Page 5
બાકીના બન્ને જીગરની કોમેન્ટથી ખખડયા, અને રાજલ બોલ્યો..એ પી` કરતા ધ્યાન રાખજે આજકાલ ખુલે મેં શૌચ કરતા પોલીસ પકડે..આ તારું લંડન નથી કે કે હાઈડના ખૂણાના થાંભલે તું આડો પડીને પી`..કરતો એમ કરી લઈશ..
પાવને તરત જ “આડો પડીને પી કરતો..” પકડી લીધું અને બોલ્યો અલ્યા નીન્યા તું હુ`તા હુ`તા ત્યાં હાઈડ પાર્કમાં પી` કરતો..?? આ તો તે મને કી`ધુ જ નહિ.. પણ કેમનું ફાવે લ્યા હુ`તા હુ`તા ..? આપણને તો ઉભા ઉભા જ.. નિનાદ પણ પીધેલો હતો પણ થોડો ઓછું, એટલે એ સમજી ગયો કે હવે આ ફુલ્લ પીધેલાઓ ને ટોપિક મળી ગયો છે.. ભમ્મરિયા ઉપરથી હુ`તા હુ`તા ઉપર.. આ બધું ચલાવશે એટલે નિનાદ ચાલો હું નીકળું કહી ને નીકળી ગયો..!!
નખ્ખીના પાછલા ભાગે ગાડી પાર્ક કરીને નફકરો નિનાદ પોતાની મસ્તીમાં ચાલતો ચાલતો નખ્ખી લેક ના મેઈન ગેટ પાસે આવ્યો, બપોરના ત્રણનો સુમાર હતો સુસવાટાભેર પવન ચાલુ થઇ ગયો હતો, જીન્સ ટીશર્ટ,ગોગલ્સ અને લેધર જેકેટમાં સજ્જ એવા એણે નખ્ખી લેક જોતા જોતા એણે સિગારેટ સળગાવી, અને નખ્ખી લેક અને આજુબાજુ ફરતી પબ્લિકને એ જોતો રહ્યો..અમદાવાદી જીવડા ને આબુ આવ્યા નો સંતોષ..
અને ત્યાં જ અચાનક પાછળથી બે હાથ આવીને નિનાદની કેડે વીંટળાઈ ગયા..!! નિનાદે ઉંમર પ્રમાણે પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખ્યું હતું કોઈપણ સ્ત્રીને એની કેડે હાથ ભેરવી અને છાતીએ હાથ ફેરવવાનું મન થાય એવું ફીઝીક નિનાદે બનાવ્યું હતું..નિનાદ અચ્છો સ્વીમર હતો છેક નેશનલ લેવલ રમી આવ્યો હતો..
નિનાદ સેહજ સ્માઈલ કરીને પાછળ ફરીને જોવા ગયો એટલે તરત જ એ હાથ વીંટાળનારુ માથું એના લેધર જેકેટમાં છુપાઈ ગયું..નિનાદે એની કમ્મરે વળગેલા હાથને છોડાવી એને પોતાની નજર સામે લાવવાની કોશિશ કરી, પણ નિનાદની પીઠમાં છુપાએલા એ હાથના માલિક એવું માથું પાછળ રહ્યે રહ્યે ધુણ્યું અને નાં પાડી..નિનાદ સેહજ હસીને બોલ્યો..તારી આંગળી નહિ, એક એક નખને પણ ઓળખું છું ડાર્લિંગ.
Previous Page | Next Page