ત્રણ દિવસથી જનતા વાંહે પડી છે..
ટ્રાફિક માટે કૈક લખો..
અલ્યા ઘચડી માર્યું પેહલા ..
તો કહે ફરી એકવાર..
હા..હા..હા ..હે..હે..હે..હા હા
મજા પડી ગઈ છે પ્રજાને..ખુલ્લા રોડ ઉપર સડસડાટ જવા ની..
મને પણ મોજ પડી ગઈ છે, એમાં પણ બાઈક લઈને તો સમ્મ સમ્મ જવાય છે..
જોરદાર સપાટો બોલાવ્યો છે,સવારના હજી આંખ ખુલી ના ખુલી ત્યાં તો રોડ ઉપરથી સાયરનો અને એનાઉન્સમેન્ટ થતી સંભળાય , એકે એક હરામખોરને કાનપટ્ટુ ઝાલી ઝાલીને પોલીસ પાર્કિંગ કરાવી રહી છે ..
ગમે તેવી “વાંદરી” ચીસો પાડી પાડીને આર્ગ્યુમેન્ટ કરતી હોય તો પણ એકદમ ઠંડકથી પોલીસ સાંભળે અને છેલ્લે મેમો પકડાવે..
એ “વાંદરી” કોને કીધું હેં શૈશવિયા..?
વાંદરી ને જ વાંદરી કીધું છે.. એક મળી હતી..ત્રીસેક વર્ષની ટૂંકું ફરાક પેરેલી ચાર બંગડીવાળી ગાડી અને ખુલ્લા સ્ટ્રેટનીંગ કરેલા વાળ, એકદમ ગોરી ગોરી, ઉંચી હિલ્સ અને ગોગલ્સ ઠઠાડી ને રોફ થી અમારા ઘર ની બહાર એની ચાર બંગડી મૂકીને સામે મોલમાં ગઈ..
અને અડધો કલાકમાં પાછી આવી ત્યારે એને પોંખવા એના હા`હરા, સા`જન-મા`જન સાથે ઉભા હતા..
પછી તો વાંદરી જે વંઠી છે..રાડારાડ ને બુમાબુમ ..!!!!
પણ બાકી એના સસરા જોરદાર હતા, ત્રણ ચાર લેડી પોલીસને બોલાવી અને એમાંની એક લેડી કોન્સ્ટેબલે જેવું બાવડું ઝાલ્યું વાંદરીનું કે તરત જ વાંદરીની બધી હવા નીકળીને ફૂસ્સ થઇ ગઈ..
મોબાઈલ લગાડવાનું બંધ થઇ ગયું અને વાંદરી ને ખબર પડી ગઈ કે હવે “ખેલ” લાંબો કર્યો તો પાંજરે પુરાવાનો વારો આવશે..
મસ્ત મોટો મેમો ઝલાવ્યો એના હા`હરાએ ..અને પર્સ ખોલીને ચાંલ્લો ભર્યો પણ ખરો ..!!
આખો “ખેલ” પત્યો એટલે આપડે પોહાચ્યા એ પોલીસ અધિકારી પાસે અને અમે કીધું કોન્ગ્રેચ્યુલેશન સર ..આપે ખુબ સુંદર કામગીરી દર્શાવી અને ધીરજ રાખી અને મામલો ઉકેલ્યો છે..
અધિકારી શ્રી પેહલા તો થોડા અકળાયા અને બોલ્યા અમને કોન્ગ્રેચ્યુલેશન ના કેહશો.. આ રેચ્ચેડ પ્રજા જોડે માથાફોડી કરીને અમારા માણસોના દમ નીકળી ગયા છે, અને એમાંય આ મોટી મોટી ગાડીઓવાળા વધારે લોહી પીવે છે..કોન્ગ્રેચ્યુલેશન કેહવું હોય તો અમારા આ સ્ટાફને કહો ..છેલ્લા છ દિવસથી રોજના અઢાર અઢાર કલાક ખડે પગે ઉભા છે અને છતાં પણ જનતા સમજતી જ નથી…
એક ઝાટકે એ પોલીસ અધિકારી શ્રી એ એમનો ઉકળાટ મારી ઉપર ઠાલવ્યો ..
મને વાત ખરેખર સાચી લાગી..કારણકે સવારે નવ વાગ્યે ઘરની બહાર જોઉં છું તો અમારા પ્રહલાદનગર ના સો ફૂટ રોડ ઉપર દર ત્રીસ ફૂટે એક પોલીસ નો જવાન ઉભો હોય છે, અને રાતના નવ વાગ્યા સુધી મીનીમમ હોય છે અને શની-રવીમાં તો રાતના બાર વાગ્યા સુધી એ લોકો ઉભા હતા…!! સાલું ખરેખર શ્રીનગર જેવો કડક બંદોબસ્ત છે..!
પણ પ્રજા ય મારી બેટી ખર્રી નાલાયક છે .. છીંડા જ શોધતી હોય ..
એક નંગ ગાડી પાર્ક કરી અને લાઈટ ચાલુ રાખી ને ગયો ..
કેમ ?
તો કહે ફોટો પાડે તો એમ કેહવાય ને કે પાર્ક નોહતી કરી ચાલુ ગાડી હતી..
ઓ ત્તારી માં ને તો .. ગધેડીના .. શું કેહવું બોલો ગાળ જ આપવી પડે ને ..!!
કેટલા બધા આવા લોકો છે જે બિલકુલ કો-ઓપરેટ કરવામાં માનતા જ નથી..
એક એક પોલીસવાળાને રોજ ના દસ-દસ ઝઘડા મીનીમમ નીપટાવવા ના વારા આવ્યા છે..
પોલીસ જયારે કડક થઇ ને શિસ્તમાં રેહતી હોય અને ભ્રષ્ટાચાર ના કરતી હોય ત્યારે પ્રજા એને હાથે કરીને ભ્રષ્ટાચારી કરી રહી છે..સામેથી રૂપિયા આપે છે..
ખોટું થાય છે..પ્રજા તરફથી પણ..
અત્યારે તો લગભગ રોડ રસ્તા ઉપર ની ખાણી પીણી જ્યાં પાર્કિંગની સગવડ નથી એ બધી નાની દુકાનો અને લારીઓ બંધ કરાવી છે અને દરેક કોમ્લેક્ષના પાર્કિંગ ની જગ્યામાં પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે..
જન સાધારણ ખુશ ખુશ છે…રોડ રસ્તા ખુલ્લા મળ્યા છે ઘણા વર્ષે..
હે હાઈકોર્ટ , તમે તતડાવવાનું ચાલુ જ રાખજો…હવે જરાક પાર્કિંગની જગ્યાના થયેલા દબાણો માટે પણ વારો લઇ પાડો એટલે કાયમની શાંતિ થાય અને પોલીસ ખાતામાં પણ આ ધારો પાડી જ દયો ઉભા ઉભા જ મેમા ઠોકવાના..
જો કે ચાર રસ્તા ઉપર જરાક આગળ આવી જવાય તો પણ ફોટા પાડીને મેમા મોકલો છો તો એમાં લગે હાથ પેલા ભીખારા અને ફેરિયાઓ ને હાંકી કાઢો હવે..
એટલે થોડો ટ્રાફિક બીજો પણ હળવો થાય..
એક વસ્તુ તો બહુ જ ખોટ્ટી થઇ રહી છે પ્રજા તરફથી અને એ છે ખોટ્ટા ઝઘડા પોલીસ જોડે..
આપણે ખોટું પાર્કિંગ કરીએ છીએ અને પછી પોલીસ જોડે બાઝીએ છીએ અને એમાં પણ મહિલાઓ બાપરે શું ઝઘડે છે પોલીસ જોડે ..
આ ચાર બંગડીવાળી આ એક જ નહિ પણ બીજી નાની મોટી ગાડીઓ અને એકટીવા માટે પણ પોલીસ સાથે સખ્ખત ઝઘડા કરી રહી છે મહિલાઓ..
લગભગ અત્યારે ટ્રાફિક કન્ટ્રોલ માટે નવો ભર્તી થયેલો સ્ટાફ છે એ કામે લાગ્યો છે, અને બધા નાના નાના છોકરડાઓ છે , આ બધા નાના નાના છોકરાઓ જોડે આધેડ વયે પોહચેલી મહિલાઓ રીતસરનું બાઝવાનું ચાલુ કરે ..
બિચારો નાનો છોકરો એના દિમાગ ઉપર કન્ટ્રોલ કરે તો કેટલો કરે ..?
પેલા મોટા પોલીસ અધિકારી સાચા હતા .. ખરેખર રેચ્ચેડ પ્રજા છીએ આપડે પણ..
પણ ફરી એકવાર… દબાણો તાત્કાલિક દુર કરો અને એકલી રાજપથ, કર્ણાવતી ક્લબ નહિ બીજી પણ એવી ઘણી ક્લબો અને જાહેર જગ્યાઓ છે કે જ્યાં રોડ રસ્તાને બાપનો માલ સમજીને લોકો વાપરી રહ્યા છે પાર્કિંગ માટે, એ બધું પણ બંધ કરાવો..
કાયદાનો અમલ કરાવો છો તો પછી બધા જ પાસે કરાવો…
અને હા વાંદરીના વાંદરા..
ખોટા ખોટા ચકરડા ના ફેર`વે જો તારી વાંદરી ઝલાય તો ,
એના કરતા પ્રોપર જગ્યાએ પાર્કિંગ કરતા હોવ તો ..એમ કરીને જરાક છણકો કરજો વાંદરી શ્રીને ..!
શેહર પણ આપણું અને રોડ રસ્તા પણ આપણા..
લગે રહો કમિશ્નરશ્રીઓ..
અટકતા નહિ તોડફોડ ચાલુ જલ્દી કરો એની રાહમાં
શુભ રાત્રી
શૈશવ વોરા
અલ્યા મફતમાં વાંચી વાંચી ને આટલી મજા લ્યો છો તે પછી ફોરવર્ડ કરો છો કે નહિ..?
કરો કરો ભાઈ લોગ ફોરવર્ડ કરો..અને લાઈકના બટન દબાવતા રહો ક્યાં રૂપિયા જાય છે એમાં તે કંજુસી કરો ..??!!