Page 32
એની સ્કુલ અને કોલેજની ફી એના બાપના મિલમાલિક શેઠ ના ટ્રસ્ટમાંથી ભરાતી હતી,પણ જેમ જેમ એ મોટી થતી ગઈ તેમ તેમ દુનિયાદારી આવતી ગઈ અને એણે શોર્ટ કટ્સ શોધવાના ચાલી કર્યા, ભણવામાં સારી હતી એટલે એ એન્જીનીરિંગ કોલેજ સુધી તો મેરીટથી પોહચી ગઈ પણ કોલેજમાં આવ્યા પછી કમળ ખીલ્યું..
નિનાદનું કમળ ખીલ્યું બોલવું અને તરત જ રાજલ બોલ્યો ઢે..ન..ટેણ..એન..ન… કમળ ખીલ્યું અને નિનાદ નામનો ભમરાની એન્ટ્રી થઇ..
બધા ફરી હસ્યા..જીગર બોલ્યો બે રાજ્લ્યા બંધ ક્રર ને તારું આ બધું,નીન્યા આગળ બોલ દોસ્ત પછી..
પાવન બોલ્યો આ વાણીયાને તું જલ્દી પાપમુક્ત કર યાર..બોલ બોલ આગળ બોલ..
નિનાદ હસીને બોલ્યો..મારી એ પેહલી મુલાકાત હતી એક્તા સાથે આપણી વોટર પાર્કની પેહલી પીકનીક ..સ્વીમીંગ એ મારો એરિયા હતો..એ મને તમારા લોકો સાથે પાણીમાં પડેલો એકધારો જોઈ રહી હતી,
રાજલ બોલ્યો ખાલી જોતી નોહતી તને તો એ કાચો ને કાચો ચાવી જવાની હોય એમ લાળ પાડી રહી હતી એ..મને યાદ છે.. પાછલી સીટમાં એની સાથે બેઠેલા જીગરે એને ટપલી મારી તું વચ્ચે ડબકા નાં મુક ને યાર..આગળ, નીન્યા આગળ ..
નિનાદ બોલ્યો..ત્યારે પાછા વળતા બસમાં મારી સાથે એ બેઠી બિલકુલ મારી બાજુની સીટ પર અને દેહજ પણ આઘીપાછી કર્યા વિના મને આઈ લવ યુ કહી ગઈ..
પાવન બોલ્યો..ઓત્તારી પેહલેથી જ આટલી ફાસ્ટ હતી એમ ને..
રાજ્લે પાછળ બેઠા બેઠા પાવનને ટપલી મારી અને બોલ્યો જાડિયા ચુપ,, નીનુ ડાર્લિગ આગળ, પથારીમાં ક્યારે ?
નિનાદ બોલ્યો ત્રીજા દિવસે..
રાજલ બોલ્યો..ઓહ શીટ માય ગોડ… અઘરો તું પણ બાપ,અને અમે છ મહિના તો ડિસ્કશન કર્યા કે તારા અને એના રીલેશન કેટલા આગળ સુધી ગયા હશે..!!
Previous Page | Next Page