કુમ કુમ પગલે મા`ડી પધારો રે ..
આવો અંબા..આવો જગદંબા..
નવલી આ રાતમાં ચોકર સજાવ્યા ..
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાંવ્યા..
ચામુંડ ખોડલ બહુચર મોરી મા`ત..
આવો અંબા..આવો જગદંબા..
કુમ કુમ પગલે મા`ડી પધારો રે ..
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં ..
પગલાં પાડો ને બિરદાળી માં ..
હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી રાત મો`રી માં ..
પગલાં પાડો ને બિરદાળી માં ..
કેસરિયા વાન મા`ડી ત્રિશુલ છે હાથે ..
શોભે છે જગદંબા સહિયર સંગાથે..
અમિયલ આંખડીમાં વરસે છે વ્હાલ..
મીઠાપ ની મોંઘેરી ચુંદડી મ્હાલે..
કુમકુમ કેરા પગલે પધારોમાં ..
પગલા પાડો ને બિરદાળીમાં..!!
એ ખમ્મા ખમાં ઘણી ખમ્મા માં તને ,ચોસ્ઠે જોગણી ને ઉતરો માં આ આસો ની મેઘલી રાત રમવા..!!
મેઘો કેડો મુકતો નથી ને ખેલૈયાના જીવ તાળવે ચોંટી ગ્યા છે જોડે જોડે બધા ઓર્ગેનાઈઝર ને પડતા ઉપર પાટું પડે એમ છે, કૈક કલાકારો બાર મહિના દાણા આ દસ `દિ માં ભરી લ્યે છે..!!
પણ લાગે છે આ વખતે ઇન્દ્ર ગાંડો થ્યો છે..જગત જનની ને એના બાળુંડાં જોડે રમવા દેવાના મૂડમાં નથી લાગતો..!!
જોઈએ હવે ઇન્દ્ર કેટલું જોર મારે છે..!!!
બાકી તો ખેલૈયા તો તૈયાર જ બેઠા છે ,જરાક ઢોલ ઉપર થાપ પડી કે પગડા ફરવાના ચાલુ..
બાર બાર મહિના ની વાટ જોવે ત્યારે આસો સુદ એકમ આવે .. એમ કેમ ચાલે..!!?
પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી દીધું છે સલ્તનતે હિન્દમાં રાતના બાર પછી કોઈ એ મોટા અવાજે ગાઈ વગાડી ને ગરબે નહિ ઘૂમવાનું..!!!
વાહ રે વાહ … રાવણ પણ હિંદુ જ હતો..!!!!
એક બાજુ પરમ્પરા અને સન્સ્કૃતિના નામની દુહાઈ દેવાય છે અને બીજી બાજુ આવા કામ …????
શું ક્રિસમસમાં યોજાતા કાંકરિયા કાર્નિવલ ઉપર કોઈપણ પ્રકારે અડચણ ઉભી કરાય છે ..? કઈ પરંપરા જાળવવા આ કાર્નિવલ થાય છે ? રાત્રે બાર વાગ્યે તો ઉજવણી શરુ થાય..
અરરરર બધું લખાય છે ઉપરવાળાના ચોપડે …તમારા પુતળા તૂટી જશે ..પણ એ ચંડી ચામુંડી હરસિદ્ધિ તો રેહવાની…સદીઓ સુધી ..!!
જ્યાં હજજારો પગ ગરબે ઘૂમતા હોય ત્યાં એક `જણ` પણ એવો નહિ હોય કે જે દિલથી મા`ડી ને યાદ કરી ને ગરબે ફરતો હોય ?
નરક પણ નાનું પડે..
છેલ્લા કેટલાય વર્ષોથી હિંદુ તેહ્વારો ને રીતસર તોડી પાડવાની ઝુંબેશ જ ચાલી છે ,અને સરકારો પણ એમાં સાથ આપી રહી હોય એવું લાગે છે..
અહિયાં જીએમડીસી ગ્રાઉન્ડમાં સરકાર ગરબા કરાવે છે ..ખોટા ખોટા સ્ટેજ ઉભા કરીને રૂપિયા ના ધુમાડા થાય છે એની બદલે હેઈ મજાના ભદ્રના કિલ્લે નગર દેવી માં ભદ્રકાળીના ચોકે મજાના ગરબા ગોઠવો નવે નવ રાત ..!
કિલ્લાની ઉપર જ ભદ્રકાળી મંદિરના માથે સ્ટેજ અને નીચે ચોકમાં બધી રીધમ અને પછી મારો લાઈટો કિલ્લા ઉપર .. લાઈટો મારવામાં આપણને કોણ પહાચે એમ છે ?
અધધધ રૂપિયાના પાણી કર્યા છે ભદ્ર પ્લાઝા ના નામે ,ખાલી એક પાણી નો ફુવારો મારોને બધું ચોખ્ખું ચણાક થાય એમ છે ..ઇંચ ઇંચમાં પથ્થરો મઢ્યા છે ભદ્ર ના કિલ્લેથી ત્રણ દરવાજે..!
મસ્ત મજાનું રીવર ફ્રન્ટએ પાર્કિંગ છે, મજાનો ગરબો ત્રણ દરવાજે પાનકોર નાકે ફરીને આવે બે ત્રણ લાખ માણસ થાય ત્યાં સુધી તો માં ભદ્રકાળી સાચવી લ્યે તેમ છે પણ ઈચ્છા શક્તિ જ મરી પરવારી છે ..!!
શેહર તો જાણે પાકિસ્તાન નો ભૂભાગ હોય એવા વર્તન થાય છે ..
મને બિલકુલ યાદ છે શેહરમાં રેહતા ત્યારે મુસ્લિમ બેહનો અને ભાઈઓ પણ ગરબે ઘુમવા આવતા અને ગરબે ફરવું છે તો એટલા દિવસ નોન વેજ ને સ્વેચ્છા એ હાથ નોહતા લગાડતા ..
એ દિવસો પણ આ શેહર એ જોયેલા છે .. અરે મોટેભાગે ઢોલીડા તો મિયાંભઈ જ હોય અને જે ખેંચે ખેંચે .. જ્યાં સુધી ઢોલ ફાટે નહિ ત્યાં સુધી એનો તાલ ના છૂટે ..!!
અસ્સ્સ્લ અમદાવાદી મિજાજ ..!!
સામે પક્ષે તાજીયા આવે તો ખાનપુર દરવાજે શ્રીફળ મુકાય ..!!
ફરી એકવાર મગચોખા ભેળવવા નો પ્રયત્ન કરવા જેવો છે અને તેહવાર થી ઉત્તમ બીજું કશું નથી..!!
અત્યારે ઉસ્માન મીર ના ગરબા સાંભળી રહ્યો છું એટલા દિલથી ગાય છે એક એક ગરબો ..
માઢ વાળી માં આશાપુરા મંદિર ખોલો ..
માં દલડે ધ્યો ધબકાર આશાપુરામાં કચ્છ ની ધણીયાંણી ..
સારું છે હજી કલામાં બહુ ઘોંચપરોણા નથી થયા .. સંગીત માર્તંડ પંડિત જસરાજજી મેરો અલ્લાહ મેહરબાન ગાય છે અને બેગમ પરવીન સુલતાના ભવાની દયાની એટલા જ ભાવથી ગાય છે..!!
જય હો ..
એ ખમ્મા ખમ્મા ઓખાધરાની માવડી ..
મોગલ બૂડતાંની માંવડી ..
હે મોગલ ભેડીયો ઓઢી રમવા ઉતર્યા રે
હે મોગલ નવ લાખું સંગે ઉતર્યા રે
એ ખમ્મા ખમ્મા ઓખાધરાની માવડી ..
એ હાલો હાલો વાગડની વાટે રવેચી મને હાંભરે રે ..
માં ના દર્શન કરવા રવેચી મને હાંભરે રે ..!
હે વાગડની માત મારી હાજરાહજૂર છે..
માં મેલડી રમતી આવે ,માં મેલડી રમતી આવે ..
માડી ઉગતા પોર દેવી માં મેલડી રમતી આવે..
હે ઘેરા ડાકલા વાગે માં ને હામે ભૂતડા ભાગે
મેલડી રમતી આવે ..માડી ઉગતા પોરની મેલડી
માં ખાંડા ખખડાવતી આવે મડદા જગાડતી આવે ..
ખેલ ખેલ ભવાની માં જય જય અંબે માં …
તું તો ચાચર ચોક વાળી માં તું તો પાવા ની પટરાણી માં..
માં અંબા ભવાની સહુ ને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે ..!
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*