Page 3
પેહલો સવાલ એ આવ્યો ત્યારે શરૂઆતમાં બધાએ પોતાની ગાડી ઓફર કરી પણ જોડે શરત મૂકી કે ચલાવીશ હું નહિ..! કોલેજમાં ભણતા ત્યારે એક જમાનો હતો કે માઉન્ટ જવા માટે કોઈના પણ બાપની ગાડી હાથમાં આવે તો પછી ગાડી ચલાવવા માટે ઝપાઝપી થતી, અને એમાં પણ આબુ રોડ પછી માઉન્ટ ચડાવવા માટે આ બધા હુંસાતુંસી કરતા, પણ હવે ઉંમર નો તકાજો હતો..ગાડીઓ ચલાવી ચલાવી ને થાકી ચુક્યા હતા..એકલો નિનાદ થાક્યો નોહતો એને ડ્રાઈવિંગ નો શોખ પકડાઈ રહ્યો હતો,છેક હિમાલયન કાર રેલીઓમાં પણ નિનાદ જઈ આવ્યો હતો.. એટલે છેવટે નિનાદે એની નવી લીધેલી મર્ક(મર્સીડીઝ) એસયુવી લેવાનું નક્કી કર્યું..અને ચારેય જણા શુક્રવારની વેહલી સવારે અમદાવાદથી નીકળી માઉન્ટ પોહચી ગયા..!!
નિનાદ સિવાય ના ત્રણેય જણાએ નીચે આબુ રોડ પરથી જ પી`વાનું ચાલુ કરી દીધું હતું..
પણ અમદાવાદ થી આબુરોડ સુધી આવતા હજી ચારેયના ફેવરીટ ટોપિક પર વાત આવી નોહતી, બીજી બધી દુનિયાભરની વાતો ચાલી રહી હતી..
પોતાની નવી નક્કોર મર્ક એસયુવી ચલાવતો ચલવતો નિનાદ મનમાં રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે આ ત્રણેય એમના ફેવરીટ ટોપિક “ભમ્મરિયા કુવા” ઉપર ક્યારે આવે..! આબુરોડ ઉપર જ નિનાદ સિવાયના ત્રણેય એ હડકાયાની જેમ ઉભા ઉભા જ બબ્બે બીયર ગટગટાવી હતી, એટલે નિનાદ હવે તૈયાર થઇ ગયો હતો એ ત્રણેયના ફેવરીટ ટોપિક ને હેન્ડલ કરવા..!! નિનાદ,રાજલ ,જીગર અને પાવન ચારેય જણા જીવનના પિસ્તાલીસ ક્રોસ કરી અને બિલકુલ મીડ-લાઈફ ક્રાઈસીસમાં એન્ટર થઇ ચુક્યા હતા.. જીવનના સત્તરમાં વર્ષે આ બધાની દોસ્તી થઇ હતી, અને આજે પિસ્તાલીસ વર્ષ બધા ને પુરા થઈ ચુક્યા હતા, એટલે બધા એકબીજા ને રગે રગથી જાણતા, પણ તો ય એક જ મિસ્ટ્રી હતી એમના માટે અને એ હતી “ભમ્મરિયો કુવો”..આ ટોપિક ઉપર વાત કર્યા સિવાય ચાલતું નોહતું અને આ ટોપિક પર કોઈ ક્યારેય ખુલ્યું નહિ..
Previous Page | Next Page