Page 24
રિસોર્ટના પાર્કિંગમાં મારી ગાડીની ચાવી એક વેઈટર એક્તાડી પાસેથી લઈને એમણે એમની ગાડીમાંથી એક લાશ કાઢીને મારી ડેકીમાં ઘાલી અને મને એમની ગાડીની ડેકીમાં નાખ્યો..
એ લાશની જોડે જ મારું જેકેટ પેહરેલો પેલો જાદવ પણ ડેકીમાં ઘુસી ગયો..!
નિનાદ બોલતા બોલતા થોડોક થાક ખાવા અટક્યો અને પાણી પીધું..રાજલ બોલ્યો આગળ ફાટ જલ્દી શું થયું..નિનાદ બોલ્યો ટોપા પછી તારો ભમ્મરિયો કુવો થોડાક જ સમયમાં તમને લઈને મારી મર્ક(ગાડી)માં નીકળ્યો..તે જ નામ પાડ્યું હતુંને પેલીનું ભમ્મરિયો કુવો.. રાજલ બોલ્યો પેહલેથી જ ભમ્મરિયા કુવા જેવી તો છે, જેને જેને સકંજામાં લીધા એણે એને ભિખારી કરીને છોડતી હતી..
નિનાદ સેહજ હસીને બોલ્યો.. એટલે તું પણ કુવામાં હાથ ધોવા અંદર ઉતર્યો હતો ખરો એમને.. રાજલ બોલ્યો એ ટોપિક પછી ખોલીશું પછી આગળ બોલ શું થયું..?
નિનાદ બોલ્યો હા કહું છું..
મેં ગાડીની ડીકીમાં કોથળામાંથી બહાર નીકળવાની કોશિશ કરી ઉતાવળમાં એ લોકો મને લાશ સમજીને કોથળો થોડો ઢીલો બાંધીને નીકળી ગયા હતા, એટલે હું લગભગ કલાકની મથામણ પછી એમની ગાડીની ડીકીમાંથી બહાર નીકળ્યો.. અને પાર્કિંગમાંથી સીધો આપડા રૂમમાં ગયો એક્તાડી નો સામાન ફંફોસ્યો એમાં બે લેપટોપ અને બીજા બધા ઈલેક્ટ્રોનિક ડીવાઈસ હતા એક સેટેલાઈટ ફોન હતો.. એટલે મને લાગ્યું કે મોટું ચક્કર છે કૈક એટલે હું એનું બેગપેકમાં બધુ લઈને રિસોર્ટની દીવાલ કુદી ને પાછલા ભાગેથી ભાગ્યો દોઢ બે કિલોમીટર પછી મને રસ્તો દેખાયો આને નસીબ જો પાવનિયા.. સામેથી એક ગાડીની હેડલાઈટ પડી એટલે હું મદદ માંગવા રસ્તાની વચ્ચે વચ આવીને ઉભો અને ગાડીમાંથી તારો સાળો બહાર નીકળ્યો..
પાવને ત્યાં ઉભેલા એના સાળા ઉપર નજર કરી.એનો સાળો ખુશ ખુશ થઇ ગયો..નિનાદ આગળ બોલ્યો.. તારા સાળાની ગાડીમાં બેસીને મેં પેહલુ કામ કર્યું મારો મોબાઈલ સ્વીચ ઓફ કરવાનું.. એક્તાડી નો સેટેલાઈટ ફોન જોઇને મને એટલો અંદાજ આવી ગયો હતો કે આ ખરેખર ભમ્મરિયો કુવો છે..
Previous Page | Next Page