Page 29
એકતા ત્રણ મહિના પેહલા સિયેટલ અમેરિકાથી ઇન્ડીયા આવી હતી એની સાથે એનો હસબંડ હતો,એ બંને અમેરિકન જાસુસ હતા,એકતા સાયબર સિક્યુરીટીની માસ્ટર હતી,પેહલા એ એથીકલ હેકર હતી..ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇકવીપમેન્ટના ઇન્ટરનલ સોફ્ટવેરને આસાની થી એકતા હેક કરી લેતી અને પોતાના કંટ્રોલમાં કરી શકતી હતી..અને એમાં એને મદદ કરતો હતો એનો ચોથો હસબંડ.. ]એકતા એ જીવનમાં ચાર લગ્ન કર્યા હતા, પેહલો હસબંડ એચ-વન વિઝા લઈને ઇન્ડિયા આવ્યો હતો, અને એના એચ-વન સ્પાઉસ વિઝા ઉપર એકતા અમેરિકા ગઈ અને એના રૂપિયે ત્યાં ભણી..પછી એચ-વન વાળાને છોડીને બીજા એક અમેરિકન ધોળિયા પ્રોફેસર જોડે પરણી, બે વર્ષમાં એ પ્રોફેસરથી પણ મન ભરાઈ ગયું અને એકતા એનાથી આઠ વર્ષ નાના આઈ.ટી. ના માસ્ટર એવા અમેરિકન ધોળિયા જોડે પરણી,પણ એ છોકરો પોતના કમાયેલા બધા ડોલર એકતા ઉપર ખાલી કરી ગયો, છેવટે ભિખારી જેવી હાલતમાં થાકી હારીને એક રાત્રે એકતાને છોડીને ભાગી ગયો, એકતાએ ચોથું ઘર માંડ્યું એક પંચાવન વર્ષના દેસી વિધુર ઇન્ડિયન અમેરીકન જોડે..નીલેશ સાંકળિયા..!!!
માઉન્ટ આબુના રડાર હેક કરવાનું એસાઈનમેન્ટ એને માટે એનો છેલ્લો વિધુર હસબંડે નીલેશ સાંકળિયાએ લાવી આપ્યું હતું અને એ લોકો એ મિશન પાર પાડવા માટે માઉન્ટ આબુ આવ્યા હતા, માઉન્ટ આબુમાં એને ઇન્સ્પેક્ટર જાદવ મળ્યો, અને એકતાની અંદર રહેલો નિનાદ માટેનો કીડો જાગી ગયો , ઇન્સ્પેકટર જાદવ બિલકુલ નિનાદનો હમશકલ અને હમબદન હતો, જાદવ એકતાની જાળમાં આવી ગયો હતો જાદવને એકતા એ એની સાથે પરણી અને એને અમેરિકા લઇ જવાના સપના દેખાડ્યા હતા, અને અમેરિકા અને એકતા પાછળ આંધળો થયેલા જાદવે એકતા માટે એકતા સાથે મળીને સૌથી પેહલા જાદવની બૈરી ને સળગાવી મારી, ઇન્સ્પેકટર જાદવ માટે ઘરના ભુવા ને ઘરના ડાકલા હતા, એટલે આખો કેસ આત્મહત્યામાં ખપાવી દેવામાં આવ્યો..હવે એકતા અને ઈન્સ્પેક્ટર જાદવની વચ્ચે રહ્યો હતો એકતાનો ચોથો હસબંડ નીલેશ સાંકળિયા,
Previous Page | Next Page