Page 21
ઇન્સ્પેક્ટર હજી રાજલની નજીક આવીને એને મારવા જાતો હતો ત્યાં જ એનો મોબાઈલ રણક્યો અને મોબાઈલમાં સંદેશો આવ્યો ગુજરાતના હોમ મીનીસ્ટર એમના પરિવાર સાથે માઉન્ટ આબુ આવી રહ્યા છે આબુ રોડ ક્રોસ કરી ચુક્યા છે તાત્કાલિક પ્રોટોકોલ પ્રમાણે તમે એમને લેવા ચુંગીનાકા પોહચો, ઇન્સ્પેકટરના મોઢામાંથી ગાળ નીકળી અને બોલ્યો નાખો કસ્ટડીમાં આ ત્રણને અને ચાલો ચુંગી નાકે..
રાજલ,પાવન અને જીગરને એવા બાંધેલા જ લઈને એક જીપમાં ત્રણ પોલીસવાળા માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં ગયા અને ઇન્સ્પેક્ટર જાદવ ચુંગી નાકા ગયો..
માઉન્ટ આબુમાં હજી શનિવારની સવાર જ પડી હતી અસંખ્ય લોકો બ્રહ્માકુમારીના સફેદ કપડા પેહરી અને નખ્ખી લેકને ફરતે મોર્નીગ વોક લઇ રહ્યા હતા ચા અને નાસ્તાની લારીઓ ખુલી ચુકી હતી દુકાનો બધી બંધ હતી, ટુરીસ્ટ બધા એમની હોટલોમાં પથારીમાં ભરાઈને પડ્યા હતા, રોડ રસ્તા લગભગ ખાલી હતા..
ઇન્સ્પેકટર જાદવ ચુંગી નાકે ગુજરાત હોમ મીનીસ્ટરની રાહ જોતો ઉભો રહ્યો ઝેડ પ્લસ પ્લસ સિક્યુરીટી હતી એટલે એસ્કોર્ટ પૂરે પૂરું આપવું પડે તેમ હતું..ચુંગી નાકે એક ગુજરાત એસ ટી ની વોલ્વો આવી, આખી બસમાં ટુરિસ્ટ ને બદલે કોઈક બીજા લોકો હતા,પાછળ પાછળ બીજી આઠદસ ગાડીઓ આવી એમાં પણ ત્રણ ચાર ત્રણચાર મજબુત બાંધાના જુવાન છોકરા જ હતા..! બસ ચુંગી નાકે ઉભી રહી..એમાંથી બે એકદમ મજબુત સાડા છ ફૂટની હાઈટ અને કસ્સયેલા શરીરવાળા માણસો ઉતર્યા જીન્સ અને શર્ટ ઠડી રોકવા એમણે જેકેટ્સ પેહરેલા હતા..બીજી ગાડીઓમાંથી પણ બીજા વીસ પચ્ચીસ લોકો બહાર આવ્યા.. બધા જ ઇન્સ્પેકટર જાદવની જીપ તરફ ધસી ગયા..જાદવના કપાળ ઉપર પાંચ સેકન્ડમાં બે રીવોલ્વોર મુકાઈ ગઈ અને એના હથિયાર છીનવી લેવામાં આવ્યા એની સાથે આવેલા બીજા ત્રણ રાજસ્થાન પોલીસના જવાનોને પણ ધરી લેવામાં આવ્યા.. બધાને જુદી જુદી ગાડીઓમાં નાખ્યા અને એમની ઉપર ધાબળા નખાઇ ગયા ચાર ગાડીઓ એ ચુંગી નાકેથી જ યુટર્ન માર્યો અને ગુજરાત પોલીસ પેહલી વાર ઓન ડ્યુટી રહેલી રાજસ્થાન પોલીસ ના ઈન્સ્પેક્ટર ને ઉપાડી ગઈ..
Previous Page | Next Page