
બેફીકરે મુવીનું ટ્રેઇલર લોન્ચ થયું…
યુ ટ્યુબ ઉપર એક કરોડ ઇઠયોતેર લાખ વ્યુ થયા છે,અને એકદમ હોટ, હોટ જઈ રહ્યું છે આખુ ટ્રેઇલર..રણવીરસિંગ અને વાણી કપૂરના એકદમ “હોટ” અને “ઇન્ટીમેટ” સીન છે..ધમ્માલ મચી છે..!
રણવીર અને વાણી..હિન્દુસ્તાનના સુપર રીચ કીડસ ની રીયાલીટી અને બાકીના યુથની ફેન્ટસી ને આ ટ્રેઇલરમાં એકદમ હુબહુ પડદા પર મુકાઈ રહી છે..!
કોઈક ને આ ટ્રેઇલર જોઇને થશે કે આ બધું શું માંડ્યું છે..? આવું તે કઈ હોય..?
આવા વિચારવાવાળા ઘણા બધા ડોસા ડગરા આઘાપાછા થઇ જવાના, પણ યારો જે દેશમાં સાહીઠ ટકા લોકો ચાલીસ વર્ષની નીચેના છે (આ મારો દાવો નથી નરેન્દ્રભાઈ કહે છે, અને એશી ટકા તો એ સાચું જ બોલે છે) એ દેશમાં આવા ટ્રેઇલરને લગભગ બે કરોડ વ્યુ,
એ શૈશવ એ ફેંકી. બે યાર.. એક કરોડ ઇઠયોતેર લાખ અત્યારે છે…!
અલ્યા એ ધીરજલાલ ને હમમ..થઇ જશે પચીસ ત્રીસ લાખ વ્યુ તો ગમે ત્યારે એક જ દિવસમાં થઈ જશે આ કઈ સર્જીકલ સ્ટ્રાઈક નથી કે એના ડિસ્કશન થાય અને પુરાવા હોય..!
બેક ટુ બેફીકરે
પોણા બે કરોડ ઉપરના વ્યુ..! બાપ રે બાપ બહુ કેહવાય.. રિશી કપૂરે વેહતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા..ચાંદનીનું એડલ્ટ વર્ઝન છે એવું કીધું..બે યાર કપૂર અંકલ તમે જ્યાં હોય ત્યાં કુદી પડો છો,પણ તમારો “બાબલો” આટલો હોટ નથી દેખાતો..
રણવીરસિંગએ જે બોડી બનાવી છે ને એને “લીન બોડી” કેહવાય અને એ બહુ અઘરી પડે આવી બોડી બનાવવી કપૂર અંકલ, ચાંદનીમાં શ્રીદેવીની જોડે તમે જે કર્યુંને એને ડેન્સ (દેશી ભાષામાં નાચવાને ડેન્સ કેહવાય) કર્યો છે અને અહિયાં તો ઓહ માય માય..! રોમાન્સ છે.. એકદમ “હોટ” એન “હેન્પનિગ” ..જો કે તમારો જમાનો જુદો હતો અને કાકાશ્રી એ પણ આ લોકેશન વાપર્યું હતું …અજી એસા મોકા ફિર કહા મિલેગા આઓ તુમકો દિખલાતા હું પેરીસ કી એક રંગીન શામ દેખો દેખો દેખો એન ઇવનિંગ ઇન…પેરીસ
તમે ચાંદનીમાં શ્રીદેવી આંટીને લઈને જે “ડેન્સ” કર્યા હતા ને એ જમાનામાં ત્યારે તમારી અને શ્રી આંટીની “કમ્મર” કેટલી હશે..? (કમરો હતો કમરો, “કમ્મર” નહિ)
રણવીરસિંગએ તો લગભગ “ઝીરો ફેટ” વાળું બોડી બનાવ્યું છે અને ભાઈ રણવીર એ કલેઈમ મુક્યો છે કે જો સેન્સર બોર્ડ એ સીન આવવા દેશે તો આખું બોડી જોવા મળશે..! હવે ભાઈ બોડી બનાવ્યું છે તો દેખાડે..!
અમારા જીમમાં પણ આ સમસ્યા બહુ મોટી છે, બોડી બતાડવાની,
એક પેહલવાનએ બહુ સરસ બોડી બનાવ્યું છે, અને રોજ સવારે ફેસબુક એનું પર ટી શર્ટ ઊંચું કરીને ફોટા મુકે..અને ભાઈનો જોકીનો જાંગીયો અડધો ફોટામાં દેખાય.. દસ પંદર દિવસ આવું સળંગ ચાલ્યું ,પછી એક દિવસ હું અકળાયો મેં કીધું અલ્યા મારે રોજ સવારે ફેસબુક ખોલું અને તારો જાંગીયો જોવાનો..?
તો ભાઈએ બીજા દિવસે આગળ વધીને લોઅર બોડીનો ફોટો મુક્યો..!
સત્યનાશ..!
કેહવાનું તાત્પર્ય એટલું જ કે “બોડી” હોય તો પછી તો પાર્ટી ઝાલી ના ઝલાય .. ક્યારેક તો ચડ્ડી ઉતારે જ ..!
લોકેશન પેરીસ …પેરીસની એક એક સેકન્ડ રેડ અને બ્લ્યુ કલરમાં દેખાડાય છે.. એક્ટિંગ તો એકદમ પરફેક્ટ અને નેચરલ લાગે છે બંનેની, અને વાણી કપૂરનું અમેરિકન યુરોપિયન લેહ્જામાં બોલાતું હિન્દી (કેટરીના કેફ જેવું) અને એના હાવભાવ અચ્છા અચ્છા પુરુષને હલાવી નાખવા માટે પૂરતા છે.. હું પુરુષોની વાત કરું છું મહાપુરુષોની નહિ..!
ઘણા બધા મહાપુરુષોને સન્સ્કૃતિનું હનન થતું દેખાશે, પણ જયારે એ જ મહાપુરુષોના સંતાનો પેરીસ કે લંડન જઈને “આવી” જિંદગી જીવે છે ત્યારે મોઢા સિવાઈ જાય અને એમ કેહવું પડે કે એમની તો ઉંમર છે ભાઈ..!
હિન્દી ફિલ્મો લગભગ એના જન્મથી પુરુષોને ફેન્ટસી પૂરી પાડતી આવી છે અને એનો “લાભ” ઘણા બધા ફિલ્મી સર્જકોએ ઉઠાવ્યો છે..!
બેફીકરે નું ટ્રેઈલર એ જ દિશામાં જાય છે..
કોઈકે એવો બખાળો કાઢ્યો કે ફિલ્મો આપણા બાળકોના માનસ પર ગંભીર અસર છોડે છે..”એ “ ભાઈનું પુરુષમાંથી મહાપુરુષ બનવા તરફ નું એમનું પ્રયાણ ચાલુ થયું ..!
એક સ્વર્ગે સિધાવેલા એકદમ જુના ગામડા ગામના માતાજી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના જમાનામાં કેહતા કે “ઓલો જીતેન્દ્ર જુવોને મારો રોયો કેવી આમ આમ કરીને કમર હલાવે છે..મુઓ એવું નાચે, એવું નાચે.. હાચે ભૈશા
બ મને તો ઈને જોઈ ને કાંઈક કાંઇક થઇ જાય સે..”
હવે જીતેન્દ્ર એટલે તુષાર કપૂર અને એકતા કપૂરના પપ્પા “જ “ ને યાર..તા થૈ થૈ તા થૈ યા હો ઓ ..ધૂમ ત નન ધૂમ ત નન ..કરે અને માજી ને હૈયામાં કાંઈક કાંઇક થાય ..!
લો ત્યારે પછી…! એ કયો જમાનો હતો ? અને હવે તો અત્યારના ઈન્ટરનેટ અને એ પણ ૪G નો જમાનો …!
જુના જમાનામાં પણ “કમ્મરો” તો હાલતી હતી, તો પછી અત્યારે તો આટલું તો હોય જ ને..!
યાદ કરો કરો “કાકા” તમે કાકીથી સંતાઈને કેવા મધુરમ અને એડવાન્સ થીયેટરની બહાર લાગેલા પોસ્ટર પેલા લાલાના ડંડા ખાઈ ખાઈને જોવા જતા હતા ..?
અને અંગ્રેજી એટલે તમને “યસ” અને “નો” બીજું કઈ આવડે કે ના આવડે તો પણ બાર મહીને બે ચાર વાર તો અંગ્રેજી પિક્ચર જોવા જતા હતાને..?
અને હા જુઠ્ઠું તો બોલતા જ નહિ..!
તો પછી મેરે યારા, જીગરા બેફીકરે માં તો ફિકર શેની..?
ટ્રેલર પરથી તો લાગે છે કે સીમરન એની જિંદગી જીવવા પેરીસમાં ગુડાણી હશે અને એને એનો રાજ મળી ગયો..!
પણ મારો વાલો રણવીર છે ગજબનો નફફટ..! પેલી પ્લેબોયની લાલ કલરની “નીકર” પે
રી ને ચાલુ પાર્ટીમાં ઠાઠથી આવે છે,અને ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું કે એની માં એ હમણા જ જણ્યો હોય એમ આખે આખો ..હા ભાઈ આખે આખો નાગોપુગો થઇને શુટિંગ કર્યું છે..સેન્સર રાખે તો ઠીક બાકી પબ્લીસીટી તો થઇ ગઈ..!
સાલી નેટ પર ચેક કરી પ્લેબોયની સારામાંની ચડ્ડી પણ એશી ડોલરની દેખાડે છે સાદી બોક્સર પર પિસ્તાલીસ ડોલરની છે પ્લેબોયની અને વાણી કપૂર પણ અઘરી છે..પિક્ચર પરફેક્ટ અને રિસ્પોન્સિવ..! લાયબ્રેરીમાં શો કરે છે..!
હિન્દી સિનેમા આગળ વધતું જાય છે..કે પાછળ જતું જાય છે, ફરી એકવાર મુનિ વાત્સાયન ચાલી જશે..!
દુનિયામાં બે જ ચીજ સારામાં સારી વેચાય છે, સેક્સ અને ધર્મ ..ભગવાન કે ઈશ્વર પણ કોઈ એ જોયો નથી ફક્ત એની અનુભૂતિ કરવાની હોય છે,અને વેચનારાને “કરાવવાની” હોય છે..!
“કામ” માં પણ એવુ જ હોય છે એની અનુભૂતિ જ હોય છે..!
બાકી તો બંનેમાં કલ્પનાઓનો પાર નથી..! જેટલું દિમાગ ચાલે એટલી કલ્પના અને બંનેમાં જેટલી સારી કલ્પના લોકો ને આપી શકો એટલું “એ” સરસ અને વધારે સારી રીતે વેચાય..
“મન” ના ખેલ છે..!
જેનું ટ્રેલર બે કરોડ વ્યુ આપે એનું મુવી કેટલા રૂપિયા કમાઈને આપશે..?
બાકી તો એકવાર “આવી” પડદા ઉપર જિંદગી જોઈને કલ્પનાઓના ઘોડા ગધેડા બધું ય સાતમાં આસમાનમાં વિહરે એ નક્કી ઉમર ગમે તે હોય..!
ચીઝ બટર પચતા હોય અને પાચનશક્તિ મજબુત હોય તો ટ્રેઇલર જો જો બાકી ઝાડા છૂટી પડશે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા