કેટલાક સળંગ ડાહ્યા પત્રકારોને પાકિસ્તાની કલાકારો ને કાઢી મુક્યા એમાં એમને હિંદુ કટ્ટરવાદની “બૂ” આવે છે અને જાણે એના સગ્ગા માં જાણ્યા ભાઈને કાઢી મુક્યા હોયને એમ એમને પીડા થાય છે..!
અલ્યા ભાઈ હવે સિત્તેર વર્ષ થયા,ત્રણ ત્રણ પેઢી નવી આવી ગઈ દેશમાં, જેનો સગ્ગો ભાઈ પણ પાકિસ્તાનમાં રહી ગયો હતો ને ૧૯૪૭માં, એના ઘરે પણ ચોથી પેઢી રમે છે આજે..
ચાર પેઢી દુરના કોઈ સગા, આપણા સગ્ગા ભાઈને મારી નાખે અને એને સજા કરીએ ને તો એના માટે આવું રડવા ના બેસાય “હલકટ”,
અને “ડોહા” કોઈ છાપાવાળા એ તને જગ્યા આપી એટલે તું બેઠો બેઠો લખ લખ કરે અને પાછા સવાયા આંધળા લોકો એમાં હા એ હા પુરાવે..
“સાઠે નાઠી” વાળા ચક્રમ, બોલીવુડમાંથી પાકિસ્તાની કલાકારને કાઢી મુક્યા છે, કઈ મુસલમાન કલાકારોને નથી કાઢી મુક્યા, તે આટલો બધો કકળાટ કરે છે..!
ખરું ખરું ચાલે છે હો આ દેશમાં તો..!
એક પત્રકારે એવું લખ્યું કે ભારતીય કલાકારને હોલીવુડમાં કામ કરતા જોઇને કેવા હરખાવ છો..? તો પછી પાકિસ્તાની કલાકાર અહિયાં આવે તો શું વાંધો..?
હે મહાબુધ્ધી ના સાગર અમેરિકાએ ભારતના કેટલા સૈનિકોના માથા વાઢી લીધા.?અમેરિકાથી કેટલા આતંકવાદી તારા મુંબઈમાં આવીને બસ્સો પાંચસો માણસોને મારી ગયા..?
સરખામણી પણ “અક્કરમી” વેશ્યાની અને એની સગી માં ની કરે છે..!
“ડોહા” કઈક તો માપ રાખો યાર..!
આ દેશ કલાકારો અને કદરદાનો થી ભરેલો દેશ છે, કલા કદરદાન વિના વાંઝણી છે અને કલાકાર કદરદાન વિના અનાથ છે..!
પાકિસ્તાનમાં પ્રેક્ટીકલી આજે એક પણ કલાનો કદરદાન રહ્યો નથી, આંગળીના વેઢે ગણાય એટલા કલાકાર અને કદરદાન બચ્યા છે..!
ગુલામઅલી એમની ગઝલમાં ચાર લાઈન દરબારી કાનડા રાગની ગાતા ગાતા વચ્ચે શિવરંજની કરે અને ત્યાંથી ભટીયાર કરે તો ત્યાં પાકિસ્તાનમાં ક્યા “ભુતા ભા” ને ખબર પડવાની છે..?
એમને સાચી વાહ વાહવાઈ જોઈતી હોય તો જખ મારીને મુંબઈ આવવું “ જ ” પડે અને પછી મુંબઈ આવીને ડાહી ડાહી વાતો કરવી પડે… હમ તો અમન કી આશ લેકર આયે હૈ..!
હવે જે દેશમાં છાશવારે બંદુકો જ ચાલતી હોય, ત્યાં તાનપુરાના તાર ના ગુંજે..!
હજી પણ કહું છું કે આપણે ગુલામઅલીનો વિરોધ કર્યો છે બેગમ પરવીન સુલતાનાનો નહિ..!
હવે વિચારો કે ગુલામઅલી અત્યારે અદનાન સામીની જેમ ભારતની નાગરિકતા લઇ લે અથવા તો ભારત આવીને રાજઆશ્રય લઇ લે તો નવાઝ શરીફનું કેવું નાક કપાઈ જાય..?
વિરોધ પાકિસ્તાની કલાકારોનો છે મુસલમાન કલાકારોનો નથી..!
પાકિસ્તાન પાસે પણ ભારતીય કલા અને સંસ્કૃતિનો એટલો જ વારસો હતો..
જે દિવસે પાકિસ્તાની રેડિયો જન્મ્યો તે જ દિવસે લાહોરના રેડિયો પાકિસ્તાનના સ્ટેશન ડાયરેક્ટરને કેહવામાં આવ્યું હતું કે બધા રાગ રાગીણીઓ નું ઇસ્લામીકરણ કરો એમના નામ ઇસ્લામિક આપો.. બિચારા સ્ટેશન ડાયરેક્ટર સાચા કલાકાર હતા એમણે કીધું એવું તો ના થાય.. આ વાત મેં નૌશાદજી ના ઈન્ટરવ્યૂમાં સાંભળેલી છે..
હવે આજે સીતેર વર્ષે હાલત એવી છે પાકિસ્તાનમાં કે શાસ્ત્રીય સંગીતના નામે મીંડું બચ્યું છે, છેલ્લા બે ચાર કાંગરા છે એ પણ હવે ખરવામાં છે..અને બીજું જે દિવસે તાલેબાનોના ઝપાટે ત્યાના સંગીતવાળા ચડ્યા એ દિવસે રાહત ફતેહઅલી ખાન હોય કે ગુલામઅલી હોય બધા ને એ લોકો ગોળીએ દેશે..
અને ત્યારે સાચો સમય આવશે તમારે રડવાનો,
ત્યારે છાજીયા લેજો “ડોહા”..!
મારા બાળપણમાં મેં દિલ્લીના લાલ કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડના શો જોયો હતો,
એમાં બાદશાહ ઔરંગઝેબ બોલે છે.. યે કિસકા જનાઝા જા રહા હૈ..? સામેથી જવાબ આવે છે જહાંપનાં ગુસ્તાખી માફ સંગીત કા જનાઝા હૈ..બાદશાહ ઔરંગઝેબએ હુકમ કર્યો ઇનકો ઔર છે (અંકે ૬) મુર્દે દિયે જાય, પેહલે સંગીત કો દફનાયા જાય ફિર ઉસકે ઉપર છે (અંકે ૬)મુર્દે..(એક કબરમાં સાત મડદા સુધી દફન કરી શકાય એવું કૈક છે) તાકી કયામત કે દિન ભી સંગીત ઝીંદા ના હો પાયે..!
હવે આવો કટ્ટરવાદી કલાનો દુશ્મન એવો ઔરંગઝેબ પાકિસ્તાનનો આદર્શ છે..!
પાકિસ્તાન એ માનવા જ તૈયાર નથી કે લાહોર એ ભગવાન રામચન્દ્રના દીકરા લવ ની રાજધાની હતી..!
અખંડ ભારતનો જુનો ઈતિહાસ આ પાકિસ્તાન નામનો દેશ સ્વીકારવા જ તૈયાર નથી, લગભગ બુત પરસ્તીના નામે શિલ્પકલાના પુરાવા રૂપ બધા જ સ્થાપત્યોનો નાશ કરવામાં આવ્યો છે..!
હવે બીજી વાત એમ છે કે કરણ જૌહરે ફવાદખાનને એની ફિલ્મમાં લીધો અને હવે ફિલ્મ રીલીઝ કરવાનો સમય આવ્યો છે અને આવું ને આવું ચાલે તો કરણ જૌહર ઉઠી જાય ફવાદખાનને લીધે, એમને બહુ મોટું નુકસાન પડે એમ છે અને એના માટેના આ બધા અત્યારે તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે..!!
મીડિયામાં “પોઝીટીવ” અને “ ડાહી ડાહી “ વાતો કરીને કે પછી રૂપિયા ખર્ચીને કરાવીને પણ કઈક “જુગાડ” ગોઠવાય અને ફિલ્મ રીલીઝ થાય તો રૂપિયા છુટ્ટા થઇ જાય..!
અને એના માટે આવા દોઢ ડાહ્યા કે સળંગ ડાહ્યા પત્રકારો આવા લેખો ઠોકે છે પણ આ બધા “ ડોહા “ ઓને ખબર નથી કે તારા છાપાની કુપન કાપી લીધા પછી કોઈ કિમત નથી, અને આજકાલનો જુવાનીયો એની બાયડીને એકવાર છોડી દે પણ મોબાઈલને ના છોડે..
મોબાઈલ એટલે સોશિઅલ મીડિયા ..!
“ડોહા” તું ગમે તેટલી ચીકણી, ચુપડી અને સુફયાણી વાતો કરે અને તારા છાપામાં છપાવે પણ સોશિઅલ મીડિયામાં હવે બધું એટલું રમતું થઇ ગયું કે કરણ ની ફિલમ તો ભૂલમાંથી રીલીઝ થઇ ને તો લોકો પાયરેટેડ જોશે પણ રૂપિયા ખર્ચીને તો નહિ જ જોવે ..
પૂછ જો પેલા શાહરૂખને કેવી હાલત થઇ હતી..?
બસ નક્કી જ છે ફવાદખાનવાળા પિકચર ની આ જ હાલત..!
પાકિસ્તાનને ચારેબાજુથી એકલું પાડવું જ રહ્યું અને જ્યાં જ્યાં પાકિસ્તાનના હુક્મરાનો મળે ત્યાં તેમને નીચાજોણું કરાવવું જ રહ્યું..!
વેવલાવેડા તો સિત્તેર સિત્તેર વર્ષથી કરીએ છીએ..!
પાકિસ્તાની કલાકાર નહિ ડુંગળી પણ નથી જોઈતી જાવ,
જય હિંદ
જય હિંદ કી સેના
શૈશવ વોરા