Page 17
ત્રણેયને પોતાના પલંગમાં બેઠા કરવામાં આવ્યા..!! પણ એક હાથમાં નાખેલી હાથકડી અને હાથકડીનો બીજો છેડો પલંગ સાથે બંધાયેલો ..!!
ત્રણેયને એકવાર તો પોતાના જીવતા હોવાની ખુશી થઇ અને પછી આ અમને હાથકડી કેમ..? એવો સવાલ થયો, ગઈકાલની રાત યાદ આવી પાવન તરત ચિલ્લાયો ડોક્ટર ડોક્ટર અમારા દોસ્ત નિનાદની લાશ ક્યાં છે,એકતાડી ક્યા ગઈ ???
ડોક્ટર,નર્સ હવાલદાર કોઈ જ કશું બોલ્યું નહિ અને અંગ્રેજના જમાનાની બનેલી માઉન્ટ આબુની સરકારી હોસ્પિટલની નીરવ શાંતિમાં હોસ્પિટલના એ કમરામાં પોલીસના શુઝના ટક ટક અવાજ સંભળાયા..અને એક રાજસ્થાન પોલીસનો ઇન્સ્પેક્ટર જાદવ કમરામાં દાખલ થયો.. જેવો ઇન્સ્પેકટર જાદવ નજીક આવ્યો કે તરત જ પાવન ફરી ચિલ્લાયો નીન્યા તું ..???તું જીવે છે તો કાલે રાત્રે કોણ ..?
ઇન્સ્પેક્ટર જાદવ હિન્દીમાં બોલ્યો..આપ તીનો આપની તારીફ દે જનાબ પેહલે.. રાજલ તરત જ ગાળ બોલ્યો નીન્યા આ બધું શું છે કેમ આવું કરે છે તું, તું જીવે છે તો કાલે રાત્રે કેમ મરવાનો ડોળ કેમ કરી ગયો અને પેલી એક્તાડી (ગાળ)ક્યા ગઈ..?
પેલા પોલીસ ઇન્સ્પેકટર જાદવે એ કોઈ જ પ્રતિભાવના આપ્યો, ત્રણેયનું દિમાગ ઇન્સ્પેકટરને જોઇને ચકરાવે ચડી ગયું હતું, જીગર ફરી બેભાન થવાની તૈયારીમાં હતો..!
ઇન્સ્પેકટર જાદવ ફરી રાજસ્થાની હિન્દીમાં બોલ્યો..જનાબ આપ અપની તારીફ દે ઔર આપ હંમે બતાયે કી જો લાશ મિલી હૈ વો કૌન હૈ..?આપ ઉનકે ક્યા લગતે હો…?ઔર મારે ગયે હુવે જનાબ કી મૌત કિસ વજહ સે હુઈ..વૈસે લાશ અભી પોસ્ટમોર્ટમ કે લિયે ગઈ હૈ દો પહર તક હમે મિલ જાયેગી ઉસકે બાદ મેં આપ ઉનકી શિનાક કર સકતે હો, ઔર આપ ચાહો તો આપકે લોયર કો ગુજરાતમેં કોન્ટેક્ટ કર સકતે હો..રાજ્લે તરત જ પોતાના ખિસ્સા ફંફોસ્યા..એક હવાલદાર તરત જ ત્રણ મોબાઈલ લઈને આવ્યો રાજ્લે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને સ્વીચ ઓન કર્યો મોબાઈલ બુટ થઇ રહ્યો હતો..
Previous Page | Next Page