Page 7
પિસ્તાલીસ વર્ષની એકતાના બરડે જામેલી ચરબીના થર પર હાથ ફેરવતો નિનાદ બોલ્યો ક્યાં રોકાઈ છું?
એકતા તરત જ બોલી તારા રૂમમાં..
નિનાદ બોલ્યો મારા રૂમમાં તો પેલો રાજલ્યો છે..એકતા બોલી કોણ પેલો બાઠીયો..? નિનાદે હસીને જવાબ આપ્યો હા..હવે એ ટકલો પણ છે..
એકતા એ પૂછ્યું બીજા કોણ છે..?
પાવનીયો અને જીગરો..
અચ્છા તો કોલેજની પેલી તમારી સ્પેશિઅલ ચારેયની ગેંગ અહિયાં છે એમ..?
નિનાદ બોલ્યો હા..
એકતા બોલી ચલો મારે તો મોજ પડી ગઈ એક ને શોધવા આવી હતી ચાર મળી ગયા..
નિનાદ બોલ્યો આર યુ સીરીયસ એકતા..?
એકતા હસીને બોલી નોટ મચ, પણ ઈચ્છા તો થઇ ગઈ છે ફરી એકવાર કોલેજના દિવસ જીવવાની..! તું એગ્રી થતો હોય તો..
નિનાદ બોલ્યો સેહજ હસીને આંખો પોહળી કરીને બોલ્યો કોલેજના દિવસો..?ક્યા ઈયરના..?
એકતા સેહજ નિ:સાસો નાખીને બોલી હા યાર આપણે તો દરેક વર્ષે કૈક નવું થતું નહિ..જો કે પેલા ત્રણ અને તું ચોથો અહિયાં જ છો એટલે મારે લગભગ કોલેજના અઢી વર્ષ તો ચોક્કસ જીવાશે.. કેટલા દિવસ છો તમે અહી..?
આજની સાથે ત્રણ…
બહુ થઇ ગયા..અઢી વર્ષ,અઢી દિવસમાં ચલ બાકીનું મારી પર છોડી દે..આપણી આ ટ્રીપ માઈન્ડ બોગ્લીંગ કરવાની જવાબદારી મારી..
નિનાદ બોલ્યો..એ હલો કોઈ ખોટા નાટક નહિ હો ,અને પેહલા એ બોલ કે તું અહિયાં કોની સાથે આવી છે અને શું પ્લાન્સ છે તારા..? તું ઈનફ દાવ લઇ ચુકી છું મારા, હવે આપણી બીજી કોઈ તૈયારી નથી હો..વાતને આડે પાટે જતી જોઇને એકતા બોલી બસ કે અત્યારથી જ પાણીમાં..સાચે જ કુંવારો પુરુષ જલ્દી ઘરડો થાય છે..!
Previous Page | Next Page