ફરી એકવાર ભારતીય સેના પર ઢાબો બોલાવ્યો અને ૧૭ જવાનો શહીદ થઇ ગયા..ઈશ્વર સદગતિ અર્પે..!
ઉપાય ખરો..? ના
તો શું આમ ને આમ જ ચાલતું રેહશે..?
હા..
પણ આમ તો કેમ જીવાય..?
જીવવું પડે..! આઝાદી મળી, પણ પુરેપુરી નથી મળી, અંગ્રેજ હજી પણ રાજ કરી રહ્યો છે, તમે નામ પૂરતા સાર્વભૌમ છો..!
બકવાસ બંધ કર..
ક્રુડ ઓઈલ કેટલું છે દેશમાં ..?
એટલે..?
તારી પાસે ભારતમાં ક્રુડ ઓઈલ કેટલું છે..? યુદ્ધના સમયે જો તને કોઈ દેશ ક્રુડ ઓઈલ ના આપે તો કેટલા દિવસ ચાલશે..?
ખબર નહિ પણ બહુ બધું છે..!અને ક્રુડ ઓઈલ અને લડાઈ ને શું સંબંધ..?અમારી પાસે દુનિયાની સૌથી મોટી રીફાઈનરી રિલાયન્સની છે.!
આપણા ફાઈટર પ્લેન પેશાવરથી લઈને કરાંચી સુધી બોમ્બ ફેંકવા જશે, અને પાછા આવશે, નૌ સેનાના જહાજી બેડા અરબ સાગરને ધમરોળશે અને ટેન્કો કચ્છથી લઈને પંજાબની સરહદો પર આગળ વધશે ત્યારે જે કઈ ક્રુડ ઓઈલના ભંડાર હશે એ બધા ફટાફટ ખાલી થશે..!
અને એ સમયે તારી ગાડીમાં પેટ્રોલ નહિ પુરાવાય,શાકભાજીથી લઈને દાળ ચોખા બધાની અછત ઉભી થશે,બજારોમાં રૂપિયા ફરતા બંધ થઇ જશે..!
ચાલશે પણ હવે છોડાવો..
દારૂગોળો ખરીદવો પડશે ,વિદેશી હુંડીયામણ ખાલી થઇ જશે, સરકારને ખુબ જ ટેક્ષ વધારે નાખવા પડશે..વિકાસ પાંચ વર્ષ માટે બંધ થઇ જશે..!
ચાલશે ..
યુએનની મહાસભામાં ભારત ઉપર પ્રતિબંધ લાગશે, બરાક બરાક કરીને પાછળ દોડો છે પણ બિલકુલ કામ નહિ લાગે તમારા માટે “વીટો” પાવર કોણ વાપરશે..?
મૌન…
વિદેશનીતિની નામે ચારેબાજુ પચકાણ કરી મુક્યું છે એ સમજાતું નથી..!
મૌન ..(મૌનમાં ઘણી તાકાત છે)
ભારતની ૬૦ % પ્રજા ચાલીસ વર્ષથી નીચેની ઉંમરની છે, અને અત્યારે સત્તા પર બેઠેલા લોકો પણ એવા છે કે જેમણે ૧૯૭૧ પછી સત્તા પેહલીવાર જોઈ છે આ બધા લોકોને યુદ્ધ શું છે એ જ ખબર નથી..!
જીજાબાઈના હાલરડાં સાંભળીને મોટા થવું એ લહાવો છે, કબુલ પણ અત્યારે એ શિવાજી ક્યાં છે..? શિવાજીની કુટનીતિ ક્યાં છે..?
અત્યારે તો એવું લાગે છે જીજાબાઇના હાલરડાં સામે પાર ગવાઈ રહ્યા છે, અને ઔરંગઝેબની સેના ભારતીય સેના છે, જેની ઉપર શિવાજીની જેમ ગેરીલા યુદ્ધ થોપાઈ રહ્યું છે અને દિલ્લીમાં બેઠા બેઠા મુઘલ સલ્તનત એમ કહી રહી છે અભી તો દિલ્લી બહોત દુર હૈ..!
યુદ્ધ અને એ પણ ભારત પાકિસ્તાન વચ્ચે, બિલકુલ ખતરાથી ખાલી નથી કેમકે એ ચોક્કસ ન્યુક્લીયર વોર જ થશે..કરોડો લોકોનો જીવ જશે અને ન્યુક્લીયર વોરની ભયાનકતાથી દુનિયા પરિચિત છે..
પણ એ બધું વિચારીએ એ પેહલા અજીત ડોભવાલ ક્યાં છે..? રાજનાથસિંહ અને મનોહર પરિકર શું કરે છે..?
નરેન્દ્ર મોદી તો સમજો પ્રધાનમંત્રી છે, “અચ્છે દિન “ થી લઈને “પ્રેમપત્ર” અને નવાઝ શરીફની કેક કટિંગ બધું પાણીમાં ગયું..!
પણ હવે પ્રધાનમંત્રીને સવાલ ના થાય, પેહલા થતો હતો,હવે તો ના થાય ભાઈ..!
આપણે જનતાએ જ સમજવું રહ્યું..!
એવું માની લેવાનું કે એક મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે અને ગમે ત્યારે સિંધ, બલોચ,સરહદ પ્રાંત અને પંજાબ બધું છુટું પાડી અને પાકિસ્તાનનું અસ્તિત્વ મિટાવી દેવાશે..!
રાહ જુવો, અને ૨૦૧૯માં પણ એ રાહ જોવામાં મત આપવાના..!
ભારત ખરેખર આઝાદ થયું છે ખરું..?
ના દુનિયાનો કોઈપણ દેશ હજી આઝાદ નથી એક અથવા બીજા રીતે મોટા રાષ્ટ્રો એમની પાસે ધાર્યું જ કરાવે છે,અને ના થાય તો ઈરાન અને સીરીયા કે ઈરાક જેવા હાલહવાલ થાય..!
મુક્ત આર્થિક વ્યપારનીતિને નામે ખુબ વધારે કન્ટ્રોલ રાખવામાં આવી રહ્યા છે..દુનિયામાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એમ ત્રણે ક્લાસના સિટીઝન્સ છે,તમને અને મને એટલે છોડી મુક્યા ( આઝાદ કર્યા) કેમકે આપણી પાસે સિવાય દારુણ ગરીબી બીજું કઈ જ રહ્યું નોહતું..!
લુંટાય એટલું લુંટી લીધું, બાકી ગમે ત્યારે ક્રુડ ઓઈલના ભાવ વધારીને આખી ઈકોનોમીની પથારી ફેરવી નાખવા યુનિયન જેકના રંગો વાળા દેશો સક્ષમ છે..
એક લીમીટથી આગળ વધવાની ભારતને પરમીશન નથી, આ હકીકતનો સ્વીકાર કરવો રહ્યો, કારગીલનો વિજય અમેરિકાની લાલ આંખ ઉપર નિર્ભર હતો બાકી બોફોર્સ તોપો ની ધણધણાટી એટલી કારગત નોહતી..
ડિપ્રેસ નથી કરતો પણ વાસ્તવિકતા બતાડું છું..
એક પેટન્ટ ટેંક એક જવાન ખાઈ જતી હતી ૧૯૭૧માં છતાં પણ લાહોરની ભાગોળેથી પાછુ ફરવું પડ્યું..! કેમ ? સમજણની વાત છે આંતરરાષ્ટ્રીય દબાણ પુષ્કળ હતું..!
આપણા અણુબોમ્બ શું કામમાં આવશે..?
ક્યાં નાખશો..? કરાંચી કે ઇસ્લામાબાદ..?
અને અણુબોમ્બ નાખ્યા પછી એની જે રેડિયો એક્ટીવ પદાર્થોની ડમરી ચડી એ ક્યાં ઉતરશે..? રેડિયો એક્ટીવ વરસાદ ક્યાં પડવાનો..? ભારતમાં ..!
રસ્તો એક જ છે ભારતની વસ્તી..
કાશ્મીરને કશું જ બોલ્યા વિના બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોથી ભરી મુકો ધીમે ધીમે ભેલાણ કરો પાકિસ્તાનની ધરતી ઉપર.. બંદુકોની સામે છૂટથી બંદુકો આપવી પડે..
ગેરીલ્લા યુદ્ધનો બંધ કરવાનો રસ્તો ગેરીલ્લા યુદ્ધ જ છે..!
અને આ કામ કરવા માટે અમેરિકા કે એકપણ યુરોપિયન દેશ વચ્ચે આવી શકે એમ નથી ધીમે ધીમે વસ્તીને આગળ વધારો અને બે વર્ષમાં પત્થરોની સામે પત્થર અને બંદુકની સામે બંદુક..!
બાકી તો કાશ્મીરની હવામાં જ હવે દર્દ ભળી ગયું છે દરેકને ભારતથી “આઝાદી” જોઈએ છે અને આપણે આપવી જ જોઈએ, ધીમે ધીમે કરી ને જેમને “આઝાદી” જોઈએ છે તેમને એક એક ને પાકિસ્તાન ભેગા કરો, ભલે એ બધા પણ પછી ત્યાં મોહાજીર તરીકે ઓળખાતા..!
જરૂર છે એક ભારતની (વન ઇન્ડિયા)
જેને કાશ્મીરમાં વસવાટ કરવો હોય તેમના માટે સ્પેશિયલ કોલોની બનાવી આપો અને એમાં સબસીડી આપો ધંધાધાપા આપણી રીતે વિકસાવો..બધું જ પાકિસ્તાનના નાકની નીચે કરો એનાથી મોટી સજા બીજી કોઈ જ નથી..!
હજી મૂંઝવણ થાય છે તો
અરે બીજું કઈ થાય કે ના થાય કમ સે કમ એટલું તો કરો મોદી સાહેબ કે અત્યાર સુધી જેટલા શહીદો છે એમના પરિવારોને એક એક પાંચસો વારનો પ્લોટ શ્રીનગરમાં એલોટ કરો અને અમને પુરા રૂપિયા લઈને આપજો પણ એક એક પ્લોટ આપો શ્રીનગરમાં, પછી જુવો તમારે કઈ નહિ કરવું પડે..અમને પણ પથરા મારતા આવડે છે..અને રાયફલ ક્લબમાં રાયફલની ટ્રેનીગ લીધેલી છે..બગલમાં રાયફલના બટ ઘાલીને આંગળી દબાવી દેશું…
આ દેશની માટીમાં જ એટલી તાકાત છે કે કાશ્મીરને છ મહિના માં જ તમારા કન્ટ્રોલમાં લાવી ને આપી દેશે..
જનતા ને જનતા સાથે જ લડાવવી પડે, સેના અને જનતાની લડાઈમાં સેના જીતે પણ નુકસાન પણ બહુ મોટું સેનાનું જ થાય..!
અને જનતા કંટ્રોલમાં ના આવે એ નુકસાન એના કરતા જનતા જ જો જનતાને પાડી દે તો પછી કાયમની શાંતિ થાય..!
૩૭૦ મી કલમને હવે જડમૂળથી જલ્દી ઉખાડો અને કામે લાગો.. ખાલી દિવાળી કાશ્મીરમાં ઉજવવાથી થોડા આગળ વધો પ્રભુ..
આપની સંધ્યા શુભ રહે
શૈશવ વોરા