ગૌ હત્યા અને ગૌ માંસ પર મોટી બાબલો ચાલી છે યુપીમાં .. થોડાક સમય પેહલા મેં એક બ્લોગ લખ્યો હતો ગાય દૂધ અને હોર્મોન પર ..પણ આજે કઈક જુદી ફીલીગ છે .. અખલાફની હત્યા .. અને બધા વિવાદો જોઇને એવું ફિલ થાય છે કે હજી આપણે મુઘલ સલ્તનતમાં છીએ ,એક સવાલ મનમાં ચોક્કસ થાય કયાયુગમાં જીવીએ છીએ ..?
શા માટે છે આ બધી બબાલ..? કોણ કરે છે કે કોણ કરાવે છે..? આશય શું છે ?ખાલી યુપી બિહાર ની ચુંટણી જીતવાનો કારસો છે અને એમાં રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ સુધીના બધા આ ચાલમાં ભરાઈ જાય છે ..?
અત્યારે તો લાલુપ્રસાદ જેવા ચતુર સુજાણ પણ ફીટ થઇ ગયા પાછળથી અને ફેરવી તોળ્યું કે મારામાં શેતાન આવી ગયો હતો એટલે હું બોલી ગયો ,અને પેહલી વાર ઓવેસી અને શાહી ઈમામે કોઈ સેન્સ વાળી વાત કરી ,
પણ આઝમખાનએ કાયમની જેમ નોનસેન્સ વાતો કરી ,આઝમખાનને યુપી ના પ્રોબ્લેમને લઈને યુ એન માં જવું છે .. અલ્યા ઠેર ઠેર તમારે કાશ્મીર જ ઉભા કરવા છે ? કેવા રાજનેતા મળ્યા છે દેશ ને..!!!
ઓવેસી એ અને શાહી ઈમામ એ આઝમખાન સાથેનો હિસાબ બરાબર કરવા માટે દેશભક્તિ દેખાડી ..! ભલે એમ તો એમ દેશભક્તિ દેખાડી તો ખરી ..!!!
ગૌ હત્યા એ યુપી અને બિહારમાં પેહલેથી જ બહુ સેન્સીટીવ મામલો રહ્યો છે ઈતિહાસમાં જઈએ તો બ્રિટીશ સલ્તનત નો પાયો પેહલીવાર આ જ મુદ્દે હાલ્યો હતો , મંગલ પાંડે, ગાયની ચરબી વાળી કારતૂસ અને પરિણામ ૧૮૫૭નો બળવો વિપ્લવ રાણી વિક્ટોરિયા પણ બેઠા થઇ ગયા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી શાસન લઇને બ્રિટીશ તાજમાં ભેળવ્યું …
મને પોતાને આજે પણ કેએફસીમાં ખાવા જવું નથી ગમતું ખરેખર તો ક્યારેય હું કેએફસીમાં ગયો જ નથી , હિન્દુસ્તાન હોય કે બહાર ,ગૌ માંસ માટે પેહલેથી જ એક એલર્જી છે , એટલે સામે બેસી ને કોઈ બીફ ખાતો હોય એ સહનના થાય , માછલા અને બકરા કે મરઘા ખાતો હોય તો મુઓ ખાતો ,પણ બીફ ખાય એ તો મને ના ગમે ..
શરુ શરુમાં તો નોનવેજ કોઈ ખાતો હોય તો તેની નજીક પણ નોહતો જતો પણ જેમ જેમ હિન્દુસ્તાનની બહાર વધારે વાર જવાનું થયું પછી નાક ના ટેરવા ચડાવવાનું ઓછું થયું ..
બેક તું પોઈન્ટ યુપી બિહાર માં અત્યારે જે ચાલ્યું છે એ તો એવું લાગે છે કે સંપૂર્ણ રીતે હિંદુ મતો ના ધ્રુવીકરણ માટે થઇ રહ્યું છે , મહાભારતનો નિયમ સંઘ પરિવાર કે ભાજપ એ લગાડ્યો , યુપી બિહાર જીતવા માટે જે કઈ કરવું પડે તે કરો સાચું ખોટું અસત્ય સત્ય કે અર્ધ સત્ય બધાનો સહારો લો પણ કુરુસેનાનો નાશ કરો..
બિહાર અને યુપી માંથી યાદવ રાજ હટાવો અને રાજ્યસભામાં બહુમતી લો ,પણ બસ કોઈ ને છોડવું નથી એટલે લૂલી કાબુમાં રેહતી નથી ,અને અફવા ના દોર ચાલ્યા કરે છે અને એક પછી એક નાના નાના કસ્બા હિંસાની આગમાં ઝોકાતા જાય છે..
લગભગ યુપી બિહાર આ ની આજ પરિસ્થિતિ રહી તો એ બંને હાથમાં જ છે, પણ એવું લાગે છે કિમત ઘણી મોટી આપવી પડશે , કેટલા બધા જીવની બલી ચડશે..! મૂંગા અને બોલતા …!!
થોડી ગૌ વંશની વાત કરું છું કોઈ વાત રીપીટ લાગે તો માફ કરજો હું ગૌ હત્યાનો સમર્થક નથી પણ આજકાલ જે રસ્તે રખડતી ગૌ છે જે મરવાના વાંકે જીવે છે એના માટે તો કસાઈ વાડો જ બરાબર જગ્યા છે , હું ક્વોલીટી લાઈફમાં માનું છું લાંબી જીંદગીમાં નહિ .
અત્યારની પરસ્થિતિમાં લગભગ બધી જ ગાયો હોર્મોન ના ઇન્જેક્શન ખાય છે અને બિચારી વધારે દૂધ આપવા માટે મજબુર થાય છે , આ એક બહુ ભયાનક હકીકત છે જેનો સ્વીકાર હિંદુ સમાજે કરવો રહ્યો ,
બીજો મુદ્દો એવો છે કે વસુકી ગયેલી ગાયો માટેની પાંજરાપોળો ક્યાં છે ? એક અંદાજ પ્રમાણે ૩૦ ટકા ગાયો કે ગૌવંશ (જેમાં ભેંસ પણ આવી જાય )વસૂકી ગઈ છે ભારતમાં .. અને ઓછામાં ઓછો દસ કરોડથી વધુ ગૌવંશ આ ભારત દેશમાં છે , આ આંકડો અમેરિકન પ્રમુખ બરાક ઓબામા એ આપ્યો છે ,મારો નથી ..!
એક પર્યાવરણ ની મહાસભામાં એમણે એવું કીધું કે ગ્લોબલ વોર્મિંગનું મોટું કારણ ભારત દેશમાં રહેલો ગૌવંશ છે , કેવી રીતે પૂછવું છે ને ..? આપું જવાબ આપણી ગાયો અને ભેંસો જે ચારો ખાય છે અને પછી પૂંછડી ઉપડ્યા વિના જે ગેસ છોડે છે( અસભ્ય ભાષામાં એને પાદવું કેહવાય ) ,એ ગેસ નું નામ મીથેન છે ..
બોલો ઉલટા ચોર કોટવાળ કો ડાટે દુનિયા નું ૩૬% પેટ્રોલ ડીઝલ પી જતા દેશના પ્રમુખને ગ્લોબલ વોર્મિંગ માટે ભારત દેશની ગાયો ભેંસો કારણભૂત લાગી …!! આપણી ગયો ભેંસો મીથેન કાઢે અને તમારી ગાડીઓ તો જાણે ઓઝોન એમના પીછાવડામાંથી કાઢે છે ..!!
લોજીક એવું હતું કે આ લગભગ દસ કરોડ માંથી વસૂકી ગયેલી ગયો ને …. આવે તો ત્રીસ ટકા મીથેન ઓછો પેદા થાય થાય અને ભારત માં એટલું વધારે ઉદ્યોગોને તમે પોલ્યુશન કરવા દો તો વાંધો ના આવે …!! કાર્બન ક્રેડીટ વધે
હવે આ લગભગ ત્રણ કરોડ વસૂકી ગયેલી ગાયો કે ભેંસોનું શું ? એવું ક્યાંક વાંચ્યું છે વસૂકી ગયેલી ગાયની સેવા એ મોક્ષ દાયક છે, પણ ભાઈ આ કલિયુગમા સગી માં ની સેવા કરવામા તો લોકો ને ગભરામણ થાય છે તો પછી વસૂકી ગયેલી ગાયોની વાત ક્યાં કરવાની ..?
સવાલો ઘણા છે .. કોણ ગયો ને કસાઈ વાડે મોકલે છે ? બસો પાંચસો કે લાખ બે લાખ રૂપિયા આપી ને છૂટી જવાય અને ગૌ સેવાનું પુણ્ય કમાવી જવાય ? બળદોને હવે ખેતીમાં ઉપયોગમાં નથી લેવાતા તો પછી શા માટે જેટલી ગાયો રખડે છે એટલા બળદો કે આખલા નથી જોવા મળતા ? એ બધા ક્યાં ગયા ? શું પુરુષ સ્વરૂપમાં જન્મેલો ગૌવંશ ને એનો માલિક જ કસાઈવાડે નાખે છે ?
વિચારજો …પેહલી રોટલી ગાયની બનાવી અને રોડ પર બેઠેલી ગાયને સેહજ ગાડી અડાડીને ખસેડવી પડે છે , પાપ પુણ્ય ની વ્યાખ્યા બદલવાનો સમય આવ્યો છે ?
આજે રસ્તે રખડતી ગાયમાં તેત્રીસ કરોડ દેવતા નો વાસ ખરેખર છે ? એનું ગૌ મૂત્ર એટલું પવિત્ર છે ? એનું દૂધ અમૃત છે ? આજે સવાલો પર સવાલો નાખું છું જવાબ તમારી રીતે શોધજો જો મળે તો ચોક્કસ મને મોકલજો …
શુભ રાત્રી
શૈશવ વોરા