Page 16
ત્રણે પિસ્તાલીસ વર્ષના મરદો બોનેટ પર ચડી ઉભેલી સ્ત્રીની સામે હાથ જોડી ગયા..
એકતા એ બોનેટ પર ઉભા ઉભા એના હાથમાં રહેલા ગાડીના રીમોટ થી લગભગ પાણીમાં ધસવા જઈ રહેલી મર્સીડીઝની ડેકી ખોલી અને ધડામ કરતો કૈક જમીન પર પડવાનો અવાજ આવ્યો..!!
અંધારું થઇ ચુક્યું હતું ત્રણેય ચમક્યા અને મોબાઈલની બેટરી ચાલુ કરીને મર્સિડીઝ ની પાછળની બાજુએ દોડ્યા..
પાવનના મોઢામાંથી રાડ ફાટી ગઈ નીન્યા..!! અને અરાવલીમાં એની બુમ ગુંજતી રહી..
નિનાદની ખુલ્લી આંખો વાળી લાશ હતી એ…!!
રાજલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો, જીગર પણ ખુબ જોરથી રડવા લાગ્યો એક સ્ત્રીની સામે ત્રણેય પુરુષો લાચાર થઈને રડતા હતા..!!
એકતા બોનેટ ઉપરથી ઉતરી અને પાછળ આવી અને બોલી બચવું છે કે પછી જવું છે તમારા નીન્યા જોડે..???
રાતના જામેલા અંધારા અને સન્નાટામાં તલાવડી ના કાંઠે ત્રણેય પુરુષો લગભગ જડ થઇ ગયા..!!! શું કરવું એનું ભાન ગુમાવી ચુક્યા હતા..! ચિક્કાર ઠંડીમાં રાજલ બેભાન થઇ ચુક્યો હતો, અને બીજા બંને પણ જોરદાર ઠંડા પવન ને લીધે અને જીવનમાં ક્યારેય ના કલ્પેલી પરિસ્થિતિમાં આવી પડેલા બિચારા ધીમે ધીમે હોશ ગુમાવી અને બેહોશ જમીન પર પડ્યા.. એકતાની સામે ચાર પુરુષના શરીર પડ્યા હતા, જેની આંખ ખુલ્લી હતી એમાં પ્રાણ નોહતા અને જેમાં પ્રાણ હતા એની આંખો ખુલે એમ નોહતી..!!
બીજા દિવસે સવારે ત્રણેયને હોશ આવ્યા ત્યારે માઉન્ટ આબુ ની એક માત્ર સરકારી હોસ્પિટલના બેડ પર ત્રણેય પડ્યા હતા અને એમના એક એક હાથ હાથકડી અને હાથકડીનો બીજો છેડો પલંગ સાથે બાંધેલો હતા..! સવારની માઉન્ટ આબુની સવારની ઠંડીમાં રાજલ..પાણી પાણી એટલું બોલ્યો રાજસ્થાન પોલીસ નો એક જવાન એના માટે પાણી લાવ્યો..નર્સ ડોક્ટર આવ્યા..!
Previous Page | Next Page