આ પ્રિયંકા ચોપરાએ પેલા ટેણીયા સાથે સગાઇ કરી એમાં તો કેટલાયના ભવાં ચડી ગયા છે , સોશિઅલ મીડિયામાં તો જાણે ગરમાગરમ દાળવડા ને ભજીયા મળી ગયા ..
જબરજસ્ત રીતે `ટ્રોલ` કરી રહી છે પ્રજા બિચારા બંને ને ..
મેલો હવે ને છા`લ ભ`ઈ..
*રાજા ને ગમી તે રાણી ,ને છા`ણા વીણતી આણી..*
મારે ને તમારે શું ભ`ઈ ? ત્યારે શું વળી ..?
શું થયું ?
નથી મુકવી છા`લ ..?
પંચાત કરવી છે ? કરવી છે ને ? ખબર જ હતી ..
આવો `હોટ` ટોપિક હોય તો થોડી કુથલી તો બનતી હૈ યાર..
પચ્ચીસ નો છો`રો અને છત્રીસની આંટી,
છત્રીસની હોય એને આંટી કેહવાય ? આવું ઘોર અપમાન થાય ? ગુસ્તાખ ..
ભાભ્ભી તો કેહવાય કેમ ..?
સોરી ભાભ્ભીજી …
આહે હાય…જવાની યાદ આવી ગઈ નહી..લાલા ..તને તો હેં..!!
જલસો પડી જાય નહિ લાલા..! પચ્ચીસ વર્ષે છત્રીસની હાથમાં આવી જાય તો કેમ સુ કે`વુ `લાલા`..?
બધા ડોસુડગરું ને કહી દઉં કે ગંદી ગંદી વાતો જ થવાની છે આગળ એટલે નાકના ટેરવા ના ચડાવતા..
નહિ લખું હવે વધારે ખોટું ટેન્શન ના કરતા .. 😉
પણ યારો સાચું કહી દઉં તો મારા મારી ઉંમરના મારી સિવાયના `આધેડ` ઉંમરે પોહચેલા બધાને બહુ દુઃખ થયું છે..એક નાનો ટેણીયો બાજી મારી ગયો ??
એક મારો `આધેડ` તો બિચારો ફ્રસ્ટેટ થઈને શું બોલે છે ખબર છે ?
આ શાણો કૌઓ હોય ને `ગુ` (ગુ=પોટ્ટી =છીછી )ઉપર જઈને જ બેસે, છત્રીસ છત્રીસ વર્ષના થાય ત્યાં સુધી પરણે નહિ તે શું થાય પછી ? મારી મીસીસ તો છત્રીસની થઇ ને ત્યારે મારી `મોટી` તેર વર્ષની હતી ..
અલ્યા શંખ તને બધી વાતમાં ઉતાવળ હતી, તે બીજા બધા ને પણ ઉતાવળ હોય ? હેં લ્યા હૈયાફૂટા..? તારી ફૂટપટ્ટીથી જ આખી દુનિયાને તારે માપવાની..
પણ આપણને તો આવા દુનિયા ની નજરના “ક-જોડા” ગમે ..!!
પેલા ફ્રેંચ પ્રેસીડન્ટ પછી અમેરિકાવાળા ટ્રમ્પકાકા અને મલાનીયાભાભી..
અરે હા લંડન ગયા હતા ભાભી ત્યારે પેલો પીળો ફ્લોર લેન્થની બાંયવાળો ડ્રેસ પેહર્યો હતો એ જોયો હતો ..? મલાનીયાભાભી એ પેહર્યો હતો..સુ જોરદાર લાગતા હતા , આખું બ્રિટીશ મીડિયા મોઢામાં આંગળા ઘાલી ગયું હતું, અને પાછા અમેરિકાના મીડિયાવાળા જલે પે નમક છીડકે ..બ્રિટીશ રાજપરિવારની વહુઓને પણ રૂપિયા નો પાવર શું હોય એ મલાનીયા ટ્રમ્પએ દેખાડી દીધું .. !!
ઉમ્મરલાયક રૂપિયાવાળા ડો`હા ને પરણો તો નોટો ઉડાડવા તો બેફામ મળે હો ભાઈ..!!
અને ડો`હી ને પ`ઈણો તો ..??
મારો એક હીરો પણ આવી જ રીતે ભરાયો છે..એના લીધે મને એટલી બધી ગાળો પડે છે ..
તે શું શીખવાડ્યું પેલા ને ? `વન વુમન મેન` થતા શીખવાડ્યું ને તે એને ..??
હવે જો તારા લીધે ..સાલ્લો એનાથી બાર વર્ષ મોટી જોડે પ્રેમમાં પડ્યો છે..
મારો ટેણીયો હજી ત્રેવીસનો છે અને ટોપો પાંત્રીસ વર્ષવાળી જોડે પ્રેમમાં પડ્યો છે ,પેલી કોઈ એડવર્ડટાઈઝીંગ એજન્સીમાં કામ કરે છે અને અમારો હીરો એને કૈક મોડેલીંગના કામે ગયો હતો અને ત્યાં બે ભેગા થઇ ગયા..પેલી એ ચારપાંચ ધક્કા ખવડાવ્યા ,પેહલા કોફી થી શરૂઆત થઇ અને પછી છેક ઉદેપુર અને મુંબઈ લોનાવાલા સુધી વાર્તા લંબાઈ ગઈ..
શરુ શરુના હીરોના આપડી જોડેના રીપોર્ટીંગમાં તો મને એમ લાગ્યું કે ટીંડર ની જેમ હમણાં બે ચાર દિવસમાં બધા ખાધુંપીધું ને મોજ કરશે અને પછી ફરીવાર નવું આઈડી ક્રિયેટ કરશે..
પણ મારો હ`હારો છ છ મહિનાથી એક જ પીચ ઉપર બેટિંગ કરે છે, અને હમણાં હમણાં ઇન્સ્ટા અને ફેસબુક અને સ્નેપમાં સ્ટોરીઓ નાખે છે એની પ્રેમલા પ્રેમલીની ,અને એમાં હું ભરાઈ ગયો..એનું આખું ગ્રુપ મને ફોન કરી કરી ને ગાળો આપે છે.. તારા પાપે અને તારા લીધે ..!!
એક નાલાયક તો મને કહે તે કેમની છોડી દીધી બે “સૈ`સુ ”..? તારે તો બરાબર પરફેક્ટ સાઈઝની હતી , સાચું બોલ તો પેલાને પ્રેમ ના રવાડે ચડાઈને તે તારું સેટિંગ પાડ્યું છે ને ..એના ઘરમાં ઘાલી ને તારે આખી જિંદગીના જલસા ગોઠવવા છે ને ..!!
એવો ખતરનાક આરોપ આવ્યો કે બે મિનીટ તો શ્વાસ બંધ થઇ ગયા,સીધું આપડા ઉપર આવ્યું અને પછી વિચાર્યું કે એવું થાય તો ..? મનમાં તો ગલગલીયા થઇ ગયા..પુરુષ માં આવીએ છીએ મહાપુરુષ નથી હોં ભાઈ અમે ..પણ પછી દુનિયા અને એની દારી, એનાથી વધારે મુઆ સંસ્કાર.. હાય રે કિસ્મત ..!
પણ આ કારણ વિનાના `લવગુરુ` થવા જઈએ એમાં આપણે ભરાઈ જઈએ, પેલા રેડીયાવાળા લવગુરુ ને અડધી રાતે તો માદક અવાજમાં `ઇકો` ફુલ્લ રાખીને બેઇઝ વધારીને દસ મિનીટ વાત કરી છૂટી પડવાનું હોય ,અને રીયલ લાઈફમાં તો રાત પડ્યે સાલા આપડે ઘેર આવી ને બધું ઉભું રહી જાય..
એમાંનો એક મને કહે આ તારો હીરો છે ને ફાધર્લી ફીલિંગ લેવા એ તારે પાસે આવે છે, અને મધર્લી ફીલિંગ પેલી આપે છે..હવે આમ થયું અને તેમ થયું ..વર્જિન નોહતી એ તો ખબર હતી, પણ આ તો લાગે છે એબોર્ટ કરાવ્યું છે..
ઊહું..ઊહું ..યાર હું શું કરું..?
`આમાં મારો કોઈ હાથ પગ માથું કઈ નથી બાપા મને છોડ ને નહિ સલાહ આપું કે વન મેન વુમન થા બસ .. તું તારે ટીંડર ઉપર જ બરાબર છે..!!`
ત્રાહિમામ થઇ જવાય ભૂલથી કોઈને કઈ પણ સલાહ આપી તો..!!
એક સલાહની પાછળ દસ પ્રોબ્લેમ સોલ્વ કરવાના આવે…
*બેક ટુ પોઈન્ટ ડોહીને પઈણો તો..??*
મને તો લાગે છે કે પછી જીવનમાં માતાની જરૂરીયાત પૂરી થઇ જાય..ભોજયેષુ માતા અને કર્મેષુ, કાર્યેષુ, શયનેષુ પણ માતા જ થઈ જાય..
કુદરતના ગોઠવેલા ચક્રમાં સ્ત્રી હમેશા વેહલી મેચ્યોરીટી ધારણ કરે છે અને પુરુષ ખુબ મોડી, સ્ત્રી ચૌદ થી સોળ વર્ષની વચ્ચે શારીરિક અને માનસિક રીતે સ્ત્રી મેચ્યોરીટી ધારણ કરી લેતી હોય છે અને એટલી જ મેચ્યોરીટી કેળવતા પુરુષ લગભગ એકવીસનો થઇ જાય..
અને કદાચ એટલે જ સમાજની રચના કરતી વખતે આપણા બાપદાદાઓ એ એક વણલખ્યો નિયમ મૂકી દીધો કે સ્ત્રી પુરુષ કરતા ત્રણથી પાંચ વર્ષ નાની હોય..!!
પણ હવે તો શું બધું બદલાઈ ગયું ભરઉનાળે કરાં પડે અને શિયાળે ગરમી..
કળજગ છે ભાઈ ..અને પ્રેમ આંધળો છે..
માંડમાંડ પોણી રાતે બધાને ઘેર ધકેલ્યા છે અત્યારે ..
જે થવું હોય તે થાય પ્રિયંકા અને નીકનું અને એના જેવા પેલા બે નું ..
અહી તો…
પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ, છૈયા છોકરા શાલીગ્રામ ,કરું તો કરું કોની સેવા..?
સુ કો`છ ..તમારે ક્યાંય સેટિંગ ખરું ? પ્રોબ્લેમ હોય તો ..કે`જો
એ નહિ …કોઈ સલાહ નહિ ..ચાલશે માફ કરો ..!!!ભૂલ થઇ ગઈ ..
સાલું “ઝ્ઝ્ઝ” પઢવા જતા “xxx” કોટે વળગે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા