ફાંસી ..તાજેરાતે હિન્દ દફા ૩૦૨ ..સાલ ૧૮૬૦ નો કાયદો
અપાવી કે નહિ ..?? બહુ ચર્ચા ચાલી યાકુબ મેમણના કેસમાં , સાથે સાથે રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસી કોર્ટે રદ્દ કરી ..!! રાજીવ ગાંધીની હત્યારણ નલીનીને પ્રિયંકા ગાંધી જેલમાં મળવા જાય અને એને માફ કરી દે છે …અહો આશ્ચર્યમ ..!!!
તુષાર ગાંધી ..મહાત્મા ગાંધીના પ્રપૌત્ર નેશનલ ટીવી પર દાવો કરે છે ,આઝાદ ભારતમાં ફાંસીની સજા રદ્દ કરવાની સૌથી પેહલી પીટીશન મારા કુટુંબે ફાઈલ કરી હતી , મારા દાદાએ મારા વડદાદાના હત્યારાને માફ કર્યો હતો , માટે અમે એ પીટીશન ફાઈલ કરી હતી..!!!! નથુરામ ગોડસેને થયેલી ફાંસીની સજા ખોટી હતી …!!! અમે નથુરામ ગોડસેને માફ કરેલા …. હે રામ …!!!
પેહલી વાત એ છે કે આ ચર્ચા જ ખોટી છે .. ભારત દેશમાં ભારત દેશનું પોતાનું સ્વતંત્ર બંધારણ અને ન્યાયતંત્ર જેવું ચોક્કસ છે ,અને એ પણ કામ કરતુ , ભલે મોડું થાય છે, પણ ન્યાય થાય છે , ત્રણ કેસ છે …નલીની ,નથુરામ ,અને યાકુબ મેમણ …
બે કેસ જોડે તો ભયંકર રાજનીતિ જોડાયેલી છે , નલીની અને બીજા રાજીવ ગાંધીના હત્યારાઓ અને યાકુબ મેમણ …
રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી આપવાથી જે કોઈ સરકાર સત્તા પર હશે એને જબજસ્ત નુકસાન તમિલનાડુમાં સહન કરવાનું આવશે , ઇન ટર્મ્સ ઓફ વોટ ….જયલલિતા અને કરુણાનિધિ બંને રાજનેતાઓમાં એક હોડ ચાલી છે , તમિલ પ્રજાના મસીહા બનવા માટેની ,બંને રાજનેતાઓ તમિલ અસ્મિતાને રાજીવ ગાંધીના હત્યારાઓની સાથે જોડવામાં સંપૂર્ણ સફળ રહ્યા છે .શું પ્રિયંકા ગાંધીએ દિલથી માફી આપી છે ..?? સાચો જવાબ તો પ્રિયંકા ગાંધી જ આપી શકે ..જવાબ તો આપી ચુક્યા છે …પણ સાચો જવાબ છે કે ખોટો એ તો એમનો અંતરઆત્મા અને ઈશ્વર જાણે મને એમના અપેક્ષા નથી…કોંગ્રેસને સાચવવાની અને જીવાડવાની છે…!!!
બીજો કેસ યાકુબ મેમણનો , બાબરી મસ્જીદ પડી અને એનો બદલો લેવાની સાજીશ રચાઈ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કર્યા , એક ફાલતું પોઈન્ટ યાકુબ મેમણના બચાવમાં મુકવામાં આવ્યો જો બાબરી મસ્જીદ તોડી પાડવામાં ના આવી હોત તો મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા જ ના હોત ..!!!
મગજ ફાટી જાય એવી વાત છે ને , પણ આપણા દોઢ ડાહ્યા સોરી દોઢ પોણાબે કે એના કરતા વધારે પડતા સેક્યુલર ગેલસપ્પાઓએ આ દલીલ મૂકી હતી યાકુબ મેમણના બચાવમાં, બીજો પોઈન્ટ એવો મુક્યો કે યાકુબ મેમણ કરતા તો એનો ભાઈ ટાઈગર મેમણ વધારે જવાબદાર છે , એને લટકાવો આને છોડી દો ..
અલ્યા શું બકવાસ છે ,શું યાકુબ મેમણ રાવણની સેનાનો વિભીષણ હતો ..?? ના …એણે પણ બોમ્બ બ્લાસ્ટમાં કરવાવામાં ઘણો મોટો રોલ ભજવ્યો હતો , કેટલો મોટો રોલ હતો એ અદાલતો એ નક્કી કર્યું છે અને એ પણ બાવીસ વર્ષમાં … ખાલી યાકુબ મેમણે આતંકવાદીઓને પાણી પીવડાવાનું કામ નોહતું કર્યું , એણે ઘણી બધી વ્યવસ્થા કરી હતી આતંકવાદીઓ માટે …!!અને છતાં પણ યાકુબ મેમણ ને જીવતો મુકવાનો ..??
હવાલો એવી વાતનો અપાય છે કે દુનિયામાં ૧૦૫ દેશોએ ફાંસીની સજાને તિલાંજલિ આપી છે ..!! અરે મુર્ખાઓ ગધેડાઓ શું એ દેશોના પાડોશી પાકિસ્તાન નથી ..!! ત્યાં આપણા જેટલા આતંકવાદી હુમલા થાય છે ..??
નાલાયકો તમને કદાચ યાદ નહિ હોય પણ મને યાદ છે.. ભય બિન પ્રીત નહિ ગુંસાઈ ..!! મોતનો ભય હોવા છત્તા આટલા હુમલા થાય છે ,અને જો આ ફાંસીની સજા કાઢી નાખવામાં આવે તો તો પછી કેટલા બધા ભૂખડીબારશ કરાંચીથી કંદહાર સુધીમાં ભરેલા પડ્યા છે, એ બધાય હોડકામાં બેસીને ભારતના કિનારે લાંગરે અને ભારતમાં ગમે ત્યાં હુમલા કરીને ભાગી જાય અથવા જો જીવતા ઝલાઈ ગયા તો એમને દિલમાં સધિયારો રહે કે અમે મરવાનાતો છીએ જ નહિ, એટલે અમને પ્લેન હાઈજેક કરી અને છોડાવનારા બેઠા જ છે… યાદ કરો કંધાર કાંડ ….
આ સાપોને જીવતા રાખવા એટલે બીજા ઘણા બધા પ્રોબ્લેમને જન્મ આપવા બરાબર છે ,મોતની બીક તો જરૂરી છે … અને ચોક્કસ સમયે એ સાપોને કુચલી નાખવા પડે ..!!
ગઈકાલે રાત્રે અઢી વાગ્યા સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પેહલી વાર સુપ્રીમ કોર્ટ ચાલી અને ,પીટીશનકર્તાને કોર્ટે ખખડાવ્યા કે જુના ચુકાદા પીટીશનની શાહી પણ સુકાતી નથી અને તમે નવી પીટીશન ફાઈલ કરો છો ..? તમે ઈચ્છો છો શું..? સુપ્રીમકોર્ટ અને રાષ્ટ્રપતિ મુરખો છે ..?? એક ના એક ગ્રાઉન્ડ ઉપર વારંવાર શા માટે નવી નવી અરજીઓ કર્યા કરો છો ..?? તમારો ઈરાદો શું છે ..??છતાં પણ સુપ્રીમ કોર્ટની બેંચે એટર્ની જનરલનો અભિપ્રાય લીધો અને રાત્રે અઢી વાગ્યે ચુકાદો આપ્યો ટુ બી હેંગ ટીલ ડેથ..!!
એક જોરદાર મોટી થપ્પડ હતી આ બધી ટીપ્પણીઓ યાકુબ મેમણને બચાવનારા નપુંસકોની ફોજના ગાલ પર….!! પણ જો એ લોકો એવું માને તો ..આ તો બધા નફફટાઈની પરાકાષ્ટા છે …!!
છેલ્લો કેસ મહાત્મા ગાંધીનો …. તુષાર ગાંધી સદંતર ખોટ્ટા …એમને કે એમના પરિવારને કોઈ હક્ક જ નથી મહાત્મા ગાંધીના હત્યારાને માફ કરવાનો કે સજા કરવાનો , મહાત્મા ગાંધી કોઈ એક પરિવારના તો ક્યારનાય મટી ગયા હતા …!! એમના શરીર નહિ એમની ચિતાની રાખના એક કણ પર એમના પરિવારનો હક્ક નથી બનતો .. કારણ એટલું જ છે એ મહાત્મા હતા , માટે એ બધા ના હતા .. એમની સરખામણી કરાવી હોય તો કૃષ્ણ કે રામ જોડે થાય …એક પરિવારમાં મહાત્મા ના બંધાય ભઈલા ,ખોટી રમતો ના રમો ..
આ બધી ખોટી ચર્ચાઓ કરી અને સુપ્રીમ કોર્ટ , રાષ્ટ્રપતિ અને ભારતની સંસદનું અપમાન કરવાનું બંધ કરો ,ફાંસીની સજા ભારતના બંધારણમાં છે એને જો રદ્દ કરાવી હોય આ કેપિટલ પનીશમેન્ટને જો તમારે બંધ કરાવવી હોય ફાંસીને તો જાવ સંસદમાં , કરો ભારતના રાષ્ટ્રપતિને કન્વીન્સ ,સુપ્રીમ કોર્ટને સમજાવો અને લો રીવ્યુ .. આ બધા ભવાડા બંધ કરો
ભારતની પોલીસ, આર્મી અને બીજી એજન્સીઓના મોરલ ડાઉન કરવાના ધંધા બંધ કરો, મોતથી મોટો ભય બીજો કોઈ નથી .. અજમલ કસાબ જેવો ખતરનાક આતંકવાદી પણ મોતની સજા સાંભળીને ઢીલો પડી ગયો હતો..આજે યાકુબ મેમણની ફાંસીથી દેશ થોડોક હાશકારો પામશે …
પણ આજે દેશ દુ:ખી છે દિલથી , ભારતનો એક સપૂત આજે રામેશ્વરમમાં અનંતકાળ માટે પોઢી જશે , અને એ રામેશ્વરમ્ની માટી ફરી પાછી માટીમાં ભળી જશે ..!!! તમે એમને મુસલમાન છે માટે …. કશું આગળ લખી અને મારે પાપમાં નથી પડવું ..
મહામાનવ હમેશા આખા દેશના હોય છે નાત,જાત,ધર્મના વાડાના બંધનોમાં નાખી અને આપણે આપણી જાતને નાની કરીએ છીએ …મહાદેવ તારા શરણમાં રાખજે એ જીવને..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા