ગઈકાલની ભારત પાકિસ્તાનની મેચ અને એમાં ઝી ન્યુઝે લીધેલા સ્ટેન્ડ એ બાકી બધી ચેનલોની જોડે જોડે શાસક પક્ષ અને કેહવાતા બુદ્ધિશાળી લોકોના કપડા ઉતારી લીધા..!
અધૂરામાં પૂરું બાકી હતું તો બ્રિટનમાં કાશ્મીર ની “આઝાદી” ના નારા લાગ્યા અને બુરહાન વાણી અને સ્બઝાર બટ્ટના ફોટા લાગ્યા..!
અફઘાનિસ્તાન જેવા દેશની સરકાર કે જેની હુકુમત પોતાના દેશમાં પણ નથી એવી તદ્દન નબળી સરકાર પણ એમ નિર્ણય લઇ લેતી હોય કે પાકિસ્તાનને પાપે અમે મરીએ છીએ, એટલે અમારે પાકિસ્તાન સાથે ક્રિકેટ નથી રમવું માટે અમે આ ટ્રોફી નહિ રમીએ, તો ભારતની સરકારને શું “ચળ” હતી કે રમ્યા વિનાના રહી ગયા હતા કે રમવા દોડી ગયા ?
હજી પણ દાઉદ ઈબ્રાહીમ જ “ચેરમેન” છે કે શું બીસીસીઆઈના..?
બહુ ધ્યાનથી વાંચજો આ વાક્ય અને સમજવાની કોશિશ કરજો, ઘણા અક્કરમીઓ ને સમજણ હોવા છતાં નાસમજ હોવા નો ડોળ કરીને આવા મુદ્દા ઉપર પોતાની દલીલો ઠોકે છે..
થોડા સમય પેહલા એક સેમીનાર હતો ભારતીય વિચાર મંચનો “ડીકોલોનાઈઝેશન ઓફ ઇન્ડિયન માઈન્ડ સેટ” સાદુ ગુજરાતી કરું તો ભારતીય માનસ(દિમાગ)માં આવી ગયેલા અંગ્રેજી(બ્રિટીશ) વિચારો અને આચારોમાંથી મુક્તિ મેળવવી..
ખરેખર તો ભારતીય દિમાગમાં ઘુસી ગયેલા “અકબરી” વિચારોમાંથી પેહલા મુક્તિ મેળવવી જરૂરી છે..પછી બ્રિટીશ વિચારોનો વારો આવે..!
બાબર ભારતને લુંટવા જ આવ્યો હતો, હુમાયુ ની આખી જિંદગી ઘડીકમાં દિલ્લી હાથમાં આવી અને ગઈ, એમાં પૂરી થઇ પણ અકબર એકદમ “સેટ” શહેનશાહ હતો..
અને “સાયકોલોજીકલ વોર”ની શરૂઆત ત્યાંથી જ થઇ..આગળ બને તેટલી સાદી ભાષામાં લખું છું જેથી જનસાધારણ સમજવામાં સરળતા રહે..
એ જમાનામાં સારા સારા હિંદુ રાજાઓ જે ખરેખર પોતાની પ્રજાને પ્રેમ કરતા હતા એમને એમ લાગ્યું કે ભલે અકબર તો અકબર દિલ્લીની ગાદી પર રહે, અને એમ પણ રૈયતને છેલ્લા દોઢસો બસ્સો વર્ષથી ચાલતી લડાઈઓમાંથી મુક્તિ મળતી હોય ગંગા જમનાના મેદાની ઇલાકામાં શાંતિ રેહતી હોય તો આપણે અકબરના નેજા હેઠળ કામ કરીશું, અને મોટા ભાગના નવરત્નો જે હિંદુ હતા એ બધા ખરેખર “વિકાસ” ના કામે લાગી ગયા,
હવે એ સમયે પણ “તાલેબાની લોબી” દિલ્લીમાં કામ કરતી હતી અને એમને થયું કે જ્યાં સુધી આ બધાને વટલાવશુ નહિ ત્યાં સુધી મોગલ શાસન સ્થિર નહિ થાય અને અકબર જાતે પણ એમાં જોડાયો,
ત્યારે “સ્યુડો સેક્યુલર વાદ” નો જન્મ થયો..
જે અકબરને વાંચતા લખતા પણ નોહતું આવડતું એણે તમામ ધર્મો ની સારી સારી વાતો “ભેગી” કરી અને “દીને ઇલાહી” નામના નવા ધર્મનો “આવિષ્કાર” કર્યો, જેમાં માનવ જીવનની જન્મ,મરણ અને પરણ આ ત્રણ મુખ્ય ઘટનાને જોડી લીધી ઇસ્લામની સાથે..!
અકબરના ઘણા હિંદુ દરબારીઓ અને નવરત્નો જેમાં તાનસેન આવી જાય એવા લોકો એ ખરો “સેક્યુલરવાદ”(હિંદુ-મુસ્લિમ એકસમાન,સમભાવ) છોડી અને “સ્યુડો-સેક્યુલરવાદ” (ઉપર ઉપરથી હિંદુ-મુસ્લિમ એકસમાન હોવાનો ડોળ કરવો,અંદર કટ્ટર તાલેબાનને જીવાડવો) પકડ્યો,
અકબરના જીવતે જીવ જ તાનસેન ઉપર “પ્રેશર” થયુ મ્લહાર રાગમાં થોડા સળી-સંટા કર્યા,નવો રાગ કર્યો અને મલ્હાર રાગની આગળ મીંયા મ્લહાર લાગ્યુ..એવી જ રીતે “રાગ તોડી”માં એક પ્રકાર “મીંયા કી તોડી” થયો..
આવા બીજા ઘણા પ્રયત્નો થયા સંગીતને વટલાવવાના, અમીર ખુસરોએ મુખ્ય તાલ વાદ્ય પખવાજને વચ્ચેથી કાપી નાખ્યું અને તબલા બનાવી કાઢ્યા, ચૌદ પ્રકારની વીણા હતી એની પથારી ફેરવી અને સિતાર બનાવી નાખી..!
સંગીતમાં જે ખેલ થયા એ જ ખેલ થયા સાહિત્યમાં થયા ફારસીને સંસ્કૃત અને દેવનાગરી(હિન્દી)માં ભેળવી અને ઉર્દુ પેદા કરી, ત્યારે પણ એક ખુબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું કે લીપી અને લખવાની પદ્ધતિ ડાબેથી જમણે રાખી ફારસીની જેમ જ..!
એ જમાનામાં આપડા આનંદ પ્રમોદ માટે સંગીત અને સાહિત્ય બે જ વસ્તુ હતી કોઈ બીજી મોટી રમતગમત થતી નહિ કે કોઈ ટુર્નામેન્ટ નોહતી થતી..! બહુ બહુ તો રામલીલાઓ,ભવાયા,બહુરૂપિયા અને ક્યારેક મહાભારત ના પ્રસંગો ભજવાતા અને એમાં તાલેબાની સંસ્કૃતિ ઘૂસે તેમ નોહતુ..!
એ જમાનાથી તાલેબનો,સ્યુડો સેક્યુલરોની એક વાત ક્લીયર હતી કોઈપણ ભોગે મૂર્તિ પૂજા નહિ,એટલે રામાયણ મહાભારત બચી ગયા,
જયારે ખરા સેક્યુલરો ને તો એક જ વાત હોય, તમારે જે કરવું હોય તે તમે કરો અમારે જે કરવું હશે તે અમે કરીશું એકબીજાને સહકાર આપીશું આડા નહિ આવીએ..!
અને આવા ખરા સેક્યુલરોએ સુફીવાદને જન્મ આપ્યો કે ભારતમાં લાવ્યા..!
આજે ખોટા અને હરામી લોકો એ બધા જ વાદને જોરદાર રીતે મિક્સ કરી નાખ્યા છે, તમને ખબર જ ના પડવા દે કે કોની મનીષા(ઈચ્છા) શું છે..
ભારતના ભાગલા પડ્યા ત્યારે એકવાત નક્કી થઇ ગઈ કે ભાઈ આપણે ખરા સેક્યુલર લોકો અહિયાં અને બાકીના ત્યાં..!
કાયદે આઝમ એમાં પણ દાવ કરી ગયા,અમે પણ સેક્યુલર રહીશુ..!
કેમ આવું બોલ્યા ? તો કહે સારી અને સમજુ વસ્તી તો હિન્દુસ્તાન પલાયન કરી રહી છે અને બધા જડભરત પાકિસ્તાનમાં રેહશે તો પાકિસ્તાન ચલાવશું કેમનું ?
કાયદે આઝમ ઓરીજીનલ તો ગુજરાતી એટલે એટલી બુદ્ધિ તો ચાલી કે એકલા જડ્ભરતો પાકિસ્તાનમાં રેહશે તો તો શાસન કેમનું કરવું..? અકબરને પણ હિંદુ સેક્યુલર બુદ્ધિની જરૂર પડતી તો મારે બધું કેમનું સેટ કરવુ..?
પણ જેનો ડર હતો એ જ થયુ ૧૯૭૧માં બંગાળ હાથથી ગયુ,અને નેવુંમાં વાયવ્ય ખૂણો ગયો તાલેબાની હાથમાં..બલુચ સળગે છે સિંધમાં ભારેલો અગ્નિ છે..સરકાર નું કીધું આજે લશ્કર નથી કરતુ,અને લશ્કરનું કીધું એમની આઇએસઆઇ..! બાર ભાયા અને તેર ચોકા થઇ ગયા પાકિસ્તાનમાં..!
તો હવે શું ? તો કહે દિલ્લી ફતેહનું સપનું દેખાડો તો મેળ બેસે અને એના માટે એ જ જરી પુરાણી અકબરવાળી ટેકનીક વાપરો..હિન્દુસ્તાનમાં રેહતા અને બુદ્ધિવાળા પ્રાણીઓ અને રૂપિયાવાળા ને લપેટો સેક્યુલરની વાર્તામાં..!
અને છેવટે જેવો એ બુદ્ધિવાળો ઇસ્લામ તરફ ઝુકે એટલે એમના જ કટ્ટર હિંદુઓ એ સેક્યુલરને ગાળો આપીને “તાલેબાન” બનાવી નાખે..!
ક્રિકેટમાં પણ સેક્યુલર થવા ગયા,ભારત-પાકિસ્તાન ભાઈ-ભાઈ થયા અને ઝીયા ઉલ હક્ક મેચો જોવા આવે અને પેરેલલ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ એ દેશમાં જાળ ફેલાવી અને બેઠેલા એક ગદ્દારને આઇડેન્ટિટીફાય કર્યો જેની પોહચ બોલીવુડમાં પણ એટલી જ હતી..
નામે દાઉદ ઈબ્રાહીમ..
સિત્તેર અને એશીના દાયકામાં બનેલી જાવેદ-અખ્તરની અને બીજા ઘણા બધા લોકોએ લખેલી ફિલ્મોમાં કવ્વાલી ઘુસી અને મંદિરમાં બેઠેલા ભગવાનને ગાળો અપાવી.. બિલ્લા નંબર ૭૮૬
ભારતના ખરા અર્થમાં સેકયુલર સમાજને એમાં કશું ખોટું પણ ના દેખાયુ ,ઈશ્વર જોડે રીસાવું મનાવું આ તો બહુ જૂની પરંપરા છે,
નો પ્રોબ્લેમ..!
રૂપિયા ના પુજારી દાઉદને કદાચ બીજી લેવાદેવા નોહતી, જ્યાં રૂપિયા હતા ત્યાં હાથ નાખ્યો દાઉદે એમાં ફિલ્મો અને ક્રિકેટ અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વગેરે વગેરે જગ્યા આવી ગઈ..ભારતમાં દાઉદ પર સકંજો કસાયો અને એ જઈ પડ્યો “પેલા હાથમાં..” અને પાકિસ્તાનને એક રેડીમેઈડ હાથો મળી ગયો..
ફિલ્મોના સિતારા અને એમની નવી પેઢીના કનેક્શન સીધા જતા હતા દાઉદ ઈબ્રાહીમ જોડે અને બધું ખુલીને બહાર આવ્યું મુંબઈ બ્લાસ્ટમાં,એક અચરજની વાત છે કે હજી પણ મુંબઈ બ્લાસ્ટમાં લોકલ હેન્ડલર હાથમાં નથી આવ્યા..!
ક્રિકેટના કનેક્શન પણ ખુલ્યા, પણ આપણનો સમાજ જેને ફક્ત મજા કરવી છે, રામ રાખે એમ રેહવું છે એની આંખ હજી ખુલતી નથી કે આ પાકિસ્તાનની પાછળ કે તાલેબાની દિમાગ છે જે ભારતને સીરિયા બનાવી નાખશે…
ભારત એક જમાનામાં સીરિયા જ હતુ..માંડ માંડ ત્રણસો વર્ષે એક દેશના રૂપમાં આપણે થયા છીએ,ચાલો માની લીધું કે ભારતનું ક્રિકેટ જગત આજે દાઉદથી મુક્ત છે પણ પાકિસ્તાની ક્રિકેટ જગત ..?
બિલકુલ તાલેબાની દિમાગથી પાકિસ્તાનનો એકપણ માણસ મુક્ત નથી અને એ તાલેબાની માનસને બીજી ભાષામાં રેડીકલ તરીકે ઓળખી શકાય..તારક ફતાહ કહે છે લગભગ ૭૫% રેડીકલ છે પાકિસ્તાનમાં અને હિન્દુસ્તાનમાં પણ ચેપ લાગ્યો છે ૨૫% મુસ્લિમ રેડીકલ હોવાનો દાવો થઇ રહ્યો છે..
ગઈકાલની મેચ ભારત સરકારે રદ્દ કરાવી હોત તો એક કાંકરે બહુ બધા પક્ષીનો શિકાર થયો હોત…
તાજો તાજો લંડનમાં હુમલો થયો છે, ગઈ વખતે થયેલા માન્ચેસ્ટરની નાઈટ ક્લબના હુમલા તો મહારાણી જાતે ઘાયલોની ખબર કાઢવા પોહચી ગયા હતા અને એ જ બતાડે છે કે બ્રિટન એમને ત્યાં થતા આતંકી હુમલા માટે કેટલું સિન્સિયર છે..
ભારતએ મેચ રદ્દ કરાવી હોત તો આતંકવાદના જનક તરીકે પાકિસ્તાન ઉપર સિક્કો વાગત અને લોહીલુહાણ થયેલા લંડનને થોડી વધારે સમજણ પડતે કે આપણે કેવા હેરાન થઈએ છીએ..
ICC પાકિસ્તાન વિના ચાલશે પણ ભારત વિના નહિ ચાલે એટલો દબદબો ઉભો કરેલો છે તો એનો લાભ લેવાની જરૂર હતી..
હશે ત્યારે…અબ પછતાયે ક્યાં હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત..!
પણ એક વાત વિચારી જો જો ભારતીય માનસનો અકબરી વિચારધારામાંથી છુટકારો..
જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી રેડીકલ ન્યુટ્રલ નહિ થાય..
શુભ રાત્રી
જય હિન્દ કી સેના
શૈશવ વોરા