“છેલ્લો દિવસ” ફાઈનલી એકવીસમી સદીનું “મહાન” ગુજરાતી “પિકચર” સોરી પિચ્ચર હું જોઈ આવ્યો,
મારી ભાષામાં કહું તો બહુ “અઘરું” બનાવ્યું છે બોસ ..જેને એમાં જે જોવું હોય સંભાળવું હોય એ બધ્ધું જ છે, ફૂલ ટુ એન્ટરટેઈનર..
ગાળ સાંભળવી હોય તો ગાળ પણ સંભળાય ,અને ના સાંભળવી હોય તો કોઈ બોલ્યું જ નથી તો સંભળાય કેવી રીતે..? અઠ્ઠો ગાળ થોડી છે ..? બસ આવું છે આખા પિચ્ચરમાં ..!
સામાન્ય રીતે ટોટલી કંટ્રોલમાં જીવેલો ગુજરાતી જીવડો જેણે કોલેજ જીવનમાં મોટે ભાગે તોફાન મસ્તી કર્યા નથી અને જીવનમાં બહુ બધી અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ છે એને એના કોલેજ જીવનની ,એ બધાને જોરદાર ગમે એવું પિચ્ચર..
ગુજરાતી માટીડાને તો કોલેજમાં પણ એના બાપની ઈજ્જત અને માંના આપેલા સંસ્કાર દેખાતા હોય એટલે બચારો ત્રણે ત્રણ વર્ષ બધું માપી માપીને કરે, અને બીજું મોટું ડીપ્રેશન એને રૂપિયાનું હોય , સાયકલવાળાને એમ થાય કે બાઈક હોય તો છોકરી પટે ,અને બાઈકવાળાને એમ થાય ગાડી હોય તો અને ગાડીવાળાને પછી ગાડીની એક પછી એક બ્રાંડ દેખાતી હોય..
તે છેક બુગાટી સુધી જાય અને છેવાડે કોલેજ જીવનના આખા ત્રણ વર્ષ મેરા સુંદર સપના બીત ગયા ..
આવા વીતેલા સપના કે લીમીટેડ જલસા કર્યા હોય અને એમાં જીવતા ઓછામાં ઓછા દસ હજાર માટીડા અને જગ ,કુંજા ,ડ્રમ પીપડા .લોટા પવાલા ને હું ઓળખું છું ..
મારી વાત કરું તો ગુજરાત યુનીવર્સીટીમાં મારા પપ્પાએ સોરી પિચ્ચરની ભાષા કે કોલેજના દિવસોની ભાષામાં લખું તો મારા બાપાએ મને ત્રણ વર્ષ ભણવા મોકલ્યો ગુજરાત યુનીવર્સીટીમાં ,અને આપણે એને છ વર્ષમાં કન્વર્ટ કરી નાખ્યા..
એફ વાય ફેઈલ .. એસ વાય એટી ..કેટી .. અને છેક ટીવાયમાં અક્કલ આવી ભણીશ નહિ તો સાલું કમાવા જવું પડશે,ઓ ત્તેરી મજુરી કરવાની..
એ ના ના ના ..શૈશવ એ બધુ તારા બસની વાત નથી,રસ્તો શું ..?
અરે ચલ હટ કમાવાનું તો જિંદગી આખી છે શૈશવ બ…કા.. થો…ડું હજુ ભણી લે ને તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જવાશે અને બીજ્જા મસ્ત મસ્ત બે વર્ષ કોલેજના રખડપટ્ટીના મળશે..અને ભણી નાખ્યું ..
શૈશવ પાર્ટી ઘુસી ગઈ બીજા બે વર્ષ માટે ગુજરાત યુનીવર્સીટીમાં ..
હવે જેનો કેરીયાર ચાર્ટ આવો જોરદાર હોય એ શૈશવને શું બાકી રહ્યું હોય ? મને તો ઘણું બધું ઓછું લાગ્યું આ “છેલ્લા દિવસ”માં, જો એના નિર્માતાને પાર્ટ ટુ બનાવવું હોય તો બહુ બધું બાકી છે મારી પાસે આવી જા..
લગભગ સામાન્ય રીતે થતી બધી હલકાઈ ડોકટર વોરાનો છોકરો કરી ચુક્યો છે, પણ હકીકતે કહું તો, એ કોલેજના છેલ્લા દિવસનું દર્દ હું બે વાર ભોગવી ચુક્યો છું, એકવાર બી એસ સી ની ફાઈનલ આપી એ પેહલા અને બીજી વાર એમ એસસી ની એક્ઝામ આપી એ પેહલા…
પેહલી વારના છેલ્લા દીવસના મારા શબ્દો હતા ..(બેબી, બેબી ,બેબી ) યાર ફરી આ પાર્કિંગમાં હવે આપણે નહિ બેસાય ..? (નામ ના લખાય એ બધા ના લગન થઇ ગયા અને મારા પણ થઇ ગયા છે ખોટા જતી જિંદગીએ ભવાડા નહિ કરવાના,એક તો ખાયા પિયા કુછ નહિ અને ગિલાસ ફોડા બાર આના વાળો ઘાટ થાય)
બીજી વારના છેલ્લા દિવસના શબ્દો દર્દથી ભરેલા હતા યાર નવનીત્તે હમ ફિર કભી નહિ આયેંગે યે કોલેજ મેં ..? અને માર્રી જાન એવા નવનીત નો જવાબ હતો પાગલ હો ગયા હૈ ક્યા શૈશવ તુ?
યે દેખ જો લોગ કોલેજ છોડકે ભી જો કોલેજમેં રોજ આતે ઐસે લોગો કો હમ ક્યા બુલાતે હૈ..?
મેં કીધું “લુખ્ખે”
નવનીત બોલ્યો ..તો ક્યા તેરે કો લુખ્ખા બનના હૈ ? ઇતની હરામખોરીયા તો કી હૈ બસ અબ બોહત હો ગયા ચલ નિકલ યહાં સે મુડ કે મત દેખના ..
અને યામાહા RX ૧૦૦ ને કિક વાગી સો ની સ્પીડ પકડાઈ અને જોરદાર ધુમાડા કાઢતો શૈશવ દુનિયાદારીના ધુમાડામાં ખોવાઈ ગયો ..
મારું અસ્તિત્વ ખતમ થઇ ગયું જે કોલેજના ઝાંપેથી એન્ટર થાઉં ને દોસ્તોની બુમો પડતી એ શૈશવ ..પેલી ત્યાં છે ,પેલો ત્યાં છે.. તને ફલાણો શોધે છે ..એ પગથીયા બારી દરવાજા રૂમ ..લેબ ..બેંચ બધું એક ઝાટકે અજાણ્યું અને પારકું થયું ..ફરી ક્યારેય હિમત જ નથી થઇ એ તરફ જવાની …
હા મારે મારી ગણતરી લુખ્ખમાં નોહતી કરાવવી જીવનમાં…
પિચ્ચરની એક એક મિનીટમાં હું મારી કોલેજોમાં અથડાતો રહ્યો અને બહુ બધા ચેહરા શોધતો રહ્યો , ત્રણ મિત્રો તો બાજુમાં જ બેઠા હતા પણ એવું લાગતું હતું કે આ તો બધા એ નથી..
જે કીટલીની પર ચા પીને ભાગી જતા અને રૂપિયા મારે ચુકવવા પડતા, આ તો સાલાઓ લાખો અને કરોડોમાં રમતા થઇ ગયા..
જો કે હું પણ બદલાઈ ગયો..મને અન હવે ડબલ શોટ અમેરિકાનો બ્લેક કોફી વધારે ભાવે છે..!
(બેબી, બેબી, બેબી ) ને વીસ વર્ષે જોઈએ ત્યારે એહસાસ થાય કે યાર દિવસો ગયા..? માથાની લટમાં સફેદી અને કમરનું પીપડું..
અરે ના ભાઈના નથી ગયા યાર જીમમાં ચલ શૈશવ … દિન જવાનીના ચાર દુનિયાના ચાર પુરા થયા છે ,અને પાંચમો પતવાની તૈયારી છે ..છોકરી પટાવવાનું ટેન્શન નથી ..મોજ કર ..
શૈશવ ચલ ચલ બકા આપણે તો હજી સાડા ચારથી પોણા ચારની વચ્ચે છે ચલ આજે તો સ્પ્રિન્ટ મારવા દસ મિનીટની અને ત્રણસો એબ્સ મારવા છે , એની માં ને (—-)
જો હું ગાળ નથી બોલ્યો કહી દઉં ..
ક્યાંક થ્રી ઈડિયટ્સની ઝાંખી લાગશે,અને ક્યાંક એક્ટિંગમાં ખામી ,સસ્તામાં બનાવ્યું છે એવું લાગે છે,દ્વિઅર્થી સંવાદો પણ ખરા જ,
જો કે સારી વાત એ છે કે ગુજરાતી નાટકો જોતા ક્રાઉડના પગ ગુજરાતી પિક્ચર( મુવી) જોવા થીયેટર તરફ વળ્યા છે..
જોઈ આવજો “છેલ્લો દિવસ” જો કોઈ ને બાકી રહ્યું હોય તો..!
શુભ રાત્રી
શૈશવ વોરા