Page 10
અચાનક રાજલ હોશમાં આવી ગયો અને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ ભમ્મરિયો કુવો ..??
રાજલની ચીસ સાંભળીને બીજા બંને બેઠા થઇ ગયા અને એમની પથારીમાં લગભગ અર્ધનગ્ન એકતાને જોઈ ને હબકાઈ ગયા પાવનનું પેટ તો એક્દમ ઝડપથી ઊંચું નીચું થવા લાગ્યું ,જીગર થોથવાતા થોથવાતા બોલ્યો તું તું અહિયાં ક્યાંથી ? નીનીયો ક્યાં ગયો ?
એકતા હસીને બોલી કોણ નિનાદ ? એ તો ક્યા આપણી જોડે આવ્યો છે ?
રાજલ બોલ્યો..એકતા તું અહિયાં ક્યાંથી આવી.?અને નિનાદ ક્યા છે..?
એકતા એકદમ માસુમયત મોઢા ઉપર લાવીને બોલી રાજલ આપણે ચાર જ આવ્યા છીએ આબુ તમે લોકો કેમ આમ કરો છો બધા..?
રાજલ હજી `શોક`માંથી બહાર નોહતો આવતો, અને પાવન અને જીગર પોતાના શર્ટ પેન્ટના બટન બંધ કરી રહ્યા હતા, રાજલ એક્દમ બેડ પરથી કુદ્યો અને ઉભો થઇને પોતાના કપડા ચેક કરવા લાગ્યો..
એકતાએ પોતાનું ગાઉન પેહર્યું અને પછી બોલી કેમ આવી રીતે તમે બધા શરમાવ છો ?? આવું કેમ બિહેવ કરો છો તમે ત્રણે.?
એકતાના આવા સવાલોથી પાવન લગભગ રડવા જેવો થઇ ગયો હતો, કોલેજના જમાનામાં જે એકતાને યાદ કરી કરીને પાવન આહો ભરતો એ સામે હતી પણ કઈ સમજાતું નોહ્તું કે શું કરવું..? રાજલની ગભરામણનો પાર નોહતો રહ્યો , જીગર ડરનો માર્યો બાથરૂમમાં જતો રહ્યો એકતા બોલી ચીલ કરો યારો..એ પલંગ પરથી ઉભી થઈને પાવનને વળગી અને એના પેટ પર હાથ ફેરવવા લાગી કેમ પાવન શું થયું..? રાજ્લે તરત જ રૂમ નું બારણું ખોલી નાખ્યું અને બાહર ભાગવા ગયો એકતાએ મજબૂતીથી એનો શર્ટ પકડીને એને ખેંચ્યો..પાવન હવે થોડો સ્વસ્થ થયો હતો એ મક્કમતાથી ઊંચા અવાજે બોલ્યો એકતા,નીન્યો ક્યા છે અને તું અહિયાં શું કરે છે ? એકતા ફરી બોલી આપણે ચારેય અમદાવાદથી સાથે જ આવ્યા છીએ પાવન..
Previous Page | Next Page