ગુજરાતી ભાષા મરી જશે ?? જવાબ શું આપવો ..?? નવી પેઢી આખે આખી અંગ્રેજી માધ્યમમાં ભણી રહી છે અને બધાને સૌથી મોટો ખતરો ત્યાં જ લાગે છે ..નવી પેઢીના છોકરાઓ ફક્ત ગુજરાતી બોલી જાણે છે , અને ઘણા છોકરાઓને વાંચતા કે લખતા નથી આવડતું ગુજરાતી …!! તો શું ગુજરાતી ભાષા બહુ જલ્દી મરી જશે ..??? મારો જવાબ સ્પષ્ટ શબ્દોમાં છે ના ..ના ના .. ગુજરાતી ભાષા એમ ના મરે , છોકરાઓ પણ ધીમે ધીમે ગુજરાતી ભાષા વાંચતા અને લખતા શીખે છે … પણ જો સળંગ ડાહ્યા માંબાપ ગૌરવ લે , એ વાતનું કે અમારા છોકરાવ ને તો ગુજરાતી આવડતું જ નથી તો પછી … ભાષા મરે..??? બકા તો પણ ના મરે ,એ માબાપ મરે પણ ભાષા ના મરે…ગુજરાતી ભાષાના મુળિયા ઘણા ઊંડા છે .. એમ જડમૂળમાંથી ના જાય …હું એવું માનવા હરગીઝ તૈયાર નથી કે આવનારા પચાસ વર્ષોમાં દુકાનોના પાટિયા ગુજરાતીમાં નહિ લખાય ..અને મારા મોઢામાં ગંગાજળની બદલે થેમ્સ જળ મુકાશે ….
મારા સ્કુલના સ્વર્ગસ્થ પ્રિન્સીપાલ શ્રી આર.એચ. કાપડિયા સાહેબ હમેશા કેહતા ભાષા એ એક વેહતી નદી છે , સમય ને રેહતે જુનું પાણી સુકાય ઉડી જાય અને નવું પાણી ઉમેરાય .. હવે એક ઉદાહરણ આપું .એક શબ્દ છે “ઘભરામણ “ અત્યારે આ શબ્દ અંગ્રેજીમાં આવી ગયો … બોલો અંગ્રેજોને ક્યારેય ઘભરામણ નહિ થતી હોય ..?? આવા ઘણા બધા શબ્દો અંગ્રેજી ભાષાએ અપનાવ્યા છે અને આપ એ પણ અંગ્રેજીના ઘણા બધા શબ્દો અને વાક્યો અપનાવ્યા છે ..હા ગુજરાતી સાહિત્યમાં ક્યાંક અત્યારે ડખો થાય એવું લાગે છે …સાહિત્યનું સર્જન બહુ થતું હોય એવું ક્યાય દેખાતું નથી ….
હું હમેશા માનું છું કે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવાથી અંગ્રેજ ના થવાય …જ્યાં સુધી કોઈ પણ ભાષાનું સાહિત્ય ના વાંચીએ અને સમજીએ ત્યાં સુધી બધું નકામું છે , ભાષા ના સાહિત્યના વૈભવને જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી ભાષા એ ફક્ત એક બોલચાલનું મધ્યમ છે બસ એનાથી વધારે કઈ નહિ .
હું જયારે મારું ગ્રેજ્યુએશન કેમેસ્ટ્રીમાં કરતો હતો ,ત્યારે અમે METHANE ને મીથેન જ કેહતા અને ઓક્સીજન OXYGEN ને બદલે પ્રાણવાયુ નોહતા બોલતા કે લખતા …ઓકસીજન જ લખતા ,ગુજરાતી મીડીયમ માં ભણવાથી મારા માટે મીથેન ક્યારેય ના બદલાયો ..મીથેન અને ઓક્સિજનની પ્રોપર્ટી એની એજ રહી ,
અને હું જયારે સંગીતમાં ગ્રેજ્યુએશન કરતો ત્યારે અંગ્રેજી માધ્યમના ભણતા મારા મિત્રો માટે સા રે ગ મ પ ધ ની સાં , SA RE GA MA PA DHA NI SA હતા પરંતુ એક પણ સુર એની જગ્યાએથી હાલતો નહિ , કેહાવાનું તાત્પર્ય એટલું જ છે કે અત્યારે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જેમાં ભાષાનું મહત્વ કરતા જ્ઞાનનું મહત્વ વધારે છે.. તમે અંગ્રેજી નામ ગુજરાતીમાં લખો કે ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો ..વાચનારને વાક્યનો મર્મ સમજાઈ જાય એટલે બહુ થયું ….
ભાષા એ પેહલા જરૂરિયાતનું સાધન છે , પછી આનંદ લેવાનું અને છેલ્લે માણવાનું સાધન છે … બાળક હોઈએ ત્યારે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ભાષાનો સહારો લઈએ ,મોટા થઈએ એટલે એના શબ્દોની રમત કરીએ અને આનંદ લઈએ અને જીવન ના છેડે આવીએ ત્યારે એને માણીએ સાહિત્યને કોઈ પણ રૂપમાં સમજીને .. દા.ત. કથા ,વાર્તા ,ભક્તિ ,ભજન સંગીત વગેરે વગેરે …
જ્યાં સુધી ગુજરાતમાં છોકરા જન્મતા રેહશે અને મોટા થતા રેહશે ત્યાં સુધી વાંધો નથી ગુજરાતી ભાષાને , હા ગુજરાતીનો છોકરો લોસએન્જલીસમાં જન્મે અને મોટો થાય અને પછી તમે એવી આશા રાખો કે એ અશ્વિની ભટ્ટ ની આખેટ, કે પછી ક.મા.મુનશીની ગુજરાત નો નાથ ,કે મેઘાણી ની રસધાર વાંચે , તો પછી ખોટી છે એ આશા … જુનાગઢની કેસર કેરીનો ગોટલો દુનિયામાં ગમે ત્યાં રોપો તો આંબો ના ઉગે બાપલીયા.. એને તો જુનાગઢમાં જ રોપવો પડે ….
રહી વાત ભાષા ના સંવર્ધનની તો એના માટે ગુજરાતી આઠમા ધોરણ સુધી ફરજીયાત શીખવાડો ગુજરાતમાં , બસ બહુ થઇ ગયું .. પછી છોકરું પોતાની ચોઈસથી જ ભાષા તરફ વળશે …
બાકી જેને લાગતું હોય કે ગુજરાતી ભાષાનું પતન થઇ રહ્યું છે એ એનું એનાલીસીસ કરે અને મુકે… હું તો માનું છું કે ભાષાને ઉછેરવી ,મોટી કરવી આ બધું હમેશા ઈશ્વર આધીન છે … વિભૂતિઓ હમેશા જન્મે છે એને તૈયાર નથી કરી શકતા …બીજા નર્મદ કે અખા ભગત હવે નહિ થાય એવું વિચારીને દુ:ખી થવાની બદલે ..જે છે એમને આગળ કરીએ તો ભાષાની બહુ મોટી સેવા થઇ ગણાશે ..
ઘણું બધું લખાય એમાં છે આ ટોપિક પર …ફરી ક્યારેક…
શુભ રાત્રી
શૈશવ વોરા