કોન્ગ્રેચ્યુલેશન.. મામાઓને અને કાકાઓ ને..માસીઓ અને ફુઈઓ ને..
ભાણિયો કમ ભત્રીજો આવી ગયો તમારે..
કેટલા દિવસથી રાહ જોતા હતા નહિ બધા હરખપદુડા-પદુડીઓ, દર અઠવાડિયે એક વાર અફવા ઉડાડતા હતા કે આવ્યો,એ આવ્યો અને આવ્યો ત્યારે નામ પાડ્યું તે બધાના ભવાં ચડી ગયા..
તૈમુર..!
કેમ ના પડાય આવું નામ..? એના માં બાપનો હક્ક છે જે નામ પાડવું હોય તે પાડે એમાં તમારે શું..? તમારે એનુ જે નામ પાડવું હોય તે પાડજો એનું તમારે લાલો , મુન્નો,બબલુ એવું જે નામથી બોલાવવું એ નામથી બોલાવજો ત્યારે શું વળી..?
તૈમુર નામ વાળા બધા એક સરખા જ હોય..? લક્ષ્મીબેન ઘેર વાસણ ઘસવા નથી આવતા..? અને રામુ નામ કોના પરથી પડ્યું ?
તમને એમ છે કે આ “તૈમુર” મોટા થઈને નવાબ થશે અને તૈમુર લંગની જેમ આતંક મચાવશે..?
પેહલા તો ભાઈ તૈમુર નવાબ થશે કે કેમ…? એ જ મોટો સવાલ છે, કેમ કે એમની મોટી મમ્મીથી થયેલા એમના મોટાભાઈ હવે લગભગ તૈયાર છે વારસો કલેઈમ કરવા..
તૈમુરને તો ઘરમાંથી જ કોમ્પીટીશન ઉભી છે..
સોશિઅલ મીડિયામાં ચતુર ચર્ચાના ચકડોળે ચડ્યા છે.. જે માંબાપ તૈમુર નામ પાડે એની માનસિકતા કેવી..?
ભાઈ મારા, તું સમજ જો બધુ બરાબર હોત તો બોન પૈણી જ ના હોતને, ત્યારે શું? પણ શું કે
વું ? આ તો બાપા જેવડા જોડે પ્રેમ થઇ ગયો અને પછી પૈણી ગયા..અને વળી સામેવાળામાં ય એવું જ હતુ ને પેહલા લાવ્યા એ “માં” જેવડી અને પછી લાવ્યા “દીકરી” જેવડી..!
હવે આમાં માનસિકતા ક્યાં શોધવા જવું..?
અને હજી એ બધુ કેટલુ સરખુ ઉતરે છે એ તો જુવો..
અહી તો ભાઈ કહે..
છાશ વલોવતા મારા છ્મ્મ્મકતા રાણી
તમારી સાથે મેં સત્તરમી આણી..
તે સામે છેડેથી બેનનો જવાબ આવે ..
ઘણું જીવો મારા કોડીલા વર
તમારી સાથે મારે અઢારમું લગન..
લે લેતો જા ત્યારે ..!!
આ બધા ફિલ્લમવાળાઓ ને ત્યાં તો આવું બધું ચાલ્યા કરે,હવે બધે માં મૂળોને બાપ ગાજર જ હોય હવે..!
કઈ નાતજાત જોઇને પરણે છે બધું ?તે એક છોકરાના નામ માટે આટલો બધો કકળાટ..!
મારા જેવો તો કહે એનો ટાંટિયો હાચવજો..તૈમુર તો લંગડો હતો..
બાકી તો સમરકંદ જીતવું ય હવે સેહલું નથી અને દિલ્લી પર તો મોદીકાકા બરાબર પલાંઠી મારીને બેઠા છે ઝટ ઉખડે એમ નથી, એટલે પેલા ઈતિહાસના તૈમુર જેવું કઈ આ તૈમુર નહિ કરી શકે, “ટેન્સન” ના લો કાકા-માસી..!
તૈમુરનો કોઈકે અર્થ કાઢ્યો લોખંડ..
લે આ પણ નવુ આવ્યું,કોઇક આર્યન નામ પાડે તો પછી કોઈક આવું નામ પણ પાડે..
નામમાં એવું તે શું રાખ્યું છે કે આટલો બધો વલોપાત..!!
તમારે કોઈનું નામ પાડવાનો વારો આવે તો “ફેરસ” પાડજો..
ભાઈ કલિયુગ છે, બધાને “કંચન” નામ પાડવું થોડી`ના ગમે..? અને અત્યારે તો હવે પિત્તળ પણ ચલણમાં નથી રહ્યું, ચારેબાજુ બધું લોઢું જ રહ્યું છે તો પછી સમય પ્રમાણે બરાબર છે..
લોઢું.. નવું બત્રીસ રૂપિયે અને જુનું ભંગાર સોળ રૂપિયા જાય..! હવે ભંગારીયો આવે તો એને તૈમુર વેચવાનુ..ફેક્ટરીમાંથી તૈમુરના લોચરા વેચવાના..
વોકેબ્યુલરી વધારો યાર થોડા સોફેસ્ટીકેટેડ લાગશો..લોખંડની બદલે તૈમુર વેચ્યુ એવું બોલો તો કેવુ સારૂ લાગે.!
કેનેડીયન વિચારક અને પત્રકાર તારક ફતાહ બરાબર પાછળ પડી ગયા છે એમને દુઃખ દુઃખ થઇ ગયું છે લખે છે ટાગોર થી તૈમુર..! કેટલું મોટું પતન..?
હવે હું શું કહુ ..? ભારતવર્ષના બહુ મોટા વારસાના કેહવાતા વારસદારો એ હંમેશા એમના મોટા અને મહાન વારસાને ધૂળમાં રગદોળ્યો છે..છેક મહાભારતના સમયથી ચર્ચા અને યુધ્ધો થયા છે કે ખરેખર વારસદાર કોણ..?
યોગ્યતા કે કોના બીજથી અને કોની કુખે થી જન્મ્યા એ જન્મનો આધાર..?
યોગ્યતા ના હોવા છતાં જયારે વારસો કલેઈમ કરે ત્યારે ફજેતા થાય અને જે લોકજોણું થાય છે..! આ ટાગોરથી તૈમુર એનો નમુનો છે.!
અને આવા ફજેતા કરવામાં કોઈ બાકી નથી અસલી ગાંધી થી લઈને નકલી ગાંધી..! રોજ ટીવી પર ગાંધીના ફજેતા નથી જોતા..?
કરવો હોય તો કર્રો સર્વે છેલ્લા બે વર્ષમાં રાહુલ નામ કોઈએ પાડ્યુ..?
હું તો માનું છું કે આવા તૈમુર જેવા કેસમાં દુઃખી થયા વિના ટીપીકલ અમદાવાદી થઇને મજા લેવાની હોય..!
ભંગારીયાને કેહવાનું અસલ તૈમૂરી લોચરું છે..રૂપિયો વધારે આપવો પડશે અને હા પે-ટીએમ કર..! અને સરખો ભાવ બોલ તો બીજું તૈમૂર પણ છે..!
આજકાલના જમાનામાં છોકરા છોકરીના યુનિક નામ પાડવામાં માંબાપ એવા ભરાઈ જાય છે કે તમને એમ થાય કે યાર સાવ આવું નામ..?
મેં ઘણા પૂર્ણ રીતે પુરુષ જન્મેલા લોકોના નામ કિન્નર સાંભળ્યા છે..!
હવે કિન્નર એટલે ફાતડો, છક્કો..(ત્રીજી જાતિ માટે કોઈ અપમાન કરવાનો ઈરાદો નથી) હવે આ કિન્નર મોટો થાય અને સ્કુલ કોલેજ માં જાય ત્યારે શું હાલત કરે લોકો એની ?અમારી ઘી કાંટામાં આવેલી ઓરીજીનલ ધી ન્યુ હાઈસ્કુલમાં હોય તો રોજ એકવાર એની ચડ્ડી ઉતારે જનતા..!
જો કે તૈમુરે ઘણા વખતથી ચાલતી ચર્ચાને સારો વેગ આપ્યો કે આપણા હીરો કોણ અને વિલન કોણ..? દિલ્લીના ઔરંગઝેબ રોડનું નામ શ્રી એપીજે અબ્દુલ કલામ માર્ગ થયા પછી એક વાત તો ક્લીયર થઇ ગઈ કે વિલન એ વિલન છે અને ભારતીય મુસ્લિમ આક્રમણખોરની માનસિકતામાંથી બહાર આવી ચુક્યો છે..!
નહિ તો ઔરંગઝેબ રોડનું નામ બદલવામાં જ રમખાણો ફાટી નીકળ્યા હોત..!
ફિલ્લમવાળા જોડે હમેશા એમના પબ્લીસીટી મેનેજરો જોડાયેલા હોય છે અને એમાંથી કોઈની બુદ્ધિ ચાલી હોય કે ટેણીયો જન્મે અને એ સાથે જ વિવાદમાં નાખી દો એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનુ એક મજબુત આગમન થઇ ગયું ગણાશે..!
ટાર્ગેટ એચીવ્ડ…!
હિંદુ સંસ્કૃતિને ઘણા વર્ષો થયા એટલે કદાચ નામની બાબતમાં અને હીરો અને વિલનની બાબતમાં ઘણું બધું ફિલ્ટર થઇને ક્લીયર થઇ ગયું છે,જયારે એની સામે ઇસ્લામ ખુબ નવો ધર્મ છે અને એમાં અપગ્રેડેશન માટેની અને નવું સ્વીકારવાની પાકિસ્તાન જેવા દેશોમાં વસતા ઘણા બધા લોકોની તૈયારી બિલકુલ નથી અને જેમના વર્તમાન દોજખ છે એમને મર્યા પછી જન્નતની હુરો બતાડીને આતંકની આગમાં ઝોંકી દેવામાં આવે છે..!
વીકીપીડીયા કહે છે તૈમુર લંગે પણ આ જ સ્ટ્રેટેજી વાપરી અને લગભગ આખું સેન્ટ્રલ એશિયા કવર કરીને દિલ્લી સુધી પોહચી ગયો ગયો..
હવે તૈમુરની જીત માટે “શહીદ” થયેલા કેટલા જન્નતમાં પોહ્ચ્યા એ તો કોણ જાણે..?
પણ એક હકીકત છે જીવતો માણસ જો કન્ટ્રોલમાં નાં આવતો હોય તો એને મર્યા પછીના જીવનની બીક બતાડી અને પછી એને બહુ સરસ રીતે જીવતે જીવ જ કન્ટ્રોલમાં લઈ શકાય છે અને એનું આખું જીવન તમે પ્રેમથી “વાપરી” શકો છો..અને જરૂર પડ્યે મોતને પણ..!
આ નિયમ અત્યારે દુનિયાના તમામ ધર્મગુરુઓને ખબર છે ખાલી જનતા જ આંધળી બેહરી છે..! પેહલા રાજા અને બાદશાહો એ આ નિયમ વાપર્યો અને હવે ધર્મગુરુઓ વાપરે છે..!
ચાલો સવાર પડી ડ્રાઈવર આવી ગયો છે
કામે વળગો ..
અરે હા સારા નામ પાડવા હોત દીકરા દીકરીના તો ભગવદ્ ગો મંડળનો સહારો લેજો,અર્થ સાથે નવા જુના ઘણા નામ મળી રે`શે ..આડે અવળે ભરાશો નહિ..! તૈમુર કિન્નર ….વગેરે વગેરે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા