ઉતરાયણ ઉપર માઉન્ટ આબુ અને ઉદયપુરની હોટેલો કમ્પ્લીટલી પેક…!!
ખરું કેહવાય નહિ ..?
પેલો બિચારો એનઆરઆઈ કેટલા શનિરવિ વૈતરાં કરીને મહાપરાણે રજાઓ ભેગી કરી અને ક્રિસમસથી છેક ઉતરાયણ સુધી ખેંચી પાડે,
ના યાર આ`યો છું તે ઉતરાણ તો કરીને જ જવા નો ..!!
અને અહીવાળો મારો બેટો શનિ-રવિ અને સોમ ત્રણ દિવસની ભેગી રજા દેખાઈ કે પોહચી ગયો આબુ ને ઉદયપુર દારુ ઢેંચવા..
પણ સાલું છેલ્લા એક દસકાથી ધાબે પીવાના ચલણ બહુ વધી ગયા હતા, પીધા પછી જ ચડાવવાની મજા આવે એવો એક વણલખ્યો ધારો થઇ ગયો હતો,અને એટલે જ આ વખતે કૈક વધારે પડતી “ટાઈટ” પોઝીશનએ પતંગની બદલે પી`વાને આગળ કરી નાખ્યું..
બિચારો પતંગ હારી ગયો અને દારુ જીતી ગયો..!!
એક પી`ધા પછી પતંગ ચડાવવાવાળા ને આપડે સળી કરી હતી કે અલ્યા ઉતરાણમાં કેમ પીવું પડે છે..?
સામે ખમખ્માઈ ને આવી.. ભઈ અમે કઈ તારી જેમ રોજ જીમમાં તો જતા નથી કે હાથ પગ ચાલુને ચાલુ રહ્યા હોય,અમારે એક ઉતરાણને બીજી વાસી ઉતરાણ વર્ષમાં બે દિવસ પતંગ ચડાવવાના હોય, અને ઉતરાણને દિવસે જ “હવા” હોય નહિ, અડધો કલાક ઠમકા મારીએ પછી તો બાવડા ઝલાઈ જાય..પેલું કલાકે કલાકે ગળાની નીચે જતું જાય તો દુ:ખાવો ના થાય અને પતંગો ચડતી રહે…!!
પતંગ અને પીવા વચ્ચે નો સબંધ પ્રસ્થાપિત કરીને પાર્ટી એ આપણને આપી દીધો..!!
આખો પ્રમેય સાબિત થઇ ગયો પછી હવે આગળ શું લખવાનું..??
દસમાંથી દ્સ માર્ક આપવા જ પડે..!!!
પણ એક સવાલ તો થાય છે કે આજકાલનાં છોકરાવ થી લઈને મોટા દરેકે દરેક જણ લગભગ બે દિવસના બે કોડીથી વધારે પતંગ ચડાવી શકતા નથી, અને એક જમાનામાં દસ દસ કોડી પતંગો અમદાવાદીઓને ઓછા પડતા..
તાકાત કેમ ઘટી ગઈ ..?
એ જમાનામાં તો દારૂ એ ખરેખર સામાજિક બદી કેહવાતી અને બહુ જ ઓછા લોકો દારુ પી`તા, અને ઉતરાયણ જેવા તેહવાર ઉપર તો જે પી`તા એ પણ પીવાનું એવોઈડ કરીને “સાદા”માં ફરતા..
લગભગ નેવું ના દાયકા પછી અમદાવાદમાં ધાબે પીવાનું ચલણ શરુ થયું અને એકવીસમી સદીમાં તો દર બીજા,ત્રીજા કે ચોથા ધાબે બાટલી આવી ગઈ..!!
આજે પણ પીનારા એ તો છાને ખૂણે ઠપકારી જ લીધું છે અને સાંજ પડ્યે હોટેલોમાંથી પાર્સલ મંગાવીને ઘેર ચુપચાપ સુમડીમાં સમાપન કારી લીધું છે.. પણ હા બે ત્રણ વર્ષ પેહલા ધાબે જ બીયરોની બાટલીઓ આમતેમ રખડતી એવું આજે નથી..!!
મને ઉતરાયણના દિવસે ધાબે દારૂ પીવાય એનો સખ્ખત અણગમો છે..!
હા ગુજરાતની દંભી દારૂબંધી નો પણ હું વિરોધી છું, પણ જો ગુજરાતમાં દારૂબંધી ના હોય તો પણ હું ઈચ્છું કે ઉતરાયણના બે દિવસ ડ્રાય ડે હોવા જોઈએ..
કારણ એટલું જ છે કે ઉતરાયણ આમ જોવા જાવ તો સૌથી સસ્તો અને છતાં પણ સૌથી વધારે મજા આપનારો તેહવાર છે..
અમદાવાદ આખું એકબીજાના ધાબે ભેગું થાય છે નાનો ,મોટો, ગરીબ ,તવંગર કોઈ જ ભેદભાવ નથી રેહતો આ બે દિવસ ,અને નાસ્તા-પાણી જેમાં બોર,ચીકી, શેરડી, ઊંધિયા, જલેબી જેવી બિલકુલ સામાન્ય માણસને પણ પોસાય એવી ચીજ વસ્તુઓનો વપરાશ થાય છે અને લગભગ આખું ગુજરાત બે દિવસ આંનદ લ્યે છે તો પછી આવા સરસ મજાના આનંદના દૂધપાકમાં દારૂ નું ટીપું ક્યાં પાડવું ?
છેલ્લા થોડાક સમયથી ચાયનીઝ તુક્કલો ઉપર સારી એવી તડી બોલાવાઈ છે અને બે ત્રણ વર્ષથી સરકાર તાકાત મારી રહી હતી કે કોઈપણ સંજોગોમાં ચાઇનીઝ તુક્કલો ના ચડવી જોઈએ..
કોન્ગ્રેચ્યુલેશન્સ..!!!!
સરકારશ્રી જીતી ગઈ આજે..!!!
કતલની રાતે ક્યાંય ચાયનીઝ તુક્કલ તો ના મળી પણ મારા જેવા જે ટ્રેડીશનલ તુક્કલ ચડવાનારા છે એમને પેલા ફાનસવાળા તુક્કલો પણ બજારમાં શોધતા દમ નીકળી ગયા..!!
સુકા ભેગું લીલું પણ બાળી મુક્યું..
ત્રણ વર્ષ પેહલા લગભગ ચાલીસેક તુક્કલ મે અને મારા મિત્રોએ ચડાવી હતી એક જ પતંગ ઉપર, અને આ વખતે પચાસ નો ટાર્ગેટ મુક્યો હતો અને એના માટે સ્પેશિઅલ ચાર તવા નો લગભગ પાંચ ફૂટ બાય પાંચ ફૂટનો પંજો જમાલપુરથી ત્રણ દિવસ પેહલા રીક્ષાના માથે બાંધી અને લઈને આવ્યા હતા પણ પચાસ તુક્કલો જ હાથમાં નાં આવી..!!
જેટલા મળ્યા બધાને કહી રાખ્યું છે અલ્યા તને મળે તો લઇ લેજે ..
જૂની વીસેક પડી છે, પણ એક સામાજિક કારણે આજે મેળ નથી પડ્યો, જોઈએ હવે કાલે કેમનો ખેલ ગોઠવાય છે..!!
લાગે છે કે નવરાત્રીમાં જેમ રાતના બાર વાગ્યા પછી પ્રતિબંધ આવી ગયો છે તેમ ધીમે ધીમે ઉતરાયણ પર પણ કૈક બીજો પ્રતિબંધ આવશે ખરો..
પતંગ ઉપર જીએસટી તો લાગી ગયો..!!
પણ જે થાય તે હવે સહન કર્યે જ છૂટકો..કારણ શું તો કહે પ્રજાને જ રસ રહ્યો નથી, અને પેહલા તો આપણને એવું હતું કે કોંગ્રેસ છે એટલે એ તો તુંષ્ટિકરણ કરે જ , પણ હવે તો ઘરમાંથી જ તુંષ્ટિકરણ થાય છે,અને કોંગ્રેસ હતી ત્યારે તંત્ર આંખ આડા કાન કરી લેતું કાયદો ભલે ને રહ્યો..
પણ હવે તો આપણું રાજ છે એટલે એકદમ કડક રહીને કાયદાના પાલન થાય છે..
ઉતરાયણ નો અતુટ હિસ્સો એવો પરંપરાગત તુક્કલો આ વર્ષે બજારમાંથી ગાયબ થઇ..!!!
કોઈકે સાચું જ કહ્યું છે કે હિંદુ ને હમેશા હિંદુ એ જ પીડ્યો છે…!!
સ્વપીડન નો માસ્ટર એવો હિંદુ બીજાને પીડા આપવાનું વિચારી જ નથી શકતો, પણ સ્વપીડન કરવામાં પાછુ વાળીને પણ નથી જોતો…!!
નવરાત્રીના બાર વાગ્યે ભૂંગળા બંધ કરાવનારાને ત્રણસો ને પાંસઠ દિવસ પરોઢે વાગતા ભૂંગળા નથી સંભળાતા..!
ના ના..બરાબર છે..આ દિવસ આખો તો પતંગો ઉડાડવા દીધા તમને વળી પછી રાત્રે શું છે..?
છાનામાના ઘર ભેગીના થઈ ને ઊંઘી જાવ..!!
હોળી પાછળ જ છે, એક એરિયામાં એક જ હોળી પ્રગટાવો અને ખાલી એક બીજાને ચાંદલા જ કરવાના બીજી કોઈ મગજમારી નહિ..
અને હા હવે આ લગનોમાં જાન જોડીને શેના નીકળો છો ગધડીનાઓ રસ્તા તમારા બાપ ના છે ??
બંધ કરો બધું ..
ઝીલ્લે ઇલાહી કી ખિદમત મેં હમારા સલામ કબુલ હો
કલ ફજર મેં પતંગા ચડાવેંગે બાવા..
સૈસુદ્દીન વોહરા