
મે મહિનો પૂરો થયો ..
પત્નીઓ ને પિયરથી પાછા આવવાનો સમય ..
આગળ વાંચતા પેહલા એક સ્પષ્ટતા , આખા બ્લોગમાં પત્નીજી માટે વપરાયેલું બહુવચન એ માનાર્થે વપરાયેલું છે, એને કોઈએ બહુવચન સમજવાની ભૂલા ના કરવી..અને ખોટું હરખાવું નહિ..!
ગુજરાતી માણસના બૈરા (માનાર્થે..) પિયર જાય એટલે શું થાય ..?
તો પેહલી રાતે તો માટીડો થાય છાકટો, બાર બાર મહિનાથી જોર દબાણમાં રહેલી સ્પ્રિંગ ઉછળે, અને જો સ્પ્રિંગ સિગારેટ ના પીતી હોય તો એકાદો કશ મારી આવે સ્પ્રિંગ, અને સિગારેટ પીતી હોય સ્પ્રિંગ તો આગળ વધી ને દારૂની પાર્ટી ગોઠવે, અને આ બંને જો એમના બૈરા કરવાની છૂટ આપતા હોય તો..પછી તો .. પછી તો એને લુઝ પડેલી સ્પ્રિંગ કેહવાય ..,
અને પછી તો બાકી ..વાટ પકડાય પેલા XXX સેન્ટરની , જ્યાં `નકલી` “ઓરીજીનલ” થાઈ છો`ડીઓ સર્વિસ આપતી હોય ..!!
મારું બેટુ ખરું હો ગુજરાતીનું ઘરવાળી પિયર જાય એટલે એને ક્રાઈમ કરવાની ઈચ્છા થાય ,થાય ને થાય જ ..!
ક્રાઈમના લેવલ જુદા જુદા હોય પણ ઈચ્છા તો એકવાર જાગે એ ચોક્કસ..
અને જો ઉપર લખેલી એકપણ ઘટના જો કોઈ `જેઠો` ના કરી શકતો હોય, તો પછી જેઠો એની કોઈ જૂની બબીતાનો નંબર ક્યાંકથી શોધે,
જો કે આજકાલ રી-યુનિયનના જમાનામાં સ્કૂલો અને કોલેજોના કોઈને કોઈ વોટ્સ એ ગ્રુપ ચાલતા હોય એટલે નંબર મેળવવામાં આસાની રહે છે , ઓછી મેહનત એ મળેલા એ નંબરને મોબાઈલમાં સેવ કરે ,અને દિવસ ના ચાર કલાક અને રાતના પાંચ કલાક એનું વોટ્સ એપ ડીપી જોયા કરે..ક્યાં તો પછી એની જૂની બબીતાનું આખું ફેસબુક એકાઉન્ટ ફેંદી મારે અને એના ઐય્યર ને ભરપેટ ગાળો આપે..!
ગુજરાતી જેઠો બે ચાર દિવસ આવા બધા `કારસા` કરે અને પછી કંટાળે ,એટલે એને એના જુના ભાઈબંધો યાદ આવે અને પછી કરે બધાને ફોન .. એકાદા બે મારા જેવા હોય તો મોઢે ચોપડાવે..ઘોડીના તારી પિયર ગઈ છે અમારી તો હજી અહી જ છે હો..!
બિચારા ગુજરાતીની કેવી દશા થઇ જાય નહિ ,!! બૈરા પિયર જાય એમાં તો..!!
રઝળતો ઢોર થઇ જાય ..
જો કે આવી બધી પરિસ્થિતિ રીઢા ધણીઓની જ થાય..
બાકી નવા નવા પરણેલાના અમુક નંગોના બૈરાએ તો એમના જાનુંડા ને એવો એવો સાચવ્યો હોય કે દરેક વસ્તુ જાનું ને હાથમાં અને તૈયાર કરીને આપે, અને એવા તાજા તાજા ફૂલ સર્વિસ લીધેલા જાનું રઘલા તો..વિરહની ચાર પાંચ દિવસ ની આગમાં શેકાયા પછી પછી દાઢી કરવાનું પણ છોડી દે ..આપણને એમ જ થાય કે આનામાં હમણા વ્હી શાંતારામનો આત્મા પ્રવેશશે અને ચાલુ કરશે તું છુપી હૈ કહાં મૈ તડપતા યહાં ..!!
ગુજરાતી માટીડાનો એક ચાર્ટ રહ્યો છે .. નવું નવું નવ દિવસ થયું હોય ને એટલે પિયરની જવાની અને આવવાની બંને ટીકીટો જોડે જ કરાવી દે અને જેમ જેમ જુના થાય તાણી તાણી ને તેર પુરા થાય એટલે એમના પિયર જવા ની ટીકીટ કરાવે,પણ પાછા આવવા ની ટીકીટ પછી એના સાળા ને માથે નાખે..!!
હમણાં એક ત્રીજી પેઢીનો મિત્ર .. ત્રીજી પેઢી નો મિત્ર એટલે મિત્ર નો મિત્ર નો મિત્ર .. એમના બૈરા પિયર ગયા તો મારા વા`લા એ સીધી સરદાર પટેલ વિમાન પતન સ્થળથી સુવર્ણભૂમિ વિમાન પતન સ્થળની ટીકીટ લીધી અને એમના બૈરા ને એમ કીધું કે ધંધાકીય કામે અમે પુડોંગ વિમાન પતન સ્થળ જઈ રહ્યા છીએ ..!!
અમને જયારે ખબર પડી અને એ મહાબલી વીર નો અમારે ગલ્લે સાક્ષાત્કાર થયો ત્યારે અમે અહોભાવથી એમને પૂછ્યું .. હે પરમવીર તમે આવું કઈ રીતે કર્યું ? સુવર્ણભૂમિ વિમાન પતન સ્થળ ઉપર જ્યારે ઉતરીએ ત્યારે તો ત્યાં કિંગડમ ઓફ થાઈલેન્ડ નો સિક્કો પાસપોર્ટમાં વાગે અને આજકાલની તો કોઇપણ ને ખબર પડે કે બેંગકોકમાં કોઈ બાધા છૂટી કરવાનું મંદિર નથી આવેલું ..!!
પરમવીર એવા એ ઉવાચ્યા હું હમેશા પાસપોર્ટ મારી જ કસ્ટડીમાં રાખું છું હું ક્યારેય મારી પત્નીના હાથમાં મારો પાસપોર્ટ નથી જવા દેતો ..એટલે અમારે આવી સમસ્યાનો સામનો નથી થતો..!!
બોલો કેટલી હોશિયારી અને તકેદારી..અહી તો ભૂલથી પણ જો કિંગડમ ઓફ થાઈલેન્ડ નો સિક્કો વાગ્યો , તો અમારા જ ઘરમાંથી અમે ઘરની બાહર થઇ જઈએ, રઝળતા ઢોર પકડવાની ગાડીવાળો પણ ના લઇ જાય, કદાચ કુતરા પકડવાની ગાડીવાળો લઇ જાય તો લઇ જાય..!!
કયો પદક આપવો આવા મહારથી મહાવીર ને..?
પણ છે ગુજરાત એ વીરોની ભૂમિ છે, રોજ ત્રણ ચાર ફ્લાઈટ સુવર્ણભૂમિ વિમાન પતન સ્થળ જાય છે .. વિચારો તમે વિચારો..
શું થયું આંખમાં ઝળઝળિયાં આવી ગયા નહિ વિચારીને .. ખરેખર જેઠો હોય કે મેહતો આપડે બધાય એક વાડીના મૂળા ..
ઘરમાં કોઈ ના હોય અને બબીતા આવે ને ભૂલથી જેઠાનો હાથ પકડી લ્યે ..
બોલો શું થાય ..
કાનમાં તો ..
અલ્યા ના હવે શરણાઈઓ ના વાગે , તમરાં બોલી જાય અને પરસેવા છૂટી પડે અને બે મિનીટથી વધારે બબીતા જોડે જેઠો એકલો રહે ને પોતાના જ ઘરમાં , તો આખી ગોકુલધામ એક જ ગીત વગાડે .. ફૂલો ક તારો કા સબ કા કેહના હૈ..!
મારો એક `નાલાયક` ભત્રીજો છે, મારાથી દસ વર્ષ નાનો હું કોલેજમાં હતો ત્યારે જ એણે નહિ નહી તો સાત આઠ ફીયા બનાવી કાઢી છે..!!
કોઈ ચાન્સ જ ના રેહવા દે ને નાલાયક ..!
ખરેખર અમુક તો ખરા નસીબદાર હોય છે નહિ ..??
અલ્યા હોય છે હવે , તો જ રોજની ત્રણ ત્રણ ફ્લાઈટ ભરાય ને ..!!
અને હા ભાભી મને ખબર છે તમે મારો બ્લોગ વાંચો છો એટલે તમારી અને મારી વચ્ચેની વાત ..ધ્યાન રાખજો .. ખાસ ખાનગી વાત કહું છું ..
હવે છે ને ..એકલું બેંગકોક અને આમ્સટરડેમ નહિ પણ અઝરબૈજાન પણ ખુલ્યું છે આજકાલ , ત્યાં પણ કોઈ જ મંદિર નથી બાધા છોડવાનું હા .. એટલે તમારા નાલાયકનો પાસપોર્ટ જયારે પાછો આવે ને ત્યારે જો`તે રેહવું .. અઝરબૈજાન હોય ને તો પણ તલ્લાક તલ્લાક ..હા ત્યારે શું વળી ..! તમારે ક્યાં જોખમ લેવું , એચઆઈવીના જોખમો ઓછા છે નક્કામાં ક્યાંક તમે શહીદ થઇ જાવ વગર કામના..
એવું તો કઈ હોતું હશે ..!
કેમ બે બહુ ડાહ્યો થતો હતો નહિ..ચાર પેગ મારી ને શેર થતો હતો નહિ ..
લે હવે આબુ પણ જવા મળે તો કેહજે મને..!
અમારા જેવા જેઠાલાલ તમારા દોસ્તો હોય તો દુશ્મનની જરૂર ખરી ..?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા