Page 14
નખ્ખી લેક પોહચ્યા પછી ફોન ના નેટવર્ક પણ આવશે અને બીજી બધી મદદ મળશે..
જીગર આગલી સીટ પર ગોઠવાયો અને પાવન અને રાજલ પાછલી સીટ પર બેઠા..ત્રણેય જણા અમદાવાદમાં એટલા તો પોહચેલા હતા કે બસ્સો કિલોમીટર દુર પણ કોઈ એમનો વાળ વાકો કરી શકે નહિ..!
એકતા એ સેલનું બટન દબાવ્યું અને ગાડી ચાલુ કરી..જીગર બોલ્યો આ ગાડી પણ તારી જ હશે નહિ એકતા..? એકતા બોલી ઓફકોર્સ ડાર્લિંગ.જીગરે એના નાકના ફોયણા ફુલાવીને પાછળ જોયું.. પેલા બંને એ આંખથી ઈશારો કર્યો ચુપ રેહવાનો.. એકતાએ એક્સીલેટર પર પગ મુક્યો અને અસાધારણ સ્પીડમાં ટાયરના ચીચુડા બોલાવતી મર્ક એસયુવી રિસોર્ટની બહાર નીકળી ગઈ..એકાદ કિલોમીટર નખ્ખી લેક તરફ આગળ જઈને એકતાએ અચાનક જમણી બાજુ એક એક્યુટ વળાંક લીધો અને ગાડી ઉતરણ તરફ વાળી લીધી અને એકદમ સ્પીડમાં આંખના પલકારે ગાડીને એકદમ પતલી ગલીમાં ઉડાવી..મર્સિડીઝ એસયુવી ખુબ પતલી ગલીમાં ભયાનક સ્પીડે આગળ વધી રહી હતી..જીગરે ગભરાટ નો માર્યો સીટબેલ્ટ બાંધી દીધો..એકતા એ સડસડાટ મર્ક એસયુવીને ઉતરણના નાનકડા તળાવના કિનારા ઉપરના ચાર પગથીયા ઉતારી દીધા..પાછળ બેઠેલા બંને ની રાડ ફાટી ગઈ એમને એમ જ લાગ્યું કે એકતાએ ગાડીને ઉતરણ લેકમાં નાખી અને હવે અમે ડૂબ્યા..!પણ એકતાએ ચાર પગથીયા ઉતારી અને હેન્ડ બ્રેક ખેંચી લીધી.. મર્સિડીઝના આગલા પૈડા ચાર પગથીયા નીચે અને પાછલા ઉપર..
જેવી ગાડી ઉભી રહી કે તરત જ આગળ બેઠેલો જીગર સીટ બેલ્ટ ખોલી બારણું ખોલી અને ગાડીની બહાર કુદ્દ્યો..અને એવી જ રીતે પાછળ બેઠેલા બંને પણ ગાડીની બાહર કુદી અને મુઠ્ઠીઓ વાળીને લેકના કિનારે કિનારે દોડવા લાગ્યા..
એકતા ગાડીની નીચે ઉતરી અને એ લોકોને દોડતા જોઈ અને જોર જોરથી અટ્ટહાસ્ય કરવા લાગી અને એણે મોટેથી બુમ મારી દોડો દોડો આવવું તો અહિયાં જ પડશે..જોરથી દોડો.. હજુ જોરથી દોડો..!!
Previous Page | Next Page