લ્યો ત્યારે બા ભલે રિટાયર્ડ થતા નથી અને બાપાએ રિટાયર્ડમેન્ટ જાહેર કર્યું..!
છેક ૯૫ વર્ષે પ્રિન્સ ફિલિપએ એમનું રિટાયર્ડમેન્ટ જાહેર કર્યું..!
હવેથી રાણી જ્યાં જશે ત્યાં એકલા જશે, રાજકીય કામકાજમાંથી ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફીલીપે એમની નિવૃત્તિ જાહેર કરી અને એમના કામકાજ પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સ અને એમના પુત્ર ડ્યુક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમને વેહચી આપવામાં આવશે ..
રિટાયર્ડમેન્ટ પછી પણ પ્રિન્સ ફિલિપ ૭૮૦ સંસ્થાઓનું વડપણ કરશે..!
સલામ કરવી પડે મહારાણી એલીઝાબેથ અને પ્રિન્સ ફિલિપને..
૯૧ વર્ષ હજી હમણા જ મહારાણીએ પુરા કર્યા અને એકદમ ઠીકઠાક રહીને રાજકાજ જોવે છે..!
સિત્તેર વર્ષના લગ્નજીવનમાં મહારાણીના પડછાયાની જેમ પ્રિન્સ ફિલિપ ઉભા રહ્યા છે..!
રાજપરિવાર પર ઘણી તડકી છાંયડી આવી પણ રાણીમાં અડગ રહ્યા અને પ્રિન્સ ફિલિપ એમની પાછળ મજબૂતીથી ઉભા રહ્યા..
આપણી જેમ બ્રિટનમાં પણ મહારાણીને કે પ્રિન્સ ફિલિપ સેહજ માંદા પડે એટલે અફવાઓ ચાલુ થઇ જાય કે ગયા ગયા ગયા ..
અને પછી બકીંગહામ પેલેસમાંથી સમાચાર આવે કે ભાઈ સાદો ન્યુમોનિયા છે બધું સાજુ નરવું છે गाभरू नको..!
ગઈ ક્રિસમસ વખતે જ જોરદાર અફવા ઉડી હતી પણ પ્રિન્સ ટકી ગયા..!
કૈક છાપાવાળા અને પત્રકારો શ્રદ્ધાંજલિ તૈયાર કરીને બેઠા છે પણ હજી ઘણી રાહ જોવી પડે તેમ લાગે છે..
બ્રિટીશ રાજવંશ માં ખુબ લાંબુ જીવનના જીનેટીક્સ છે અત્યારના મહારાણી એલીઝાબેથ ના મમ્મી રાજમાતા એલીઝાબેથ અને રાજા જ્યોર્જ છઠ્ઠાના પત્ની પુરા ૧૦૧ વર્ષ જીવ્યા હતા..
છેક ૨૦૦૨માં રાજમાતાએ પ્રાણ ત્યાગ્યા હતા..! જોકે એમના પતિદેવ રાજા જ્યોર્જ ષ્ઠમ બહુ વેહલા ગુજરી ગયા હતા એમણે ૫૬માં વર્ષે જ દુનિયા છોડી દીધી હતી અને ત્યાર પછી મહારાણી એલીઝાબેથ ૧૯૫૩થી બ્રિટનની રાજગાદી પર બિરાજ્યા, જોડે જોડે લગભગ ૫૨ દેશોના આજની તારીખમાં પણ મહારાણી બંધારણીય વડા છે ,જેમાં ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ ,કેનેડા જેવા દેશો આવી જાય..!
દુનિયાના ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મહારાણી એમનો તાજ છોડે અને પ્રિન્સ ચાર્લ્સનો નંબર આવે પણ બીજો એક મોટો વર્ગ પ્રિન્સ ચાર્લ્સને બાયપાસ કરીને પ્રિન્સ વિલિયમને ગાડી પર બિરાજેલા જોવા ઈચ્છે છે..!
જોઈએ હવે મહારાણી જીવતે જીવત ગાદી છોડે છે કે પછી આપડે QED લખવું પડે છે..
ચાલો આજે આપણે અહિયાં QED
શૈશવ વોરા