Page 22
ઓપરેશન આગળ વધ્યું બીજી ગાડીઓ આગળ વધી,ટોટલ પચાસ પ્રાઈવેટ ગાડીઓ અને બે જીએસઆરટીસીની બસ માં ગુજરાત પોલીસ એ માઉન્ટ આબુની પોલીસ ઉપર ઢાબો બોલાવ્યો હતો, અને દિલ્લી અને જયપુરથી એટીએસ પણ ગમે તે મીનીટે માઉન્ટ આબુ ઉપર ઢાબો બોલાવવા નીકળી ચુકી હતી..
જયપુરથી સતત વાયરલેસ મેસેજ મુકાઈ રહ્યા હતા પણ જવાબ આવતો નોહતો..
ગુજરાત પોલીસ આખુ માઉન્ટ આબુનું પોલીસ થાણુ, હત્યાના ત્રણ આરોપી સહીત ઉપાડી ગઈ હતી અને પોતાના “કામના” માણસોની શોધમાં માઉન્ટ આબુની હોટેલો ફંફોળી અને એક પછી એક “કામના” માણસોને પકડીને ગાડીઓમાં નાખી અને પાલનપુર પોલીસ સ્ટેશન ભેગા કરી રહ્યી હતી..
લગભગ પચાસેક લોકોને “ધરી” લીધા પછી ગુજરાત પોલીસની તમામ ગાડીઓ માઉન્ટ ઉતરી અને સડસડાટ પાલનપુરના રસ્તે અમીરગઢ બોર્ડર ક્રોસ કરી ગઈ.. પાલનપુર પોલીસ સ્ટેશનને અડીને આવેલી સ્કુલ ખાલી કરાવી દેવાઈ હતી અને પાલનપુર પોલીસ સ્ટેશનની જબરજસ્ત કિલ્લેબંધી કરી દેવાઈ હતી..
રાજસ્થાન પોલીસ મોડી પડી અને ઊંઘતી ઝડપાઈ.. દિલ્લીથી હુકમો થયા થયા મોટા માથા સાબરમતી લાવો..
બખ્તરબંધ ગાડીઓ માઉન્ટ આબુથી ગુજરાત પોલીસે ધરી લીધેલા મોટા માથા લઈને સાબરમતી જવા નીકળી એમાં એક માથું હતુ..શ્રીમતી એકતા નીલેશ સાંકળીયા..
પાલનપુર પોલીસ સ્ટેશનમાં જીગર,પાવન અને રાજલ ત્રણેયની હાથકડી ખોલવામાં આવી..માઉન્ટ આબુથી પાલનપુર સુધીના આખા રસ્તે ત્રણેય જણા ચુપચાપ રહ્યા હતા..
પાલનપુર પોલીસ સ્ટેશનના કમરામાં ત્રણેયને એમના પરિવારજનો મળ્યા, આખો કમરો હિબકે ચડી ગયો હતો..!!
અચાનક નિનાદ બંને હાથ ખુલ્લા રાખીને એ કમરામાં આવ્યો અને બોલ્યો.. બસ..બસ..બસ..ચાલો હું જીવું યારો..!! નિનાદને જોઇને ત્રણેય જણા પેહલા તો ડર્યા કે આ નિનાદ નહિ પેલો ઇન્સ્પેકટર જાદવ છે..
Previous Page | Next Page