સેમસંગે “અંધારે અંધારે” એની ફોલ્ડેબલ સીરીઝ એફ સીરીઝનો મોબાઈલ રીલીઝ કર્યો..!! દુનિયા ને દેખાડ્યો કદાચ ૨૦૧૯ ના માર્ચમાં બજારમાં આવશે..
કેટલાય વર્ષોથી ફોલ્ડેબલ મોબાઈલની વાર્તાઓ સાંભળું છું પણ હજી સુધી એકપણ મોબાઈલ ફોલ્ડેબલ બજારમાં અવેલેબલ નથી..
પણ હવે ચોક્કસ આવશે અને એ પણ નજીક ના ભવિષ્યમાં..
કેટલા રૂપિયા..? એવું ના પૂછશો લગભગ સવા લાખ રૂપિયા તો પાક્કા..!!
ઘણીવાર હું આ મોબાઈલ બનાવનારી કંપનીઓને વગર `બંધુકે` લૂટનારા લુંટારા કહું છું..
મોબાઈલની દુકાનવાળા મિત્રને મજાકમાં કહું છું ..ભાઈ કેડે બંધુક બાંધો ને તો ખબર તો પડે કે તમે લુંટારા છો..આ તો અમને ખબર પડતી નથી અને અમે લુંટાઈ જઈએ છીએ..!!
લગભગ છેલ્લા એક દસકામાં મોબાઈલમાં કેમેરા ઘાલ્યા પછી બીજી કોઈ નવી ટેકનોલોજી મોબાઈલ બનાવતી કંપનીઓ લાવી શકી નથી..
ટેકનોલોજી પાસેથી આપણને ચમત્કારની જ આશા હવે હોય છે, નવું કૈક હાથમાં લઈએ અને એમ થાય કે લાયો બાકી એની માં ને .. આવી ફીલિંગ આવે તો તો જ એ ટેકનોલોજી સકસેસ જાય છે..
પાછલા દસકામાં મોબાઈલ કેમેરામાં ઘણા ફેરફાર થયા સારામાં સારા ફોટા મોબાઈલથી પડતા થઇ ચુક્યા છે.. પેલા ૩-જીપી ફાઈલને બદલે સીધી જેપીજી ઈમેજ મળતી થઇ ગઈ અને એ પણ લગભગ ડીએસએલઆર ની ક્વોલીટી..પણ ફોટોગ્રાફીમાં ક્વોલીટી શું છે એ જ્ઞાન હજી જન જન સુધી નથી પોહાચ્યું..
પેલા `એ`સીરીઝના મોબાઈલમાં સેમસંગે એક સાથે ત્રણ કેમેરા ઘાલી અને વાઈડ એન્ગલનો ફોટોગ્રાફીની નવતર પ્રયોગ સારો કર્યો છે..અને એ મોબાઈલ બજારમાં હોટ ફેવરીટ પણ છે..
પણ નોકિયાના મોબાઈલ પછી એન્ડ્રોઇડ અને આઈઓએસ ઓપરેટીંગ સીસ્ટમે જે ક્રાંતિ આણી એવી બીજી કોઈ ક્રાંતિની હું લગભગ એક દસકાથી રાહ જોઈ રહ્યો છું..
આમ જોવા જાવ તો ઇનોવેટીવ આઈડિયા પાછલા દસકામાં ઘણા આવ્યા..પેહલા મોબાઈલ પોતે પછી કેમેરાવાળા મોબાઈલ અને પછી એન્ડ્રોઇડ અને આઈઓએસ ઓપરેટીંગ સીસ્ટમ.. ઓપરેટીંગ સીસ્ટમમાં સોફ્ટવેર પોઈન્ટ ઓફ વ્યુથી ફેરફાર ઘણા આવ્યા ,નવી નવી એપ આવી ,પણ હાર્ડવેરમાં બહુ ફેરફાર નથી આવ્યા..
હા મોબાઈલની સ્ટોરેજ અને ઇનબિલ્ટ મેમરી ,બેટરી લાઈફ ,૨ જી ,૩ જી ,૪ જી આ બધા ફેરફાર આવ્યા પણ જેમ કેમેરાને મોબાઈલ જોડે જોડ્યો, ઈમેઈલ અને બીજી બધી કામની નક્કામી વસ્તુઓ મોબાઈલ જોડે જોડી એમ બીજો કોઈ મોટો ફેરફાર નથી આવ્યો..
અને એ જ કારણસર એપલના નવા આવેલા મોડેલ એપલના ઈતિહાસમાં પેહલીવાર વેચાયા વિનાના પડ્યા રહ્યા.. કારણ એક જ હતું..
નવું કશું નોહતું..!!
કદાચ ફોલ્ડેબલ મોબાઈલ એ મોબાઈલ ની દુનિયામાં નવી ક્રાંતિ આણે એવું લાગી રહ્યું છે, અને એટલે જ પોતાની સીક્રસી મેન્ટેન કરવા માટે સેમસંગે પોતાનો પેહલો ફોલ્ડેબલ મોબાઈલ લગભગ “ઘોર અંધારા” માં જ રીલીઝ કર્યો..
નેટ ઉપર ઘણું સર્ચ કર્યું પણ ફોલ્ડેબલ મોબાઈલની બીજી કોઈ જ વધારાની ડીટેઇલ મળતી નથી ..
ફોલ્ડેબલ મોબાઈલ એટલે હાર્ડવેરની દુનિયાની ક્રાંતિ..
અત્યારે મોબાઈલમાં જે સરકીટ વપરાઈ રહી છે એને રીજીડ સરકીટ કેહવાય છે, જયારે ફોલ્ડેબલ મોબાઈલમાં ફ્લેક્સીબલ સરકીટ વપરાશે અથવા કદાચ હાઈબ્રીડ સરકીટ વપરાશે..!
ફોલ્ડેબલ મોબાઈલ એક બીજી ક્રાંતિ પણ લાવશે..ફોલ્ડેબલ ટેલીવિઝન અને ફોલ્ડેબલ કોમ્પ્યુટર ના સ્ક્રીન અને કી બોર્ડની દુનિયાના દરવાજા ખોલી નાખશે..
નેટ ઉપર સર્ચ મારીએ છીએ તો ફોલ્ડેબલ ટેલીવિઝનમાં એલજી આગળ દેખાય છે..
જો કે ફલેકસીબલ સર્કીટ બનાવવામાં જાપાન બહુ આગળ છે પછી તાઈવાન નો વારો આવે અને છેક છેલ્લે ચીન..એટલે જાપાનની ટીવી બનાવનારી કંપનીઓ છાને ખૂણે ફોલ્ડેબલ ટેલીવિઝન કે રોલેબલ ટેલીવિઝન તૈયાર કરી ને બેઠી હોય તો પણ નવાઈ નહિ..જાપલા હોશિયાર ખરા બધું નવું નવું શોધી અને ખૂણે લપાઈ ને બેઠા રહે જૂની ટેકનોલોજીનો કસ નીકળી જાય પછી જ નવી બજારમાં મુકે અને પોતાના રૂપિયા રળી લ્યે..
આપણે ખરેખર માનવજીવનના ઈતિહાસની સૌથી નસીબવાળી પેઢી છીએ..તાર ટેલીગ્રામથી લઈને સેટેલાઈટ ફોન અને મોબાઈલ હવે ફોલ્ડેબલ ..!!!
આ બધાની વચ્ચે હમણા અલ ઝઝીરા એક સરસ સ્ટોરી શોધી લાવ્યું તાઇવાનમાં એક પ્રોફેસર કાકા છે છ થી લઈને ક્યારેક પંદર મોબાઈલનો મોરપંખની જેમ પંખો બનાવી અને સાઈકલ ઉપર નીકળે છે .. પેલી આપણા દેશમાં અને દુનિયામાં લગભગ ભુલાઈ ગયેલી ગેઈમ પોકેમોન ગો રમવા..!!
જબરદસ્ત અચરજ ઉભું કર્યું છે આ દાદાજી એ દુનિયાભરમાં ,એક વાર લોકેશન કન્ફર્મ થાય કે અહીંથી પોકેમોન “પકડાય” છે પછી તાઈવાનીઝ દાદાજી લગભગ રોજ આવેએ જગ્યાએ અને એ પોકેમોન ગો વાળા દાદાજી જોડે સેલ્ફી લેવા લોકો ઉભા જ હોય ત્યાં..!!
એ તાઈવાનીઝ દાદાજીની જેમ ઈચ્છા તો મને પણ થઇ જાય.. ગઈકાલે જ હજી મારા ઉપર કોમેન્ટ એક સિંગાપોરીઅન મુઓ કરી ગયો છે..તું મોબાઈલને વધારે ટાઈમ આપે છે..
કરું શું ?
ઈમેઈલ મોબાઈલમાં,બેન્કિંગ મોબાઈલમાં,ઇવેબીલ સુધ્ધા મોબાઈલમાંથી નીકળે હવે એક ટેલી વાળો સરખું મોબાઈલ ટેલી આપી દ્યે તો પછી “નામું” પણ મોબાઈલમાં ચીતરવાનું થશે..અને ફેસબુક,વોટ્સ એપ,સ્નેપ ચેટ ,વી ચેટ આ બધું મોબાઈલમાં..!!
માણહ મોબાઈલની બહાર કેમનો નીકળે..?
અને યારો ગમે તે કહો આ દુનિયામાં સુતા જેવું સુખ નહિ ને બેઠા જેવું દુ:ખ નહિ..!
અને મોબાઈલ એ બેઠા ના દુઃખ ની દવા છે , તમે જ કહો કે આ આવડા પહાડ જેવા મોટા “બેઠા ના દખ” ની દવા કોઈથી કેમ છૂટે..
અરે વ્યસન થાય વ્યસન આવી દવાના તો..
તાઈવાનવાળા દાદા તો રીટાયર્ડ છે ..!!
એમની બજાર નવરી થઇ ગઈ છે
આપણી બજારો બે દિવસથી માંડ ખુલી છે , મારા હહરા ફેસબુકના ફોટા જોવો તો લાલ બુંદીના લાડવા જેવા અને ઓફિસમાં બેઠો જુવો તો નજીકના સ્વજનના બેસણામાં જઈ આવ્યો હોય એવા..!!
દિવાળી પછી પેમેન્ટ થાશે એવું કેહ્નારા હવે જીએસટી ભરવાના રૂપિયા શોધી રહ્યા છે..!!
આ દિવાળી પછી બોણીઓ ના ચક્કરમાંથી દેશ બાહર નથી આવતો ..એક ઝુંબેશ ઉપાડવા જેવી તો ખરી ગીફ્ટ લઈશું નહિ અને આપીશું નહિ ..
ખરેખર દિલથી કેટલા લોકો ને ગિફ્ટો આપી ? અને કેટલા લોકો ને ગીફ્ટ મળ્યાનો અને વાપર્યાનો સંતોષ છે ?
છેલ્લો સવાલ
એવી ગીફ્ટ કેટલા લોકો ને આપી કે જેમને ખરેખર એ વસ્તુની જરૂર હતી ?
સુધરવું તો જોઈએ હો
કોર્ટમાં જાઉં ? આવતીસાલ દિવાળી ગીફ્ટ અને બોણી ઉપર પ્રતિબંધ..?
સુ મોબાઈલમાં ને મોબાઈલમાં મોઢા ઘાલીને પડ્યા રહો છો હે ..?
બ્લોગ પૂરો, કામે વળગો ત્યારે..
આવી ગયા અમારા સારથી આજના સો કિલોમીટરની સફરે લઇ જવા..
શરુ કરીએ બિલેશ્વર મહાદેવથી..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા