..!!
જે મિત્રો ટેકનોલોજીમાં “પછાત” છે એમના માટે ઉપર ની લાઈન એક્સ્પ્લેઇન કરું ..!!
ગુગલ દેવતા માં કે બીજા કઈપણ સર્ચ એન્જીનમાં આપણે શું શોધીએ છીએ એની કૈક પાછળ ફાઈલ બને, જેને કુકીઝ કેહવાય અને આ કુકીઝથી ગુગલ દેવતા નક્કી કરે કે તમને ક્યાં પ્રકારની વાતો માં રસ છે અને પછી જયારે તમે બીજી કોઈ પણ એપ જેવી કે ફેસબુક કે પછી બીજી કોઈપણ એપ્લીકેશન ખોલો એટલે તમે જે સર્ચ કર્યું હોય એ રીલેટેડ જાહેરાતો તમને માથે મારે..!!
હવે તમે સંતાઈને ગંદુ ગંદુ
શોધ્યું હોય નગરવધુ ને લાગતું સાહિત્ય ,તો પછી તમને નગરવધુઓ ના ફોટા આપે અને તમે ભક્તિ ભાવ શોધ્યા હોય તો ભક્તિભાવ વાળા ની જાહેરાતો તમને આપે..!!
પણ આજકાલની ટીવી સમાચારની ચેનલો તમને અને જેમાં રસ
નથી એમાં રસ
ઉભો કરાવવા માંગે છે..!!
રસ જન્મે ..એ શક્ય છે ,પણ રસ એટલે રસ ,
એના ચટકા હોય કુંડા થોડા થાય …?
રંગ રસના ચટકા હોય…કુંડા ????
અને કુંડા કરો એટલે કુંડુ કથરોટ બધુય એકબીજા ઉપર હસે..!!!
ગઈકાલે રાત્રે બધી ન્યુઝ ચેનલો એક બીજા ની સામે હસતી હતી ..!!
કુંડા કથરોટ એકબીજાની સામે દાંતિયા કરતા હોય એવા લાગ્યા..!!
વધી ગયું .. અતિ થયું ,એટલે ગતિ ને દિશા બંને ભુલાઈ છેવટે પ્રજા એમને ભૂલે..!!
જાહેર જીવનમાં પબ્લિકની સામે સતત ચમકતા રેહવાની લાલસા અંતરમાં પેલું ગીત ગાતા હોય..! બહુ જુનું છે પણ ચિપકાવી શકાય એવું છે..!!
મુઝે રાત દિન યે ખયાલ હૈ..મેરી ઝીંદગી કા દિયા કહી યે ગમો કી આંધી બુઝા ન દે..!!
મુઝે રાત દિન યે ખયાલ હૈ..મેરી પબ્લીસીટી કા દિયા કહી યે અસલી સમાચારો આંધી બુઝા ન દે ..!!
હવે મારી વાત , બ્લોગ છે એટલે મારી વાત તો હોય જ ..!!
મને આ બધું જોઈ જોઈ ને અંતરમાં મૂંઝારો થતો હતો લોકડાઉનમાં ને એ પછી પણ..!
એટલે બે ત્રણ સાચા ગુરુદેવ ને પકડ્યા..
એક ગુરુદેવ કે જેમની ઉંમર સિત્તેરની આજુબાજુ અને અનુભવ ની ખાણ અમે પૂછ્યું આ બધા સમાચારોથી બચવું
હોય તો અને સરખા ને સાચા સમાચાર જ જાણવા હોય તો શું કરવાનું ?
જો શૈશવ જુઠ્ઠું કે જેની પાસે કોઈ નક્કર મેટર ના હોય ને એ એક ની એક વાત ફેરવી ફેરવી ને દસ વખત બોલે .. આ એક સામાન્ય નિયમ છે પછી એ માણસ હોય કે સમાચારવાળો.. એટલે કશું કર્યા વિના બે લાઈન સાંભળીશ ને એટલે અંદાજ આવી જાય કે કોને શું કેહવું છે પછી ચેનલ ફેરવી કાઢવાની..!!
બીજા ગુરુદેવ વીસ વર્ષનું બાળક .. આ સેહજ સર્ચ કરું કૈક અને જાહેરાતો માથે મારે છે..
જુવો શૈશવભાઈ બે રસ્તા એક હિસ્ટ્રી તાત્કાલિક ડીલીટ મારો એટલે કુકીઝ મરી જશે અથવા તો ઇનકોગ્નાઈટો મોડમાં જઈને સર્ચ કરો એટલે બચી જવાશે..!!
આટલું કર્યા પછી બચેલા રહ્યા પણ પછી સમસ્યા એ આવે કે ખરેખર અત્યારે ચાલી શું રહ્યું છે અને એની મારા જીવન ઉપર અસર શું ?
ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના ખરેખરો થઇ ગયો હોય અને એમને થર્ડ વર્લ્ડ ની કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે , તો પછી એમના પછી સત્તામાં ઉપરાષ્ટ્રપતિ આવે તો એ પણ ચીન દેશ ની સામે ચીન દેશની જ્યાં જ્યાં સરહદ અડે છે એ તમામ જગ્યાએ મોરચો ખોલી ને બેઠા છે તેમ મોરચો માંડેલો રાખે ખરા ?
કે પછી વાવટા સંકેલાઈ જાય ..?
આપણી અમુક ચેનલો આપણને એમ જ દેખાડે કે આજે તું રાત્રે ઊંઘી જા કાલે સવારે તારે મોરચે જવાનું છે..!
બાળપણમાં એટલાસ ઉપર દેશ દેશ અમે રમતા .. ચલ ફલાણો દેશ શોધી બતાડ ..!
અત્યારે પણ એ જ ચાલે .. રોજ નકશા જોવાના ટીવીમાં ..!!
એકદમ જ ખાડીના દેશોમાં ચાલતા સમાચારો અને યુદ્ધના શા હાલહવાલ છે એ જાણી શકાય તેમ પણ નથી એવી પરિસ્થિતિ થઇ ગઈ ..!
હજી રેફ્યુજીની સમસ્યાથી યુરોપ ઝઝૂમી રહ્યું હતી બે ત્રણ વર્ષ પેહલા , અચાનક બધું ઠંડુંગાર.. કોઈ સમાચાર જ નહિ..!!
સંસ્થાનવાદ ના પતન પછી આર્થિક સંસ્થાનવાદ આવ્યો કોઈ જ મોટી વર્ષી ના વર્ષો થવી જોઈએ એવી ચર્ચા આજ સુધી નથી થઇ..!!
ખૈબર ઘાટ ઉતરી ને ધાડેધાડા ભારત ભૂમિ ને લુંટી લેવા આવ્યા અને ભારતભૂમિ લુંટાઈ પણ ગઈ જેટલા સોના ચાંદી અને જર જવેરાત હતા એ સંસ્થાનવાદ ના અધિપતિઓ લુંટી ને આજે પણ એમના તયખાનામાં ધરબી ને બેઠા છે..!!
લુંટવા માટે રાજ કર્યું ,પછી લુંટ ની પદ્ધતિ બદલી કેમકે ફીઝીકલ હાથમાં પકડાય એવું લુંટવાને કઈ રહ્યું જ નહિ એટલે રાજ છોડી દીધું અને આઝાદી આપી એ જાવ હવે તમે તમારા ને સાચવો અને અમે બીજી રીતે તમને લુંટશું ..!!
મેહનત કરાવો ઢોરો જોડે અને લુંટો , આપણે એને આઉટ સોર્સિંગ સર્વિસ કહીએ ,એચ-વન વિઝા તરીકે ઓળખીએ..!!
બીજી લુંટ જે તે દેશો ની જમીનમાં ધરબાયેલા ખાણ ખનીજ ને “ખરીદી” લેવા ના ..!!
જર જવેરાત તો હવે એવા બાહર બહુ રહ્યા જ નથી ,એટલે કીમતી ખનીજો ના બદલામાં તારો પાડોશી તને મારી નખાશે માટે લે આ હથિયાર રાખ..!!
ચોર ની જોડે ચોરી કરાવી ને ધણી ને ધાકમાં રાખ્યો..!!
ભય નો સંસ્થાનવાદ ..!!!
ત્રીજા વિશ્વયુદ્ધ ની તારીખ પચાસ વર્ષ થયા મને જિંદગીમાં એમાં એક દિવસ એવો નહિ ગયો હોય કે ક્યાંક કોઈક તારીખ નહિ સાંભળી હોય, અને ધરતી નો અંત થઇ જશે એવી વાત પણ રોજ ક્યાંક ટીવી પર કે સમાચારમાં વાંચી હોય ,પણ બળ્યું હજી કશું થતું જ નથી..!!
આખો દિવસ લગભગ મોબાઈલમાં મોઢા ઘાલી ને દુનિયા પડી રહે છે અને હૈયે હરખ કરીએ કે દુનિયામાં અમે ઘણો બધો ડેટા વાપરતા થઇ ગયા ..!
અલ્યા પ્રોડક્ટીવ ડેટા કેટલો વાપર્યો તે ?
નરી ગેઈમો રમી ખાધી ? ના જોવાના ખેલ જોયા ?
હાથમાં કશું જ નથી જનતાના આજે જગતમાં , નરી ભ્રમણામાં જીવાડવામાં આવી રહી છે દુનિયાભર ની પ્રજા ને લોકતંત્રોના નામે..!!
લોકતંત્રો દુનિયાના તૂટી પડે તો શું ? થઇ છે ચર્ચા ક્યારેય ?
નામ છે એનો નાશ છે ..!!
આજે નહિ તો ત્રણસો ચારસો વર્ષે ,પણ વિચારવું તો આજ થી પડે બાકી તો આઝાદી હજી ઘણી બધી લેવાની બાકી છે પશ્ચિમ પાસેથી..!!
ચાલો આપનો દિવસ શુભ રહે વિચારજો
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)