એ હા લ્યા..આજે તો બબ્બે વાર બ્લોગ લખું લ્યા..
ચલો વાંચતા પેહલા મનમાં બોલો..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
રીધમ સેટ થઇ ગઈ દિમાગમાં કે નહિ..?
ફરી વાર ચલો રીધમ સેટ કરો ..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
આખો બ્લોગ વાંચતી વખતે કાનમાં આ તો વાગવું જ જોઈએ એની માં ને..
એવા જોરદાર મસાચાર લાયો છું લ્યા..
મસાચાર હાંભળી ને મને ખાતરી છે કે તું તો નાચી ઉઠશે..
ચલ હેન્ડ ફરીવાર…
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
હવે બરાબર,
અલ્યા વાત જાણે એમ છે કે આપણું અમદાવાદ,
બે, .. આપણું આપણું પોત્તાનું અમદાવાદ સ્માર્ટ સીટીમાં આખા દેશમાં ..
આખા દેશમાં હો .. બીજા નંબરે આયુ લ્યા..ઇહીનટરનેટ પરથી લાયો લ્યા ..
બોલો છે ને જોરદાર વાત ..હેંડ ત્યારે બોલી નાખ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
બે એ સુ થયું..?
મારે એ કેમ લ્યા ..??
તને ના ગમ્યું લ્યા ..? આપણું અમદાવાદ બીજ્જા નંબરે આયુ લ્યા ..એ જો જો હાથની મસ્તી નહિ હો, તને કહી દઉં મારે નહિ ,પછી હું પણ એક ઢેખારો મારે..બબાલ થઇ જયે ..
બે પણ તું કેમ નારાજ છે અલ્યા..આમ ડોળા કેમના ચકળવકળ ફેરવે લ્યા ..બોલ બોલ બોલી નાખ હેંડ બસ..મુ હાંભળી લયે, ચલ ભસ ને હવે ઘોડીના તારી ..
એ તારા સ્માર્ટ સીટીની માં ને તો …
લ્યા પણ ??? કેમ સીધો માં ઉપર… પણ કેમ ..?
હવે ટોપા એક વરસાદ આવે પછી તારું સ્માર્ટ સીટી “ઠોઠ સીટુ” થઇ જશે,પેલ્લી છેલ્લી બેંચ ઉપર આઈ જશે, રસ્તા પાણી પાણી અને પેલા કોઠામાં બેહે છે ને બધાય મુજરા કરશે..
કાંકરા વચ્ચેથી રોડ હોધવો પડે ને એવી હાલત થયે ને ચાર કેમેરા સુ ઘાલ્યા એમાં સ્માર્ટ થઇ ગ્યા ..?
પેલી બીઆરટીએસ ના ઠેકાણા પડ્યા નહિ તાં મેટ્રોના ઢઢડીયા કર્યા ,વરસાદે આ જીવરાજ પુલ ઉતરે તો જો આ ફેર ..સ્માર્ટ સીટા..
અલ્યા પો`જીટીવ રે`વાનું .. કઈ નઈ થાય જા..બસ વરસાદ જ નહિ આવે આપણે આ ફેર આવ રે વરસાદ નહિ ગાયે.. પેલું અંગ્રેજી વાળું રેઇન રેઇન ગાયે બસ ..
એ તારી (ગાળ ગાળ ગાળ ગાળ ) આ બહુ જ ગંદુ હતું, વોટ્સ એપ પરથી ઉઠાયેલું ને, તું જા અહીંથી મારા મગજ નો (ગાળ) કર્યા વિનાનો ..નીકળ ..શેરા ચા લાય મારી અને એક ચોકડી ..
સાલા શેહરદ્રોહી છે તું તો..શેહરદ્રોહી..ગદ્દાર ..એ નહિ નહિ મારે નહિ હો ભઈબંધીના સમ છે મારે નહિ…ઢેખારો મારે પછી હું તને ..ગાળ ગાળ સામે ગાળ બીજી ગાળ ત્રીજી ..ચોથી
જય હો
સમાપ્ત ..
હાશ ..
અરે રે ..
બોલો અમદાવદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ એપ્લીકેશનમાં બીજા નંબરે અને નાગપુર પેહલા નંબરે…!!
પેહલા હેરીટેજ સીટી,હવે સ્માર્ટ સીટી..
હરી તારા છે હજાર નામ, કયે નામે લખવી કંકોત્રી ..
કોઈ અમદાવાદ કહે કોઈ કહે કર્ણાવતી
કોઈ અહેમદાબાદ કહે ..કયે નામે લખવી કંકોત્રી..
લંડનમાં એમેડાબાડ અને ગઈસાલ સુધી હેરીટેજ સીટી અને હવે સ્માર્ટ સીટી..
કયે નામે લખવી કંકોત્રી..??
ગતકડે ગતકડાં ..
શેહરના ૯૯ ટકા રસ્તા વોલ ટુ વોલ નથી, એકમાત્ર સીજી રોડ વોલ ટુ વોલ છે બાકી તમામ રોડની બંને સાઈડ ધૂળ ધૂળના ઢગલા છે..
પેલો જહાંગીર ..(દિલ્લીની ગાદીએ બેઠેલા ગમે તેટલા દારૂડિયા કે ચરસી હોય એમને માનથી જ બોલાવવા પડે .. (જહાંગીર ભયાનક હદે દારુ પીતો, લગભગ રાજકાજ નો કારભારો નૂરજહાં જ કરતી ) ) સોરી સોરી સલ્તનતે હિન્દ ના શહેનશાહ જહાંગીર ગર્દાબાદ કહી ગયા હતા..
આપણને તો ત્યારેય ચાટી ગઈ હતી કે અમારા શેહરને ગર્દાબાદ કેહ્નારા તમે કોણ ..? જાવ દિલ્લી..આ તો મારું વાહલું અમદાવાદ છે..
ખરેખર દિલથી કહું છું ,અને એકપણ અમદાવાદીને દિલથી પૂછો કે આ હેરીટેજ ,સ્માર્ટ વગેરે વગેરે ખેલ થયા અને થઇ રહ્યા છે એમાં તને રત્તીભાર ફર્ક પડ્યો ..?
જવાબ ના માં આવશે..
મારું શેહર એ મારું શેહર છે..
દે દી હંમે આઝાદી બીના ખડગ બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ..
૧૧ માર્ચ ૧૯૩૦ની રાત્રે આખું અમદાવાદ એકપણ મટકું માર્યા વિના જાગતું સાબરમતી ને કાંઠે જાગતું બેઠું રહ્યું હતું અને ૧૨ મી માર્ચ ની પરોઢે એક ધીમો પણ મક્કમ અવાજ નીકળ્યો હતો.. કાગડા કુતરા ને મોટે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ આવું
અને પોરબંદરથી વાયા દક્ષીણ આફ્રિકા થઈ ને આવેલો વાણીયો સાબરમતીના પાણી પી અને પાક્કો અમદાવાદી થઇ ગયો હતો..૧૫ ઓગસ્ટની મધરાતે ગુંજેલા એ મંગલધ્વની અમદાવાદની દેન છે,
બ્રિટીશ સામ્રાજ્યના ઔદ્યોગીકરણની સામે પડીને કાપડની મિલ એ મારા અમદાવાદની દેન છે,ચન્દ્ર અને મંગળ સુધી પોહચવાના પાયા અમદાવાદમાં નખાયા ..
જે કરો એ સાચું કરો ખરેખર કરો..
બુલેટ ટ્રેઈન અમદાવાદની શાનમાં ચાર ચાંદ લગાવશે પણ હવે સેહજ પણ પાછા ના પડાય, પણ રીવર ફ્રન્ટ ને ફુલ્લી ડેવલોપ તાત્ત્કાલિક કરવો રહ્યો..
છેલ્લા બે દસકાથી ગુલબાંગો વાગી રહી છે મુંબઈને શાંઘાઈ અને આપણી હરીફાઈ ચીન અને જાપાન જોડે છે..
જે લોકો એ શાંઘાઈ, ચીન અને જાપાન જોયું નથી એના માટે તો બરાબર છે, ફોટા જોઈ જોઇને ખુશ થવાનું પણ મારા જેવા જે જઈ આવ્યા અને રહી આવ્યા એને શું ?
રીવર ફ્રન્ટ પર સ્કાય લાઈન ઉભી નથી થતી , પાઈલિંગ કરવું પડે અને એ મોંઘુ પડે પ્રોજેક્ટ વાયેબલ નથી થતા..એટલે બધું અડધે ઉભું છે..
એકવાર ઉભું કરી દો પછી ફોડી લેવાશે..આ માનસિકતા દુબઈના શેખને પોસાય આપણને નહિ ,અને ત્યાં પણ આંટા ઉતરતા જાય છે..
ચારેબાજુ હાલકડોલક છે ..
સ્માર્ટ સીટીમાં ૨૦૦૦ જીબી ડેટા પબ્લિક વાઈફાઈ ઝોનમાં વપરાયો..
બે હજાર જીબી ખાલી ..? અને એ પણ ૧૮૬ લોકેશન પરથી ..
એને એચીવમેન્ટ ગણાય ..?
બહુ બધી બાલીશ વાતો છે, નેટ પર રીપોર્ટ પડ્યો છે..
આવા હેરીટેજ અને સ્માર્ટના ફાલતુ ગતકડાં ની અપેક્ષા નથી, નક્કર કામ
જેમ રીવર ફ્રન્ટ બનાવ્યો તેમ .. ચાર વર્ષથી રીવર ફ્રન્ટ પણ જૈસે થે પડ્યો છે ..ચાલો હવે આદર્યું પૂરું કરો ..
વોલ ટુ વોલ રસ્તા આપો અને એ પણ ગટર, વરસાદી ગટર સાથે પછી રસ્તા બનાવીને આપજો, એટલે રસ્તા નવા બને અને બીજા મહીને ખોદી કાઢવાના વારા ના આવે..
બાહર વાદળા ચાળા કરી રહ્યા છે, કદાચ એકાદ બે દિવસમાં વરસે એમ લાગે છે..
મારા વ્હાલા બાઈકરો “રોડ’ ઉપર “ઓફ-રોડીંગ” કરવા તૈયાર થઇ જાવ..
ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ .. ઢીંકા ચીકા ઢીંકા ચીકા એ એ ..
ઠાઠા સૌના આ ચોમાસે સલામત રહે અમદાવાદ નામના મોટા ગામડાંમાં..
છેલ્લે થોડો ભારે એવો એક વોટ્સ એપ મેસેજ
“આપણે એવો સંવેદનબધિર સમાજ રચી બેઠા છીએ , જેમાં ભોળપણ હાસ્યાસ્પદ ગણાય છે અને કપટ સ્માર્ટનેસમાં ખપે છે..”
સ્માર્ટ સીટી ..બીજો નમ્બર ..
અઘરું પડ્યું .. બીજી વાર વાંચી લે ડાર્લિંગ
હેપી મોનસુન
શૈશવ વોરા