લેટરલ હાઈરીંગ કેટલી યોગ્ય..???
નરેન્દ્ર મોદી સરકારે દસ જોઈન્ટ સેક્રેટરીને બાહરથી હાયર કરવા માટેનું જાહેરનામું બાહર પાડ્યું છે..
ફરી એકવાર પેન્ડોરાની પેટી ખોલી છે..
એક આઇએએસ ઓફિસર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દરેક જગ્યાએ સેક્રેટરી લેવલના અધિકારીમાં યુપીએસસી અને એની સમકક્ષ પરીક્ષા આપી અને એક ખુબ જ કડક ટ્રેનીંગ માંથી પસાર થઇ ને આટલા ઊંચા પદ પર આસીન થાય છે..
હવે મોદી સરકાર યુપીએસસીની પરીક્ષા આપ્યા વિના જ જોઈન્ટ સેક્રેટરી લેવલે “બહારથી” એક્સ્ટ્રા ઓર્ડીનરી ટેલેન્ટને હાયર કરવાની વાત કરી રહી છે..
સરકારની દલીલ છે કે પ્રાઈવેટ કંપનીમાંથી આઈએએસ લેવલના તજજ્ઞને સરકારમાં હાયર કરવામાં આવશે તો સરકારના કામકાજમાં મોટો ફર્ક લાવી શકાશે…
વાત સાચી છે …
આજે કોઈપણ પીએસયુ કરતા પ્રાઈવેટ કંપની આજે ખુબ જ આગળ છે એમાં કોઈ જ દલીલને આવકાશ જ નથી..
એક કોર્પોરેટ કંપનીના સીઈઓ અને આઇએસેસ ની લાઈફ ટાઈમ કામગીરી ની સરખામણી કરવામાં આવે તો ગ્રાફ સાવ જુદો જોવા મળશે..
પર્ટીક્યુલર નામ લઈને ચર્ચા કરવી અયોગ્ય લાગશે, પણ સત્યનો સ્વીકાર કરવો રહ્યો..
ઈતિહાસમાં સેહજ જોઈએ તો આ અખંડ ભારતનો એક આઇએએસ ઓફિસર સંયુક્ત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી અને ખંડિત ભારતનો પ્રધાનમંત્રી રહી ચુક્યો છે અને એ વ્યક્તિમાં ટેલેન્ટની કોઈ જ કમી નોહતી છતાં પણ એ વ્યક્તિને તદ્દન નિષ્ફળ સાબિત કરવામાં આવી …
એ વ્યક્તિનું નામ છે શ્રી મોરારજી દેસાઈ…
જો કે એ જમાનો જુદો હતો, આજે દરેક ફિલ્ડમાં સ્પેશીઅલાઇઝેશન નહિ પણ સુપર સુપર સ્પેશીઅલાઇઝેશનની જરૂર પડી રહી છે..
કોઈપણ ફિલ્ડમાં તમારે સ્પેશીઅલાઇઝેશન કરી અને બહાર પાડો તો તમારી ટેલેન્ટનો કોઈ જ ઉપયોગ નથી , બીજી ભાષામાં કહું તો એમબીબીએસ ડોક્ટર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકે એના માટે કાર્ડિયાક સર્જન પણ નાનો પડે એમડી ડીએમ થયેલા ડોકટરોની ફોજ મેદાનમાં ઉતારવી પડે..
બિલકુલ એમ જ અત્યારે દેશને કોઈપણ મોટા પ્રોજેક્ટ માટે સુપર સુપર સ્પેશીઅલાઇઝેશન કરેલા તજજ્ઞો ની જરૂર છે અને આપણને બધાને ખબર છે કે દેશમાં શિક્ષણનું શું હાલત છે..
યુપીએસસીની પરીક્ષા આપીને આઇએએસ થયેલા ઘણા બધા ટાસ્ક પૂરા કરી શકે છે ,ચોક્કસ એ લોકો દેશના સુપર બ્રેઈનમાં ના એક છે પણ વ્હેલ માછલીને રથયાત્રામાં હાથીની જગ્યાએ જોડી અને ભગવાન જગન્નાથજી ના રથ ના ખેંચાવાય..
હાથીની “સાઈઝ’ પકડી લેવાથી વ્હેલ હાથી નથી થઇ જતી, અને હાથી વ્હેલ નથી થતો..
ટૂંકમાં કહીએ તો જેના કામ જે કરે..
અત્યારે તો આઇએએસ ઓફિસર્સ એ ટોણો માર્યો છે કે બાહરથી જે અધિકારીઓ લાવી રહ્યા છો એમની “ચયન” પ્રકિયા ટ્રાન્સપેરન્ટ રાખજો..
થોડોક તો ફાંકો ઉતારવાની પણ જરૂર તો ખરી..
પોલીટીકલ મેહક્મ વિરોધમાં અનામતનું નામ લેવા માંડ્યા છે, પાછલા દરવાજેથી અનામત કાઢી નાખવાની વાત છે એવી દલીલ આવી રહી છે..
દમ વિનાની દલીલ છે…
ફરી પાછું એ જ એકઝામ્પલ ..
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી ટીમમાં શું એક ઓબીસી કે એસસી એસટી ડોકટર હોવો ફરજીયાત હોવું જોઈએ ?
પાયા વિનાની દલીલ છે..
જ્યાં ટેલેન્ટ ની જરૂર છે ત્યાં જાતીવાદી રાજકારણ રમવાની જરૂર નથી ..
ટેલેન્ટ છે તો પછી ગમે તે જાતિ હોય મસ્ટ ઇન..
એક દલીલ મારુતિ વાળા જગદીશ ખટ્ટર સાહેબે બહુ સરસ આપી કે સરકાર બહારથી ટેલેન્ટ હાયર કરી રહી છે તેમ સરકારે પણ પોતાની ટેલેન્ટને પ્રાઇવેટ સેકટરમાં મોકલવી જોઈએ..
કઈ ખોટું નથી એમાં પણ કોઈ આઇએએસ પ્રાઈવેટ સેક્ટરમાં જઈને ચાર વસ્તુ શીખી અને સરકારમાં આવે તો અલ્ટીમેટલી ફાયદો તો જનતાનો જ છે..
મારી પાસે ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેને સરકારે “નીક્કમાં” ગણી અને કાઢી મુક્યા હોય કે કોરાણે મુક્યા હોય એવી વ્યક્તિ પ્રાઈવેટમાં સોળે કળાએ ખીલે છે..
અમારા એક ફેમીલી ફ્રેન્ડ છે, બે દસકા પેહલા અઠ્ઠાવન વર્ષે ક્લાસ વન ઓફિસર પદેથી ગુજરાત સરકારમાંથી રીતાર્ય્ર્ડ થયા ,રીટાયર્ડ થયા પછી એક સેલ્યુલર કંપની એ એમને હાયર કર્યા અને પછી લગભગ બાર વર્ષ સુધી એમણે જુદી જુદી ત્રણ સેલ્યુલર કંપનીમાં કામ કર્યું અને સિત્તેર વર્ષે પણ એમની કંપની એમને છોડવા તૈયાર નોહતી…
રૂપિયાનો ઢગલો પ્રાઈવેટ કંપનીએ એમના ઘરમાં કરી મુક્યો હતો..
સરકારમાં એમની પરિસ્થિતિ વખારે નાખ્યા જેવી હતી..!!
એક બાજુ સરકાર આઇએસેસ ને બાજુ પર મૂકી અને આગળ વધવાની વાત કરે છે જયારે બીજી બાજુ જ્યાં બિલકુલ પ્રોફેશનલ્સ જ છે એવી સંસ્થા એમસીઆઈ ને તોડી અને એમાંથી ડોક્ટર્સનું પ્રભુત્વ ઘટાડીને આઈએએસ ના હાથમાં આપવાની વાત કરી રહી છે.
એમસીઆઈ એટલે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને તોડીને એમાં આઈએએસ ને નાખીને શું મળશે..?
આ નિર્ણયમાં ફરી પાછું એ જ માઈન્ડ સેટ દેખાય કે આઇએએસ થયા એટલે પ્રભુનો અવતાર એ દરેક કામ કરી શકે..
એક વાર ઓપરેશન કરવા હોસ્પિટલમાં સિવિલ સર્જનના હોય તો ઓપરેશન પણ આઈએએસ કરી શકે…!!
વિરોધાભાસી નિર્ણયો લેવાઈ રહ્યા છે સરકારમાં ..
ખરી જરૂર છે હવે થોડાક નીચલા લેવલે પણ હવે બાહરથી ભર્તી કરી અને સરકારની કામગીરીમાં સુધારો કરવાની..
ભારતને હવે ઝડપ જોઈએ છે અને સરકારી તંત્રો ઝડપને રોકવા થાય એટલા લાકડા નાખે છે..
ચાલુ સરકારી અધિકારી હોય કે રીટાયાર્ડ દરેકના મોઢે મેં આમ કર્યું મેં તેમ કર્યું પણ મારી ક્યાંય કદર નથી..
એ વાત પણ ઘણા અંશે સાચી છે કેમકે એમની બધી જ કદર રાજકારણી પોતાના નામે અંકિત કરી લ્યે છે.. પુલ બાંધવા દિવસ રાત મેહનત કરે સરકારી એન્જીનીયર, અને નામની તકતી લાગે નેતાઓ ની..
એલિસબ્રિજ નો એલીસ કોણ હતો ..?
નોર્થ ઝોનનો કમિશ્નર હતા ,એક અધિકારી હતા અને એલીસબ્રીજ બનાવનારા એન્જીનીયર હિંમતલાલ ભચેચ એ પાંચ લાખના બજેટ માંથી ચાર લાખ સાત હજાર રૂપિયા વાપરીને એલીસબ્રીજ બાંધી આપ્યો હતો ..
જો કે પેહલા તો એન્જીનીયર હિમ્મતલાલ ઉપર ક્વોલીટીમાં કોમ્પ્રોમાઈઝ કર્યો હશે એમ કરી ને શક કરવામાં આવ્યો પણ પાછળથી એમને રાવ બહાદુર નો ખિતાબ આપવામાં આવ્યો હતો..
હવે છેલ્લે એક સવાલ ..ખુબ જ સુંદર કામગીરી કરતા અને કરી ચુકેલા સરકારી અધિકારી ઓ ને સરકાર તરફથી કે સમાજ તરફથી ક્યો ઈલ્કાબ આપવામાં આવ્યો છે લીસ્ટ ખરું ..?
સારો પગાર ગાડી બંગલા બેહિસાબ સત્તા પછી પણ એક વસ્તુ તો ખૂટે જીવનમાં,
અને એ છે કદર ..
પાછા ના પડાય ..કરવી જ રહી..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા