નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં ઉતરી પડ્યા ..
એક જોરદાર અને સરપ્રાઈઝ મુવ મહાઅમાત્યની મુંજાલની દુશ્મનને ખબર જ ના પડે કે દોસ્તી રાખવી કે દુશ્મની..!
આ માણસ મારી જોડે દોસ્તી રાખવા માંગે છે કે દુશ્મની.!
એક કાંકરે ઢગલાબંધ પક્ષી માર્યા ..
દુનિયા ને દેખાડ્યું કે હું કેટલો બધો મળતાવડો અને મિલનસાર છું
મારે તો પાકિસ્તાન જોડે ફક્ત અને ફક્ત દોસ્તી જોઈએ છે
હું યુદ્ધખોર નથી જો કે અને વિદેશનીતિનો મોરો પૂર્વ તરફ ઘુમાવ્યો છે અને બુધ્ધીસ્ટ દેશોમાં જઈને ભગવાન બુધ્ધના શાંતિ સંદેશની જ વાતો કરું છું..
અમેરિકાની જેમ બેવડી નીતિ અખત્યાર કરી સરહદ પર પૂરેપૂરો જવાબ આપવાનો અને એના માટે મનોહર પરિકર જેવા સક્ષમ સંરક્ષણમંત્રી રાખ્યા છે, એક પછી એક લેટેસ્ટ શસ્ત્રો ભાથામાં ઉમેરતા જવાનું ..
હું એક દુનિયામાં એક મોટો રોલ ભજવવા માટે આવ્યો છું અને એ હું કરી રહ્યો છું સાબિતી પેરીસ અને અમેરિકા યાત્રા ..
રશિયામાં શું કરી આવ્યા એ તો એ જ જાણે.. કાબુલ કેમ ? અને ત્યાંથી સીધા નવાઝ શરીફના ઘેર..??પાકિસ્તાની હેલીકોપ્ટરમાં નવાઝ શરીફ સાથે બેસવાનું જોખમ કેમ લીધું ?
મને પેહલા દિવસથી નરેન્દ્ર મોદીમાં ક.મા.મુનશીનો મહાઅમાત્ય મુંજાલ દેખાય છે,અને દિલ્લી ગયા પછી આચાર્ય ચાણક્ય ..!
એક એક ચાલ અકળ છે નરેન્દ્ર મોદીની ,ચીનના રાષ્ટ્રપતિ શી પીંગ જેમ અમદાવાદ આવી અને કેક કાપી ગયા એના કરતા પણ વધારે ધારદાર રીતે નવાઝ શરીફની કેક નરેન્દ્ર મોદીએ કાપી નાખી..
છેલ્લા ઘણા દિવસોથી કઈક રંધાઈ રહ્યું છે, અજીત ડોભવાલની બેંગકોક યાત્રા અને પછી સુષ્મા સ્વરાજની પાકિસ્તાન યાત્રા , મીડિયા સવાલ પર સવાલ પૂછતું રહ્યું કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન કયારે જશે?
ક્યાંથી કઈ વાત પડઘાય છે? મીડિયા પણ અસમંજસમાં છે,
અમેરિકન ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને પછી એમની વધતી લોકપ્રિયતા ..!
એબેટાબાદ કાંડ પછી અમેરિકન જનતા પાકિસ્તાનને એક પણ ડોલર આપવાના મુડમાં નથી .. અને અમેરિકન ડોલર વિના તો પાકિસ્તાન ક્યાંયનું ના રહે. ચાઇનીઝ યુઆનથી પાકિસ્તાની શાસકોના પેટ ના ભરાય અને અમેરિકા જેટલો ખર્ચો ચીનાઓ ના કરે..
તારક ફતાહના અવલોકનોને જો ધ્યાનમાં રાખીએ તો પાકિસ્તાનની સ્થિતિ બહુ જ ખતરનાક છે, જેની ગલ્ફમાં રેહતા પાકિસ્તાનીઓ હામી ભરે છે.
તો હવે શું ?
અગિયાર વર્ષ પેહલા અટલબિહારી વાજપાઈ એ પણ સબંધોમાં આટલો જ ગરમાવો લાવ્યા હતા અને પરવેઝ મુશરફ નવાઝ શરીફને હટાવી અને પાકિસ્તાનની સત્તા પર ચડી બેઠા..અને આપણને કારગીલની ભેટ મળી..!
અગિયાર વર્ષ પેહલા લગભગ એવો માહોલ હતો કે કાશ્મીર સમસ્યા ઉકેલાઈ ગઈ છે , બંને દેશો કાશ્મીર ખીણ પ્રદેશ પર સહિયારું રાજ કરશે એવી કોઈ ફોર્મ્યુલા પર સમાધાન શોધ્યું હતું..
ભારત અને પાકિસ્તાનના સબંધો સારા થાય એવું ઘણા બધા આતંકી સંગઠનો અને પાકિસ્તાની સેનાના બહુજ મોટા ભાગને પસંદ નથી ..
અને હવે એવી જ કોઈ ફોર્મ્યુલા સેટ થઇ છે સહિયારો કબ્જો કાશ્મીર પર?
અને નરેન્દ્ર મોદી જો આવી ફોર્મ્યુલા પર હામી ભારે તો સંઘ કે શિવસેના એમને સ્વીકારવા દે ખરા ?
અને આવી કોઈપણ ફોર્મ્યુલાને પાકિસ્તાનની સેના કબુલ કરે ખરી ? ફરીવાર કોઈ બીજો પરવેઝ મુશરફ આજ ના સંજોગોમાં નવાઝ શરીફને જેલભેગા કરે તો નરેન્દ્ર મોદી શું કરે ?
પાકિસ્તાની સેના જો ફરી એકવાર બળવો કરે તો દરેક આપત્તિને અવસરમાં ફેરવવાવાળા નરેન્દ્ર મોદી ભારતીય સેનાને હરકતમાં લાવી અને પાકિસ્તાનમાં પાકિસ્તાનના નજરબંધ થયેલા એમના મિત્ર નવાઝ શરીફને છોડાવી લે?
ખરેખર એવું કઈ થાય તો ભારત માટે એક અવસર કેહવાય ..
અફઘાનિસ્તાનમાં પેટ ભરીને પાકિસ્તાનને ગાળો આપી અને પછી સીધા પાકિસ્તાન ઉતરી ગયા..!!
મને લાગે છે કે કાબુલ જવાનું મારું સપનું જલ્દી પૂરું થશે..!!
અર્ણવ ગોસ્વામી આદત પ્રમાણે બુમો મારે છે પણ અંદર કઈ જુદું જ છે,સાચું ખોટું એ તો સમય કેહશે પણ ઈતિહાસની સૌથી મોટી કમબખ્તી એ છે કે જયારે ઈતિહાસ રચાઈ રહ્યો હોય ત્યારે એ સમયના લોકો ને એની ગંભીરતાની જાણ જ નથી હોતી આવનારી પેઢી જ કહે કે આ વસ્તુ આમ થઇ હોત તો ઈતિહાસ જુદો હોત ..
અત્યારે ઈતિહાસ રચાઈ રહ્યો છે કે એની તૈયારી થઇ રહી છે ..!
સરહદો બદલાશે ?
સવાલો ઘણા છે પણ જવાબ ભવિષ્યકાળમાં જ છુપાયેલો છે..રાહ જોયે જ છૂટકો.
શુભ રાત્રી
શૈશવ વોરા