
છેવટે કાશ્મીર ની સરકાર ગઈ..
“ભગતડા” ઘેલા ઘેલા થઇ ગયા,અને “દુશ્મનો” મેણાંટોણાં મારવામાં બીઝી થઇ ગયા..
ટીવી ચેનલ્સ ઉપર હવે શું એની ચર્ચાઓ એ જોર પકડ્યું ,
દુશ્મન ચેનલો એ પણ માની લીધું છે કે પરિસ્થિતિ ગંભીર છે અને વધારે વણસે એ પેહલા “કૈક” કરવું જરૂરી છે, ખોળે બેઠેલા મીડિયા એ નકરી વાહવાહી કરી..
પણ બધા જ એક વાત ઉપર આવી ને કન્ફર્મ થાય છે કે દરરોજ એક જવાન સેનાનો મરે એ તો ના ચાલે અને આતંકવાદ ને મરણતોલ ફટકો મારવો જરૂરી છે..આ વાત ઉપર આખો દેશ એકમત છે..
બીજી તરફ રમજાનના મહિના નો એક તરફી ઘેલહાગરા થઈને કરેલો સીઝ ફાયર સખ્ખત મોંઘો પડી રહ્યો છે,
કદાચ સીઝફાયર કરતી વખતે જ કહી દીધું હશે કે આ છેલ્લી વાર પછી અમે તૂટી પડીશું ..
કેવી આપણને પણ આશા થઇ જાય છે કે “કૈક” તો હવે નક્કી…
આખો દેશ કાશ્મીરના ઉકેલ માટે ચાતક નજરે રાહ જોતો બેઠો છે..
સિત્તેર વર્ષમાં ઘણા બધા પ્રયત્નો થયા છે પણ ઉકેલ મળતો નથી, ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ કાશ્મીર સમસ્યા જૈસે થે રહી છે..
મને પાકિસ્તાની મૂળના વિચારક તારક ફત્તાહ ની એક વાત યાદ આવે છે..
એમણે કહ્યું હતું કે “આપ પાકિસ્તાન કો કભી ખત્મ નહિ કર સકતે ક્યોં કી વહાં કી ઔરતે બહોત હી સ્ટ્રોંગ હૈ “
એકદમ સાચી વાત છે ,
જે દેશ કે પ્રદેશની સ્ત્રી મજબુત હોય અને શાસનની સામે પાડે છે એ દેશ કે પ્રદેશને જીતવો લગભગ અશક્ય થઇ જાય છે, અને જો જીતી ગયા તો એને ટકાવવો અઘરો પડે છે..
જીજા બાઈ વિના શિવાજી ના હોય અને જયવંતાબાઈ વિના રાણા પ્રતાપ..!!
કાશ્મીરમાં પણ કાશ્મીરી સ્ત્રીઓ એ દર્દને એમના જીવનનો ભાગ ગણી લીધો છે ,લગભગ એક ઘરમાંથી એક જણ મર્યો છે છેલ્લા સિત્તેર વર્ષમાં અને એ મોતના માતમને કાશ્મીરી સ્ત્રીઓ પેઢી દર પેઢી આગળ વધારી રહી છે..
હિન્દુસ્તાનના સંપૂર્ણ ઇસ્લામીકરણ ના થવા પાછળનું કારણ હિન્દુસ્તાનની સ્ત્રી જ છે..
અને આંશિક ઇસ્લામીકરણ થવા પાછળ પણ હિન્દુસ્તાની સ્ત્રી જ છે..
ગાંધીજી કહે છે ગઈકાલનો કાયર હિંદુ આજ નો મુસલમાન છે અને આજ નો કાયર હિંદુ આવતીકાલ નો મુસલમાન છે..
સવાલ ત્યાં આવે કે હિંદુ કાયર કેમ થયો..?
ઇસ્લામિક આક્રમણખોરો એ તારક ફત્તાહવાળું લોજીક હજાર બારસો વર્ષ પેહલા સમજી લીધું હતું અને માટે જ લગભગ ઇસ્લામિક આક્રમણકારો એ હિંદુ સ્ત્રીને ટાર્ગેટ કરી હતી..
દરેક લગભગ ઇસ્લામિક આક્રમણખોરે હિંદુ સ્ત્રીને જ પ્રતાડિત કરી પત્ની કે ઉપપત્ની બનાવી ને..
પુરુષને તો એક ઝાટકે વધેરી નાખવામાં આવતો ..પણ સ્ત્રીને તો બધી જ રીતે પરેશાન કરવામાં આવતી..તાડનથી થાકી અને વધુ જિજીવિષા વાળી જનાનખાનામાં આવેલી હિંદુ સ્ત્રીને હમેશા કફન દફન જ મળતા ક્યારેય ચિતાની પાવન અગ્નિ એના નસીબના નાં રહી..
જયારે સામે પક્ષે સુલતાન કે બાદશાહના જનાનખાનામાં નહિ જવા ઈચ્છતી સ્ત્રીઓ જૌહર કરતી.. અને હિંદુ વસ્તીનો એક મોટોભાગ જે તે જગ્યાએથી પલાયન કરી જતો..
જૌહર કરતી સ્ત્રીઓ નો કેસરિયા કરવા જતો નરબંકો રાજપૂત જાણતો હતો કે જેવો મેં ભગવો ધર્યો એની બીજી મીનીટે રાજપુતાણી ભડભડ કરતી ચિતામાં જતી રેહશે અને પછી એક એક નરબંકા હજાર ને ભારે પડતા..
એ નરબંકાની તલવારમાં એની રાજપુતાણી ની ચિતાની આગ લડતી અને હજાર હજારો ને મારતી..
એક જબરજસ્ત માઈન્ડ ગેઈમ હતી ઇસ્લામિક આક્રમણખોરોની..હિન્દુસ્તાનની હિંદુ સ્ત્રીઓ સાથેની…
બહુ બધી જગ્યા એ આક્રમણખોરો હિંદુ સ્ત્રીને નાથવામાં અને પરાસ્ત કરવામાં સફળ પણ રહ્યા.. અને આ રમત હજી એશીના દાયકામાં પણ મેં મારી સગ્ગી આંખે જયારે અમે સીટી એરિયામાં રેહતા ત્યારે જોયેલી છે..દસ દસ વર્ષના ટેણીયા રસ્તે જતી હિંદુ છોકરીઓને કેહતા કે “માલ” હૈ તું તો મેરા , લવ જેહાદની વાત સાવ ખોટી નથી..
દુનિયાનો કોઈપણ પુરુષ બીજા કોઈપણ સમાજ સામે ફક્ત ત્યાં સુધી જ લડી શકે જ્યાં સુધી એને ભરોસો છે કે એના ઘેર એના બૈરી છોકરા સલામત છે..
જૌહર એ પુરુષની આ નબળાઈ નો ઈલાજ હતો ..તું મન મૂકી ને લડ તારે ઘેર કોઈ જ રાહ જોનારું નથી..
“જય સેક્યુલર દેવતા” બોલતા લોકોને કદાચ હજમ નહિ થાય પણ હકીકત નો સ્વીકાર તો કરવો જ રહ્યો..
કોઈપણ યુદ્ધમાં “સેક્યુલર દેવ કી જય” બોલી ને યુદ્ધ થતા જ નથી ..ત્યાં હર હર મહાદેવ નો નારો જ આવે છે..અને એ હર હર મહાદેવની બુમ ત્યારે જ નીકળે કે જયારે ઘેરથી રણમેદાને જતા યોધ્ધા ને ઘરની સ્ત્રીએ રક્તના તિલક કર્યા હોય..
સો વાતની એક જ વાત ગમે તેટલા આતંકીઓને મારીશું પણ કાયમી સમાધાન જોઈતું હોય તો એકલા પુરુષો કન્વીન્સ કર્યે નહિ ચાલે વાતચીતમાં કાશ્મીરી સ્ત્રી સમાજને પણ જોડવો પડશે..
હા .. જે રીત ઇસ્લામિક આક્રમણખોરો એ વાપરી એ રીત હવે વાપરવી અશક્ય છે અને માટે જ કોઈ બીજો રસ્તો ખોલવો રહ્યો..
આજના ગુજરાતમાં કોમી રમખાણ ના થવા પાછળ પણ બંને કોમની સ્ત્રી શક્તિ જ છે , આજ ની ગુજરાતી સ્ત્રી, મુસ્લિમ કે હિંદુ પોતાના દીકરાના હાથમાં લેપટોપ જોવા જ ઈચ્છે છે અને એનું રીઝલ્ટ આપણી સામે છે..
ચરિત્ર નિર્માણ અને વ્યક્તિ નિર્માણ કરી કરી ને સંસ્કારોના ડોઝ ઘણા પીવડાવી દેવાયા છે એટલે ઇસ્લામિક આક્રમણખોરો ની બર્બરતા આપણે કાશ્મીરમાં વાપરી એ એવો વિચાર પણ શક્ય નથી..
અનેક બંધનો માં રહેલી કાશ્મીરી સ્ત્રી શક્તિને બહાર લાવી અને ભારતવર્ષના બીજા રાજ્યો સાથે જોડવી જ રહી ..
આખા ભારતીય ઉપમહાદ્વીપનો પુરુષ પેહલા દીકરો, પછી ભાઈ, પતિ અને છેલ્લે મૃત્યુ વખતે પિતાના સ્વરૂપમાં જ હોય છે..
આ ક્રમમાંથી છટકી ગયેલા પુત્ર રૂપમાં જીવન વ્યતીત કરે છે, પણ કન્ટ્રોલ તો સ્ત્રી જ કરે છે..
કડક અને કડવી લશ્કરી કાર્યવાહી કરતા પેહલા એક છેલ્લો પ્રયત્ન વિષ્ટિ નો દેશભરના સ્ત્રી સંગઠનોને ત્યાની સ્ત્રી શક્તિ સાથેના સંવાદ કરાવી જોઈ ને કરવા જેવો ખરો..
શરૂઆત હસ્તકલાથી થઇ શકે છે..ખાદી રાણી વિક્ટોરિયા ભગાડી શકતી હોય તો ..
બીજા ઘણા મોરચા અને વિકલ્પો ચોક્કસ કામ કરતા હતા ત્યારે ,પણ ખાદી ને છેક કોરાણે મૂકી અને ભૂલીના શકાય..
યુફોરીયામાં આવી ગયેલા મીડિયા અત્યારે તો તોડી નાખશે તબલા અને ફોડી નાખશે પેટી એમ ગરજી રહ્યા છે, પણ છેલ્લા ચાર દસકામાં ગમે તે સરકાર હોય કાશ્મીરમાં જેટલું ગાજ્યા એટલું કોઈ વરસ્યા નથી માટે જ કોઈ બીજો રસ્તો ..એવો વિચાર આવે છે..
પાકિસ્તાન જોડે લડાઈ અને પાકિસ્તાનના ટુકડા કે અખંડ ભારત એ દરેક ભારતીયની દિલી તમન્ના છે મારી પણ છે, પણ પ્રેક્ટીકલી અશક્ય છે ,અમેરિકા ચીન કે રશિયા તમને લડવા પણ ના દે અને ભેગા પણ ના થવા દે..હથિયારો વેચવાના એ બધાને આપણને..
સરકારો આવે છે અને જાય છે આજ કરતા ગઈકાલ સારી લાગે છે, અને વધુ સારી આવતીકાલની આશામાં આજ બરબાદ થઇ રહી છે..
થોડું હટ કે વિચારજો..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા