
આજે વિશ્વ યોગ દિવસ અને વર્લ્ડ મ્યુઝીક ડે..
યોગ ને આપડે બહુ લેવા દેવા નહિ,જીમમાં યોગ કરાવાતા હોય તો આપણે અને આપડી જાડી બુદ્ધિની પેહલવાનો ની સેના એમ બોલે કે આ તો બધા બૈરા ના કામ,પછી જાડી બુદ્ધિ ને થોડું એમ કહીએ કે અલ્યા તું મને જમીન પર ઉંધો ચત્તો પાડી અને સ્ટ્રેચિંગ કરી આપે છે એ શું ?
ઘણા બધા પ્રકાર છે યોગના,પણ બાબાજીએ જે દિવસથી હાથમાં લીધું છે એ દિવસથી બાકી જબ્બર માર્કેટિંગ ચાલ્યું છે, ક્યાંક સાંભળ્યું હું કે અમુક પ્રકારના હઠયોગ છે કે જે ફક્ત યોગી ઋષિમુનીઓ એ જ કરવા જોઈએ ગૃહસ્થ માટે બધા જ યોગ નથી બનેલા..
પણ આજકાલ બધું હેડ્યું છે..યોગ અને યોગા
થોડાક સમય પેહલા એક સવારે સાડા ચાર વાગે ઉઠવા ટેવાયેલા એક “રોગી” (ખરેખરો રોગી નથી પણ સવારે ચાર સાડા ચારે ઉઠી જાય છે કુકડો, એટલે હું એને “રોગી” કહું છું. આટલા બધા વેહલા તે કઈ ઉઠાતા હશે ? દિવસ કેટલો લાંબો થઇ જાય .. જા ભાઈ જા..આપડે તો આપડે ભલા અને પથારી ભલી, હા સવારે ચાર વાગ્યા સુધી જગાય ખરું પણ ઉઠાય તો નહિ જ ..સોરી બોસ રોગી છે એ 😉 ) મને એક્સ રે કરાવવા આવેલા મળી ગયા, હું તો કોઈ બીજા ને લઈને એક્સ રે કરાવવા ગયો હતો પણ પેલો સાડા ચારે ઉઠવા વાળો “રોગી” કમ “યોગી”ને એક્સ રે કરાવવા આવેલો જોઈ ને મને આશ્ચર્ય થયું..અને આપડી આડી કાતર(જીભ) ચાલી ..
મેં કીધું કેમ અલ્યા તું તો સવાસો વર્ષ જીવવાવાળો છું,યોગવાળો છું, અમે જીમવાળા નેવું એ મરીએ અને યોગવાળા સવાસો વર્ષે મરે અને એ હિસાબે હજી તને એકચ્યુલી ચાલીસ થયા છે પણ તને ત્રીસ જ થયેલા ગણવા જોઈએ તો પછી કેમનો અહિયાં ?
મને કહે ભાઈ ખેંચાઈ ગયું છે યોગ કરતા કરતા..
સત્યનાશ ..
બસ જીમ નું પણ આવું છે ખેંચાઈ જાય ..
અલ્યા યોગ કરો કે જીમ કરો જે કરવું હોય તે કરો પણ માપમાં કરો ને ..
આજે યોગ યોગ એવું ચાલ્યું છે,ચારેબાજુ નકરા યોગ ના ટીચરો અને યોગના કલાસીસ અને જાતજાતના ભાત ભાતના યોગ..ત્યાં પરદેસમાં નાગા થઇ ને યોગ કરે,
જો કે એ મુઆઓ તો હમણાં જ એમની માં એ જણ્યા હોય એમ નાગાપૂગા સાયકલો ચલવવા નીકળે છે, તે પછી યોગ નાગાપૂગા ના કરે તો જ નવાઈ પછી બીજા નવીનમાં અહિયાં લખાય નહિ એના પણ યોગ..
સમજી ગયા ને બોલો ..સમજી ગયા ને ..શેના યોગ ??
એક મિત્ર એ એક કલીપ મોકલી એક ધોળિયા યોગ ગુરુ બખાળા કાઢે છે..એમાં એ કહે છે કે
આવું તે કઈ હોય એશી બિલિયન ડોલરનું યોગ નું “માર્કેટ” છે, એક છોકરું યોગ શીખવા જાય તે ૧૫ ડોલર એક શેસનના તોડી લ્યે છે..
હવે ધોળિયા બાબાજી તમને શું કેહવું..?
અમે હંગવા ના પણ રૂપિયા આપીએ છીએ મુતરવાનું મફત છે ..
મફત છે ને સુલભ શૌચાલયમાં હે ? કે પછી એના પણ રૂપિયા ચાલુ કરી દીધા ..??
તો પછી યોગ ઉર્ફે યોગાના તો રૂપિયા લઈએ જ ને..
પેલા ધોળિયા યોગ બાબા કહે છે યોગ તો કુદરતની સાનિધ્યમાં જઈને કરવાની વસ્તુ છે અને તમે તો મોટા ભવનો ના ભવન ઉભા કર્યા..
અરે ધોળિયા યોગબાબા ભવનની ક્યાં માં પઈણો છો, અમારા દેસી બાબાજીને યોગ માં મહારથ આવી એ ભેગું એમણે પોતાની જાત ને ભારતની તમામ સમસ્યાના સમાધાન માટે સોપી દીધી અને અમારા પ્રધાન સેવકે એમની બુદ્ધિએ પાંચસો અને હજાર ની નોટો ગાયબ કરી નાખી આખા દેશમાંથી..
આને યોગ નો પાવર જ કેહવાય, જોકે “રાષ્ટ્રમાતા” ના રાજમાં પણ એક યોગી છેક ૧૦ સફદરજંગ સુધી ઘરી ગ્યા તા..
દરેક પૈસાદારને એક બાવો હોય,
એમ દરેક “પ્રધાન સેવક” કે “પ્રથમ સેવક” કે પછી સેવિકા ( જવાહરલાલ પ્રથમ સેવક કેહતા એટલે કોંગ્રેસી ને પ્રથમ સેવક રાખો અને બાકી બધા ને પ્રધાન સેવક રાખો .. એમાં સેવિકા હજી આવી નથી,૨૦૧૯માં ખીચડી થાય તો બુઆજી નો નંબર.. લે હાય હાય ના ધોળે ધર્મે ય નહિ હો આપણે પ્રધાન સેવક ચાલશે નથી જોઈતા સેવિકા બાપલીયા) ને એક યોગગુરુ તો લગભગ હોય છે..
આ વખતવાળા પણ થોડા ભારે નીકળ્યા જોત જોતામાં તો બાકી સામ્રાજ્ય ખડું કરી નાખ્યું..
યોગનો પાવર..
આવનારા સમયમાં બી સ્કૂલો (આઈઆઇએમ અને બીજી બધી) માં ધીરુભાઈને બાજુમાં મૂકી અને યોગ ને કેસ સ્ટડી તરીકે મુકવામાં આવશે કે બિલકુલ સો ટકા સર્વિસ પ્રોવાઈડર અને એ પણ ફ્રી સર્વિસ પ્રોવાઈડર દસ હજાર કરોડના ધંધા કેવા અને કેવી રીતે ખેલી પાડે છે.. ભાઈ બાબાજી એ ફ્રી માં જ યોગ શીખવાડ્યા છે અને એમને તમે સર્વિસ પ્રોવાઈડર જ કહી શકો બીજું કશું કાયદાકીય ભાષામાં ના આવે..!!
હવે યોગ પરથી આવો સંગીત ઉપર ..
આપડો પ્રાણ ..
હેઈ મજાનું આપડું બાઈક લઈને નીકળ્યા હોઈએ અને હવા જોડે વાતો કરતા હોઈએ અને હવામાંથી પણ તાનપુરા ષડ્જ પંચમ પકડી અને રાગરાગીણીઓ હવામાં વિખેરતા હોઈએ ..
એ ગાળ આવી પાછળથી..નોન વેજ
મારા સ્કુલ, કોલેજ, ઘર, સંગીત, જીમ, ધંધાકીય અને બીજા ગમે ત્યાથી થયેલા મિત્રો જેને મારી બાઈક પાછળ બેસવાનો લાહવો પ્રાપ્ત થયો છે એ બધાએ મને ભરપેટ ગાળો આપી છે અને એ પણ અ ધ ધ ધ ..
બંધ કર આ તારા ધ પ સા પ મ પ ગ ની પ સાં .. નહિ તો મને અહીંથી ઉતાર …!!
કેમ અલ્યા કેવું હે .. ?
સભ્ય કોમેન્ટ કરજે નહિ તો મૂંગો મરજે ..!!
મારી ફેવરીટ એક્ટીવીટીમાંની એક,
હવા જોડે વાત કરતુ બાઈક અને હવામથી ષડ્જ પાંચ શોધી અને ગાંગરવું..કેટલા બધા પ્રકાર સંગીતના લોક થી લઇ ને શાસ્ત્રીય ,
ડાયરા થી લઈને બેઠક ..
એકતારા થી લઈને રુદ્રવીણા
મીના ભિખારણ(મીના દક્ષિણી ફાટક રેહતી મીરાંબાઈ ના ભજન ગાઈને પેટ ભરતી) થી લઈને લતાજી ..
શું લખું અને શું બાકી રાખું ?
ઓન સીરીયસ નોટ ..
સંગીતથી મોટો યોગ બીજો કોઈ જ નથી,અને જયારે સંગીત ને શાસ્ત્ર તરીકે લઇને રીયાઝ કરીએ છીએ ત્યારે ખુબ જ પ્રાણાયામ થાય છે, બાળપણથી વારસામાં અસ્થમા લઈને જન્મેલા મેં સંગીત અને રીયાઝથી અસ્થામાને મ્હાત આપી છે..
અંતે ફરી એકવાર ગુરુજીની એ ઉક્તિ
રાગ હરે સબ રોગ કો કાયર કો દે શૂર
સુખી કો સાધન બને દુખી કો ધુક દૂર
માં સરસ્વતી સૌ ના રોગ રાગથી હરે અને સુખીના સાધન બને..
દુખડાં દેતી જ નહી તે હરવાની વાત ક્યાં હે ??
કોઈ કલીપ નથી મુકતો પણ તમને ગમતા સુષિર વાદ્ય (હવા ફૂંકવા વાળું વાદ્ય જેમકે વાંસળી ) કે તંત વાદ્ય (તાર વાળું વાદ્ય સિતાર ,ગીટાર વગેરે ) ની કલીપ જાતે શોધી યુટ્યુબ ઉપર સંભાળજો ..
મોજ કરો રોજ કરો..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા