અજબ દુનિયાની ગજબ વાતો..
ગઈકાલના પરદેસી છાપાઓ ની બધી `એપ` નોટીફીકેશન મોકલતી હતી કે એક કિલોના સ્ટાનદર્દ વજન ની વ્યાખ્યા બદલાઈ જવાની છે..!!
એક `કિલો` એ `કિલો` નહિ રહે..!!
તરત આપણી આંખો ચાર થઇ.. કેમ અલ્યા શું થયું..?
એમાં થયું છે એવું કે *એક કિલો ઉર્ફે `લં…ગ્રોન..`(ફ્રેંચ વર્ડ છે પત્નીજી પાસેથી સાચો ઉચ્ચાર શીખ્યા છીએ, બાકી દેસી જર્નાલિસ્ટ કાલે `લા ગ્રાન્ડે` કે પછી એમને ગુગલી ટ્રાન્સલેટમાં જે સંભાળશે એ જ લખવાના..) જે ફ્રાંસમાં મૂકી રાખવામાં આવ્યું હતું , જેની બનાવટ પ્લેટીનમ અને પેલેડીયમમાંથી કરવામાં આવી છે એ “૫૦ પીપીબી”(પાર્ટ પર બિલિયન ) ઓછું દેખાડે છે..!!*
લે હાય હાય..
૫૦ પીપીબી ઓછું..? બહુ કેહવાય નહિ ..?
હા..હા..હી..હી..ખી..ખી..
*પીપીબી છે ભાઈ, પીપીએમ (પાર્ટ પર મિલિયન) પણ નહિ.. આપણે તો “પીપીએમ” ને પણ નહિ ગાંઠવાવાળી પ્રજા છીએ તો આ “પીપીબી” તો બહુ દૂર પડે..!!*
પણ હવે સાયન-ઇસ્ટ (સાયન્ટીસ્ટ) કોને કીધા..?
બખેડો ઉભો થઇ ગયો..
ના ચાલે ભાઈ કૈક બીજી મેથડ શોધો આ એક કિલોના વજનને સ્ટાનદર્દ કરવાની..!!
*પેહલા એક મીટરને પણ આવી રીતે કેલીબ્રેટ કર્યો હતો, ૧/૨૯૯૭૯૨૪૫૮ s એટલે એક મીટર..!*
અઘરું પડ્યું ને ..?
કેટલા લોકો ફીઝીક્સ ભણ્યા છે ? અને ભણ્યા હોય તો યાદ કેટલા ને ?
સારું સાદી ભાષામાં અત્યારે કહી દઉં છું, પછી આગળ તો મારો પણ મેળ નથી પડવાનો..
*એક સેકંડમાં પ્રકાશ જેટલી ગતિ કરે એને એક મીટર ગણ્યો..!!*
હવે આટલું થયું એટલે જાણે મીટરપટ્ટી ની વાર્તા તો પૂરી થઇ ગઈ..
પણ કિલોગ્રામની વાર્તા અટકે છે..એમાં ડખો છે..!
એમાં તો પેહલા એમ કીધું કે એવોગેડ્રો નંબર 6.02214129(27)×1023 વાપરીએ પછી કોઈ કહે પ્લાંક નો અચળાંક 6.626176 x 10-34 joule-seconds વાપરીએ..!
(નવું નવું આવ્યું ને બધું..!!)
`એવોગેડ્રો` યાદ આવે છે..? કઈ નિશાળમાં ભણ્યા હતા ..? પ્લાંક અચળાંક ..?
કસો , મગજ કસો ..!!
હવે આમાં દલીલો થઇ કે એવોગેડ્રો વાપરવું કે પ્લાંક ..?
એવોગેડ્રો કેમેસ્ટ્રી અને પ્લાંક ફીઝીક્સ ..!!
*એટલે સમસ્યા એ આવી કે મીટરને તો બહુ કેમેસ્ટ્રી સાથે લેવાદેવા નોહતું જાણે,પણ કિલોને તો પૂરેપૂરું લેવાદેવા એટલે તમે બંનેમાંથી કોઈ એક જોડે જોડો તો બીજી ફેકલ્ટી સલવાય…!*
હવે ..
ઓ મા`ડી રે ..
બધું ય મચ્યું અને એક નવી ફોર્મ્યુલા સેટ કરી અને એ ફોર્મ્યુલામાં પ્લાંક અને એવોગેડ્રો બંને ને સેટ કર્યા..!!
હવે આ વસ્તુ કેવી રીતે થઇ એના માટે હું તમને યુટ્યુબ લીંક આપું છું..
બે વાર મેં જોઈ લીધી છે ,લોજીક સમજમાં આવ્યું છે પણ આખી ફોર્મ્યુલા યાદ નથી રેહતી..!!
મિત્રો કેહશે શૈશાવ્યા તારો જુનો પ્રોબ્લેમ છે..!! ફીઝીક્સ અને ફીઝીકલ કેમેસ્ટ્રી જોડે તારે આમેય બારમો ચન્દ્રમા હતો અને મેથ્સ જોડે તો તેરમો..!!!
બહુ જ સરસ ફોર્મ્યુલા અત્યારે સેટ થઇ ચુકી છે કદાચ એકાદ બે સદી સુધી વાંધો આવે તેમ નથી લાગતું, પણ પછી જે થાય તે..!! વિજ્ઞાન એટલે વિજ્ઞાન આજે સાચું એ કાલે ખોટું..!
પણ આ મીનીટે વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન ખુબ પજવી રહ્યો છે કે આટઆટલો સાચવીને રાખેલો `ધડો` કરવા માટે નો આ એક કિલોનાં બાટ `લં…ગ્રોન..`નું વજન ઘટ્યું કેમનું ..?
`ધડો કરવો` એ અમારા વાણીયાનો “પેટન્ટેડ” શબ્દ છે..
વાણીયો દુકાન ખોલે એ ભેગો ત્રાજવા ઉપર વીસ વીસ કિલોના બે બાટ મુકે અને ત્રાજવું કેલીબ્રેટ કરે એટલે ત્રાજવું પણ કેલીબ્રેટ થાય અને બાટ પણ ..
મારા કારખાનાના જયારે પેહલો ઈલેક્ટ્રોનિક કાંટો આવ્યો ત્યારે કનકકાકા એ મારો કાન આમળ્યો હતો ..ચીલે લીલું કરવા નીકળ્યો છે તો રોજ `ધડો` કરજે આપણે વાણીયા કેહવાઈએ, નફો તોડીને લઈએ પણ કીધા કરતા એક ગ્રામ માલ ઓછો જાય એ ના પોસાય..
આજે દરેક કારખાને પણ દરેક ઈલેક્ટ્રોનિક કાંટા ઉપર દર અઠવાડિયે એકવાર વીસ કિલોનો બાટ મુકાય છે અને કાંટાનો ધડો થાય છે.!
`લં…ગ્રોન..` ની ઘણી બધી રેપ્લિકા બની હતી અને એ દુબીયાના ઘણા બધા દેશોને આપવામાં આવી હતી અને એના ઉપરથી દરેક દેશ એક કિલોને સ્ટાનદર્દ કરતો અને બીજા એક કિલો અને એક કિલો ઉપરથી અનેક વજનીયા બનાવતો , દરેક દેશની રેપ્લિકા `ધડો` કરવા દર વર્ષે પેરીસ જતી હતી, ભારત પાસે પણ આમાંનો સચવાયેલો એક બાટ છે અને એનો નમ્બર ૫૭ મો છે..
પણ હવે એ બાટ રીટાયર્ડ થશે પેહલી જાન્યુઆરીથી ..
લગભગ ૬૦થી વધારે દેશો એ એક કિલોગ્રામની વ્યાખ્યા બદલવાની તરફેણમાં વોટ આપ્યો છે..!!
પણ હા `લં…ગ્રોન..` નું વજન કેમ ૫૦ પીપીબી ઘટ્યું એ સવાલ હજી પણ રહસ્ય જ રહ્યો છે..!!
વૈજ્ઞાનિકો પોતાની રીતે ચોક્કસ મેહનત કરશે એ કોયડો ઉકેલવાનો, પણ હું તો માનું છું કે જ્યાં કોન્ટેક્ટ હોય ત્યાં કન્ટમીનેશન થાય થાય ને થાય જ..
એટલે `લં…ગ્રોન..` ગમે તેટલો ઇનર્ટ એટ્મોસ્ફીયરમાં કેમ નાં રાખ્યો હોય એ ગમે ત્યારે કોન્ટેક્ટમાં તો આવ્યો જ હોય એટલે કન્ટામીનેટ થાય થાય ને થાય જ..!!
પણ સાલી એક કિલોની નવી થીયરી બહુ અઘરી પડી રહી છે સમજવા માટે..
આવનારા ભવિષ્યના સ્ટુડન્ટસ જોર જોર ગાળો આપવાના છે.. અમે તો પ્લાંક અને એવોગેડ્રો થી લઈને બાયોલોજીમાં પેલા વટાણાવાળા મેન્ડેલીન ને ભરપુર ગાળો આપતા..અને અત્યારે અમારા છોકરા આપે છે..!!!
એ જ રીતે આપણે તો પેલા નીલ બોહર સાહેબને પણ બહુ જોખાવી છે,અને ગુજરાત યુનીવર્સીટીના માસ્તરોને (પ્રોફેસર ના કેહવાય એમને ,કોઈ લેવલ જ નોહતું ..ક્યારેક અમે એમને શીખવાડતા એવા ઘાટ થતા..) પણ એટલી જ ગાળો આપી છે..!!
જો કે ફીઝીક્સ પોતે સમજવું જ અઘરું છે, અને જ્યાં સુધી ફીઝીક્સને રીયલ લાઈફ સાથે કોઓર્ડીનેટ નાં કરવામાં આવે ત્યાં સુધી બધું જ નક્કામું છે ,એકલા કાગળિયાં ઉપર ના તર્કથી ફીઝીક્સ બધાને પલ્લે ના પડે..!
મોટેભાગે દસમાં ધોરણથી લઈને બારમાં ધોરણ સુધીમાં ફીઝીક્સમાં આજે પણ ચાલીસેક ફોર્મ્યુલા આવે છે અને એ બધી કેમ ડીરાઈવ થઇ અને એની એપ્લીકેશન ક્યા એ સેટ કરતા જ છોકરું હાંફી જાય છે..!!
પેલું ઘનતા બરાબર દળ છેદમાં કદ ..અંગ્રેજીમાં કહીએ તો ડેન્સીટી ઈઝ ઇકવલ ટુ વેઇટ બાય વોલ્યુમ.. બહુ સાદી વાત છે આ ફોર્મ્યુલાથી આર્કિમીડીઝએ યુરેકા યુરેકા કરીને જેમ મુગટમાં રહેલા સોના ચાંદી છુટા પાડ્યા એમ આપણે પણ એના દાખલા ગણવાના આવે ત્યારે મારા જેવો એમ જ કહે ..બે યાર સુ મુસીબત છે આ ..એ આર્કિમીડીઝ હતા ..એ ન્યુટન હતા ..એ આઇન્સ્ટાઇન હતા..!! હું બિચારો પામર જીવડો.. મારે તો આ ત્રણ વત્તા મેન્ડેલીન વત્તા ડાર્વિન પછી લેન્ગવેજ વત્તા સમાજશાસ્ત્ર ..
અ ર ર ર
મમ્મી ..ઓ મમ્મી, મારા જેવા નાના અમથા જીવે એવા તે શા પાપ કર્યા છે કે આ બધાય ભેગા થઇને મારે જ માથે પડ્યા..!
બહુ વર્ષો ગાળો આપી છે આ બધા ને.. કારણ એક જ હતું કે દુનિયાનું દરેક જ્ઞાન ચોપડીમાં જ રેહતું પ્રેક્ટીકલ લાઈફ જોડે પનારા ખુબ ઓછા હતા.. એપોલો ચન્દ્ર પર ગયું અને એના ફોટા જ જોયા , ટીવી અને ઈન્ટરનેટ આવ્યા પછીની દુનિયા બદલાઈ ગઈ છે..
એક સાઈટ છે ખાન એકેડેમી ડોટ કોમ આઠમાં થી લઈને બારમાં સુધીના છોકરાંવ ને બહુ કામ લાગે તેમ છે..બચારાં બાળુડાઓ ને અંધારે તીર નહિ મારવા પડે ..
હું ફરીવાર લીંક શેર કરું છું એક કિલોના બાટની.. તમે જોઈ લેજો અને સાંધો ના મળે તો મને નહિ કોઈ ફીઝીક્સવાળા ને પકડજો, આપડે તો કેમેસ્ટ્રી અને સંગીત હો બસ બે બહુ છે..!!
અને એનાથી વધી ને ગામપંચાત..!!
ત્યારે શું હે વળી ૫૦ પીપીબી વજન ઘટ્યું તે એમાં કઈ આખું જગત માથે લેવાય ? એનાથી કૈક વધારે તો અમે ભરપેટ જમીએ અને કાયમ ચૂરણની એક ફાંકી મારીએ એટલે ઈંસ્ટન્ટ ઈફેક્ટ..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
ફરીવાર લીંક…