ક્રિસમસ આવી ગઈ છે, પણ આ વખતે ટ્રાફિકના ગ્રહણએ ગલીએ ગલીએ `ફૂટી` નીકળતા `સાન્તા` ને બહુ ઓછા કરી નાખ્યા છે, એટલે પેલા મેસેજ નો જવાબ હું જ આપી દઉં..
સાન્તા `ક્લોઝ` આવી કે નહિ ? આવે તો કેહજો..
તો ભઈલા સાન્તા બહુ ઓછા લોકો જોડે `ક્લોઝ` આવી છે, એટલે તું તારી `કાન્તા`થી ચલાવી લેજે બકા..અમારા ઘરની આજુબાજુ જ્યાં એક એક દુકાને સાંતા હતા ત્યાં ચાલીસ પચાસ દુકાને એકાદો માંડ દેખાય છે..!!
બીજો પણ કે મેસેજ આ વર્ષે પેલો ક્રિસમસ ટ્રી ની બદલે તુલસીવાળા મેસેજ પણ બહુ ઓછો આવ્યો છે..!!
થોડી તુલસીના મેસેજ ની મંદી લાગી..
પણ એક બે વાત ખટકી ..!!
ક્રિસમસમાં રાત્રે બાર નહિ બે વાગ્યા સુધી પ્રજા રખડે અને ભટકે, પણ નવરાત્રીમાં..?
લાકડીઓ મારી મારી ને ઘર ભેગા કરવાના..!!
તાજીયાને નદીમાં ડુબાડીને નદી ગંદી કરાય , પણ ગણપતિને રખડતા મુકાવે..!!! ( અહિયાં ગણપતિ ને નદીમાં ડૂબાડવાની ફેવર નથી પણ ગણપતિ અને તાજીયા બધું જ પ્રતિબંધિત હોવું જોઈએ, અને બંને ને પ્રોપર ડીસ્પોઝ ઓફ કરવા જોઈએ એવી ભાવના છે ..)
`સેક્યુલર` ભારતની `સેક્યુલર સરકારો`…!!
અને એમાં પણ નસીરુદ્દીન જેવા કહે `મારા છોકરાને બીક લાગી`..અલ્યા અરીસામાં ભૂલથી જોઈ લીધું હશે ..!!
ખરેખર તો આ દેશમાં હિન્દુ જેટલો ડરી ડરી ને જીવે છે એટલું કોઈ નથી જીવતું , કેમકે હિન્દુ જ ટેક્ષ ભરે છે..!!
અને તો પણ વચ્ચે પેલા જેટલી સાહેબને પચાસ લાખ એચયુએફ આંખમાં ખટક્યા હતા..!!
લુંટો લુંટો હિન્દુને તમતમારે..!!
ઠેકા લીધા છે..હિન્દુએ લુંટાવાના ..!
માંડ નવરાત્રીના વેકેશન આપ્યા તે લોકો તૂટી પડ્યા ભણવાનું બગડશે અને હવે ક્રિસમસના વેકેશનનું શું ..?
ભક્તિ કરવાની છે..????
ભણવાની ક્યાં ચિંતા કરવાની ભાઈ..!!
જો કે હિન્દુ પણ સમજતા નથી એમણે નવરાત્રી ક્રિસમસમાં કરવામાં શું વાંધો છે ..?
બાપા સાંતા તે ઉતર્યા ફિન…લે…ન્ડથી બાપા સાન્તા..
વસાવ્યું હેલ સેંકી ફિનલેન્ડમાં..બાપા સાંતા રે..!!
બીજો ગરબો..
હે આવી સવલી સાત સાત સોરતાની રાત..
ત્રીજો ..
ઘોર અંધારી રે રાતલડીના નીસર્યા ચાર અસવાર બા`પા..
પેહ્લે `રેન્ડીયર` રે કોણ ચડે રે બાપા સાન્તા નો અસવાર..!!
ખુંદો ઘોડો તમતમારે …!!
ઋતુઓ ને અનુરૂપ તેહ્વારો અને ઋતુઓને અનુરૂપ રીતરીવાજ અને રેહણીકરણીની સેક્યુલર થવામાં પત્તરફાડી નાખી..!!અને ઉપરથી હેમાળે થી વાતા હિમ જેવા વાયરા ને વગર દારુએ ઝેલવાના..દારૂ તો પશ્ચિમ ની સંસ્કૃતિનો ભાગ નથી ..?
દારૂ પીવો એ `બંધારણીય હક્ક` ના કેહવાય ..?
અત્યારે તો દારૂબંધી નો ચુસ્ત અમલ કરાવા માટે પોલીસ તૂટી પડી છે , પણ રસ્તામાં ટુંન થઇ ને પડેલા શ્રમજીવીને પોલીસ ઇગ્નોર કરી લે છે અને મોટી ગાડીવાળા ને જ શોધી રહ્યા છે..!! અને છાપાવાળા પણ બીજા દિવસે નામ સરનામાં સાથે છાપે છે.. જાણે કેવી એ મોટી બદનામી થઇ જવાની હોય દારુ પીતા પકડાયા હોય એમાં..!!
પ્રિન્ટ મીડિયા હજી કઈ સદીમાં જીવે છે એ જ સમજાતું નથી.. પેલી નવા નવા નેતાની કેહવાતી સેક્સ કલીપો પછી પણ એમની સભામાં લાખ્ખો માણસ આવતું હતું..!!
સમાજે પોતાના ધારાધોરણ બદલી નાખ્યા છે, પણ કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કરવાવાળા અમુક ગુજરાતી પ્રિન્ટ મીડિયા હજી એમ જ સમજે છે કે દારુ પીતા પકડાયા એના નામ નંબર છાપીએ તો સનસનાટી ફેલાય..
અરે હા એવું તો નથી કે પોલીસ જોડે તોડપાણીમાં તમારા પણ કઈ..????
વચ્ચે એક નવાસવા પાંચેક વર્ષ જુના પત્રકારે એક કરોડનું ઘર લીધું એમાં તો અડધુ પ્રિન્ટ મીડિયા ચકરી ખાઈ ગયું હતું..!!
ઘણી બધી જગ્યાએ `દરિદ્રતા` છે એ જગતમાં ..!!
બાય ધ વે.. `માલ` મળતો ઓછો થઇ ગયો છે અને મળે તો બહુ મોંઘો..!!
મોટેભાગે પોહચતી પામતી પ્રજા ગુજરાત પોલીસની અને પત્રકારની જ્યુરીડીકશનની બાહર જતી રહી છે લગભગ ગોવા અને રાજસ્થાન પ્રજા પોહચી છે..
ઉદેપુર ના લેક પેલેસ નું ભાડું એક રાત નું દસ લાખ રૂપિયા અને જોધપુર ઉમેદ ભવન પેલેસ અગિયાર લાખ રૂપિયા છે..!!
એની માં ને આપનારા પડ્યા છે એટલે લેનારા પણ છે..!!
જો કે એવું સંભળાય છે કે એનઆરઆઈ જો પીતો પકડાય તો છોડવાનો ભાવ “રિયાસતે કાશ્મીર” માં એક કરોડ છે..!!
હવે તોડપાણીમાં કરોડ ખર્ચવા એના કરતા ઉમેદભવન પેલેસ કે લેક પેલેસમાં ના જઈને પી પાડીએ..!!!
મારું બેટુ દારુ પીવાને તો એટલો મોટો ગુન્હો કરી મુક્યો છે કે જાણે આંતકવાદીઓ ના હોય..!!
ક્યાં રસ્તે જવું છે એ જ સમજાતું નથી..
ગાંધી ને ગોળી મારનારની પ્રશંસા કરતા મેસેજીસ અને કલીપો ઢગલો ફેરવવી છે અને દારૂબંધી માટે ગાંધી સારો લાગે, અટલબિહારી બાજપાઈ ની સ્મશાનયાત્રામાં ચાલતા જવું છે અને એ કેટલો દારુ પીતા હતા એ ભૂલી જવાનું ..??
યાદ રહે ઉપર નું વાક્ય ટીકાત્મક નહી તુલનાત્મક છે..!
કેટલા રાજનેતાઓ ને પીધા વિના ઊંઘ નથી આવતી ..?
તો પછી પ્રજા ઉપર જુલમ કેમ ..?
આટ આટલા રીજેકશન પછી પણ સમજણ નથી આવતી .. રૈયત ને રંજાડ ના હોય ..
પ્રજા ને ઉજવવા જો તેહવારો માં `ડખા` થતા રેહશે તો પ્રજા જવાબ આપશે જ..
અને અત્યંત સાદગી ભરી જિંદગી જીવતી કે તદ્દન ઓછી જરૂરિયાતોમાં જીવતી પ્રજા ધાર્મિક કટ્ટરતા તરફ વળે છે..
અને ધાર્મિક કટ્ટરતા બુરખા અને ઘૂમટા જ આપે , એક પોલીસ કમિશ્નર નક્કી કરવાના છે કે ૩૧મી એ છોકરીઓ એ કેવા કપડા પેહરવા ..!!
બહુ જ ખરાબ ડીસીશન છે ..
ફરી એકવાર વસ્ત્ર કેવા પેહરવા એ સ્ત્રી નો અબાધિત અધિકાર છે ,એમાં સમાજ કે સરકાર ધરાર વચ્ચે ના આવી શકે..
હિંદુ તેહવારોમાં સરકાર અને સમાજ તરફથી જો અડચણો આમ ને આમ વધતી જશે તો તેહવારમાંથી `મજા`નું તત્વ જતું રેહશે તો આવનારી પેઢી વધારે પડતી સેક્યુલર થશે અને હું સેક્યુલર હિંદુ નો મતલબ નબળા મનનો હિંદુ કહું છું ..જેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોધાબાઈ છે જે આજે મરિયમ થઈને દફન થઇ છે , બીજું તાન્નાસેન ઉર્ફે તાનસેન જેમની મઝાર છે ..!!
એમ કે ગાંધી ને યાદ કરીને પૂરું કરું..
“ગઈકાલનો નિર્બળ હિંદુ આજ નો મુસલમાન છે અને આજ નો નિર્બળ હિંદુ આવતીકાલ નો મુસલમાન છે..”
બાકી તો મારી ગેંગ રાહ જોતી ઉભી છે આજે રાતની ચોકીદારી રાખી છે અમદાવાદની પોલીસ ને મોઢા સુંઘાડવા ના છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા