બે ત્રણ દિવસ પેહલા સમાચાર આવ્યા કે વડોદરામાં એક સ્કુલના છોકરાએ બીજા છોકરાને કોઈ જ કારણ વિના મારી નાખ્યો..
“કોઈ જ કારણ વિના”..કેમ ? કિશોર અવસ્થાએ પોહચેલો ,જેની સામે આખું જીવન પડ્યું છે , જીવનણ સારામાં સારા દિવસો આવવાના બાકી છે એ બાળક આવો ઘોર અપરાધ કેમ કરે ..?
હું ક્યારેક કહું છું કે હિંસા પ્રકૃતિના કણે કણમાં છે અને ક્ષણે ક્ષણમાં છે ..
એક કણ તૂટે છે અને બીજો નવો કણ જન્મે છે,એક ક્ષણ નું મૃત્યુ થાય છે અને બીજી ક્ષણ જન્મે છે, અહિંસા વાદ એ મિથ્યાવાદ છે, જુઠ છે,ફરેબ છે..
અને તો પણ મને અને તમને બહુ ગમે છે…અને આપણે બને તેટલા સભાન રહીને હિંસાથી દુર અને અહિંસાની નજીક રેહવાનો પ્રયત્ન કરીએ છીએ..
પણ કદાચ પ્રકૃતિ ની વિરુદ્ધ નું કાર્ય છે અહિંસાની નજીક રેહવું…
સખ્ત રીતે પોતાની જાત ઉપર નિયંત્રણો મુકવા પડે છે અહિંસા ની નજીક રેહવા માટે, સમાજ અને ધર્મના સાચા ખોટા નિયમોના પાલન કરવા પડે છે , ઘૃણા ઉત્તપન્ન કરવી પડે છે હિંસાચારની સામે..
ઉત્તપન્ન શબ્દ વાપરું છું..
અને આપણો લગભગ આખો સમાજ “ઘૃણા ઉત્તપન્ન” કાર્યમાં જોડાયેલો છે ,
આપણા સભ્ય સમાજમાં ખુબ નાનપણથી ટ્રેનીગ ચાલુ થાય છે,પુરુષ માં રહેલી કુદરતી હિંસકવૃત્તિ વાળી પ્રકૃતિ ને મારવા માટેની..
કદાચ બાળકને પેહલી હિંસા કરતુ રોકવામાં આવે છે, એ છે કીડી મંકોડો મારતું રોકવું..
યાદ કરો તમે કેટલા બાળકોને શીખવાડ્યું છે કીડી મંકોડાના મરાય..અને એમાં એકાદ બે નંગ તો તમને ચોક્કસ એવા મળે કે જેને તમારે સેહજ ફટકારવું પડે તો પણ મંકોડા મારવાનું નાં છોડે..
જેવો મંકોડો દેખાય એ ભેગો એની પાછળ વીજળીની ઝડપે દોડે અને ફટાક કરતો પૂરો કરી નાખે,આખું ઘર એની પાછળ પાછળ દોડતું હોય અને બુમાબુમ કરતુ હોય તો પણ એ દોઢ બે વર્ષનું “નંગ”, મંકોડા ને મારવા માટે જાણે ભારતના રાષ્ટ્રપતિનો એને હુકમ મળ્યો હોય “મંકોડાને દેખો ત્યાં ઠાર મારવાનો” એમ મંકોડા મારતું ફરતું હોય..
પુરુષની પ્રકૃતિમાં રહેલી એ પેહલી હિંસા છે,જે બહાર આવે છે, અને સમાજનું એ પેહલું અહિંસાનું શિક્ષણ છે, પેહ્લો પાઠ બાળક માટે અહિંસાનો ..
તદ્દન પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે..કીડી મંકોડા ના મરાય..લગભગ એક થી બે વર્ષ લાંબો ચાલતો આ પાઠ છે આ અહિંસાનો..
કેટલાક બાળક એક બે વારમાં સમજી અને એ કીડી મંકોડા ને ઓબ્ઝર્વ કરવા લાગે છે ક્યા જાય છે ?શું કરે છે ?કેવી રીતે ચાલે છે..? એનું મીકેનીઝમ સમજવાની કોશિશ કરે છે ,કોઈ બાળક મંકોડા ને ખાલી ચાલતું જોઈ ને ખુશ થાય છે ,કોઈ પકડી અને રમાડીને ખુશ થાય ,કોઈ રમી ને ખુશ થાય, આ બધામાં એકાદ બે “હરામી” ટેણીયા પણ નીકળે જે મંકોડાને મારી ને ખાઈ જાય..
મજાક નથી કરતો,
ખરેખર હું એ “મહાત્માઓ” ને ઓળખું છું કે જે કીડી મંકોડા ને મારીને ખાઈ જતા હતા હતા અને એ પણ સાત આઠ વર્ષના થયા ત્યાં સુધી..આખી સોસાયટી એ બે ને એકલા ના પડવા દે .. જો એ બે નંગ એકલા પડ્યા તો એકલા પડી અને જમીન પર કીડીઓ જ શોધતા હોય..
અમે ત્યારે અગિયારમાં ધોરણમાં હતા એટલે એક દિવસ એ બે કીડીમંકોડા ખાઉં ને પકડી અને બે પગ વચ્ચે દબાવી બે સટાકા બોલાવી અને પૂછ્યું કે કીડી કેમ ખાય છે ? પેહલા તો રડ્યા પણ પછી બોલ્યા..મસ્ત થા`તી થા`તી (ખાટી,ખાટી ) લા`દે થે..
ઓ ત્તારી માં ને.. મગજ બેહર મારી ગયું , ટેણીયા મુક્યા પડતા અને સિધ્ધો હું ઘેર મમ્મી એ જમાનામાં આપણું ગુગલ એટલે મમ્મી..
મમ્મી ને કીધું કે પેલા બે કીડીખાઉં ને કીડી ખાટ્ટી ખાટ્ટી લાગે છે એટલે ખાય છે, તો મમ્મી કીડી એસીડીક હોય ?
એ બંને કીડી ખાઉંનો કેસ લઈને કીડીખાઉં ની મમ્મીઓ પેહલેથી જ મારી મમ્મી પાસે આવી ચુકી હતી,મમ્મી એ ત્યારે થોડી રાહ જુવો અને તમે મેહનત કરો, મેડીકલ સાયન્સમાં કીડી મંકોડા છોકરું નાં ખાય એવી કોઈ દવા નથી બની બેન, થોડાક મોટા થવા દો પછી એવું લાગશે તો ચાઈલ્ડ સાય્ક્યાત્રિસ્ત ને બતાવીશું ..એવો જવાબ મમ્મીએ આપ્યો હતો..
મને મમ્મીએ જવાબ આપ્યો હા એસીડીક હોય તો જ એમના ડંખથી ચચરાટ થાય અને ફોલ્લો થાયને ..
મેં પૂછ્યું ક્યોં એસીડ હોય ..
મોમ એ જવાબ આપ્યો મને નથી ખબર બ્રિટીશ લાયબ્રેરીમાં જઈને જોઈ લે..
ત્યારે મારા એક મિત્રના પપ્પા એ બ્રિટાનિકા એનસાક્લોપીડીયા વસાવેલો લગભગ તેર કે ચૌદ વોલ્યુમ હતા..
અને બંને કીડીખાઉં એ આખી સોસાયટીનો એક “મહાન” પ્રશ્ન હતો જેનું આપણે “યુરેકા” કરી લાવ્યા હતા એટલે અમારી દસની ટોળકી પાસે આપણે દોડી ને પોહ્ચ્યા..
ચલ બેટરા (એ મિત્રનું નામ બેટરી પાડેલું હતું ) તારા બાપાનો બ્રિટાનિકા એનસાયકલોપીડીયા ખોલ..અને મારું બેટું મળી ગયું કે કીડીના ડંખમાં ફોર્મિક એસીડ હોય અને એક જમાનામાં ફોર્મિક એસીડ નું ઉત્પાદન કરવા માટે લાખ્ખો કરોડો કીડીઓને ઉકળતા પાણીમાં નાખી અને પાણી ગાળી લેવામાં આવતું અને લગભગ ૩૭ ટકા નો ફોર્મિક એસીડ થાય ત્યાં સુધી કીડીઓ ઉકળતા પાણીમાં અંદર નાખવામાં આવતી..
લગભગ આ પ્રકિયા જંગલમાં જ્યાં મોટ્ટો રાફડો હાથ લાગે ત્યાં જ કરવામાં આવતી..
આપણે ફરી પાછા મમ્મી પાસે દોડ્યા મમ્મી આ તો આવું છે..ફોર્મિક એસીડ ..
મારી મમ્મી એ બંને કીડીખાઉંની મમ્મીને બોલાવી અને વિટામીન સી ની ટેબ્લેટસ અને લીંબુ કેરીથી લઈને બધાજ સીટ્ર્સ ફ્રુટ મેક્સીમમ બંને ને ખવડાવવા ની સલાહ આપી અને બંને કીડીખાઉંની આદત છોડાવી..
કીડી મંકોડા મારી અને ખાતા રોકવા માટે કેટલી બધી જેહમત..!!
આજે તો બંને કીડીખાઉંના ઘેર ટેણીયા છે..અને નાલાયકો એમ કહે છે શૈશવભાઈ કીડી ખાવાની ટેવ હતી તો અત્યારે “ટકીલા” સડસડાટ ગળે ઉતરી જાય છે..
કોણ પોહ્ચે ? આ બધા ને ?
પેહલા અહિંસાના પાઠ પછી તો જીવન એક પછી એક ઘણા પાઠ શીખવાડતું જાય છે અને બાળક પુખ્ત થાય ત્યાં સુધીમાં લગભગ નેવું ટકા અહિંસક બની અને સભ્ય સમાજમાં ગોઠવાઈ જાય છે..
છતાં પણ સમાજમાંથી હિંસા નથી જતી ..
કારણ ..?
પેહલા ફિલ્મો ને દોષ દેવાયો અને હિંસક ફિલ્મને એડલ્ટ ફિલ્મ કેટેગરીમાં મૂકી અને બાળપણને બચાવવાની કોશિશ થઇ પણ..
આજે બાળપણને હિંસાથી બચાવવા આપણે બીજી કઈ કોશિશ કરીએ છીએ ?
આજે મોબાઈલ,કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ થકી હિંસા બાળકના દિમાગમાં જબરજસ્ત રીતે ઘુસી ગઈ છે,
આજકાલના એકપણ માંબાપને ખબર નથી કે એનું છોકરું જેને કીડી મંકોડા મારતા અટકાવ્યું હતું કે ઓન સ્ક્રીન કેટલી હિંસક રમતો રમી રહ્યું છે..
લેટેસ્ટમાં જીટીએ ૫ આવી છે બાપરે બાપ ..
લખાય છે એકવીસ વર્ષ ઉપરના એ જ રમવી ..
પણ કોના બાપને પડી છે કે બાપને ક્યાં ભાન છે કે મારો છોકરો શું રમે છે ..?
વેકેશન આવે એટલે પાયરેટેડ ગેઈમ શોપમાં લઇ જઈ ને પાંચસો હજારની ગેઈમની સીડીઓ આપવી દયે , પેલું નંગ જાતે ગેઈમ ઇન્સ્ટોલ કરે અને અને રમ્યા કરે..
ઈન્ટરનેટથી ઘેર બેઠો સર્વર જોઈન્ટ કરે અને ઘપાઘ્પ મારામારીની રમતો રમે..
કોઈક રમતમાં બંદુક અને એકે ૪૭ તો જૂની થઇ ગઈ એવા હથીયારો લઈને લડે અને રમે , કોઈક ગેઈમમાં ચપ્પા છરી .. મરે નહિ ત્યાં સુધી ઘા માર્યા જ કરવાના અને હેડફોનમાં પેલો મરતો હોય એના અવાજો સાંભળીને આસુરી આનંદ લેવાનો ..
કીડી મંકોડો નાં મારે એના માટે કરેલી મેહનત જીવનભર ચાલુ રાખવી જ રહી નહિ તો છોકરું ખોઈ બેસવાના વારા આવશે..
છોકરાનું કોમ્પ્યુટર અને મોબાઈલ રોજે રોજ ચેક કરો ,ભલે એકવીસ વર્ષનો કેમ નાં હોય ..
નહિ વાંચું તારા વોટ્સ એપ ના મેસેજ.. આજકાલના તો એમાં પણ હોશિયાર છે સ્નેપ ઉપર ચેટ કરે એટલે ડીલીટ થઇ જાય આપોઆપ ૨૪ કલાકમાં ..
ક્યારેક વિડીઓ ગેઈમ ઉપર,
આજે વધારે લખાઈ ગયું છે
લગભગ કાલે જ લખીશ..
સાચવો છોકરા ..
ના કરવાનું કરી બેઠા જન્મારાની મેહનત પાણીમાં જશે
મને પણ એટલું જ લાગુ પડે છે
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા