Page 11
રાજલની સાથે પાવનનો નશો કમ્પ્લીટ ઉતરી ગયો હતો એટલે રાજ્લે એકતાના વાળ ઝાલ્યા અને ગુસ્સાથી બોલ્યો નીન્યો ક્યા છે એકતા ? અને અમે તારી સાથે અમદાવાદ થી નથી આવ્યા, તું ખોટો સીન ક્રિયેટ કરવાની કોશિશ ના કરીશ..એકતાએ બુમ મારી રાજલ વાળ છોડ મારા, તને ખબર છે મારા વાળ ખેંચવાનો શું અંજામ થાય છે, મારા વાળ છોડ..
એકતા એકદમ ગુસ્સે થઇ ગઈ.. જીગર અચાનક બાથરૂમમાંથી બહાર નીકળી અને રૂમના ખુલ્લા બારણામાંથી બહાર જતો રહ્યો અને સીધો એમના રૂમમાં ગાયો અને બુમ મારી નીન્યા નિનાદ..
પણ એમના રૂમમાં પણ નિનાદ નોહ્તો એટલે એ પાછો આવ્યો અને બોલ્યો નીન્યો એ રૂમમાં નથી.. રાજલે એકતા ના વાળ છોડી દીધા અને બોલ્યો ઓકે એકતા ચલ મેં માની લીધું છે કે આ મજાક છે પણ નિનાદ ક્યાં છે અને તું અહિયાં ક્યાંથી..?
એકતા બોલી શું મજાક મજાક કરે છે રાજલ આપણે અમદાવાદથી જોડે જ નીકળ્યા છીએ અને નિનાદ ક્યારે આપણી સાથે હતો..?એ અહિયાં માઉન્ટ આવ્યો છે..?
પાવન એની વાત સાંભળી ને સમસમી ગયો અને ગાળ બોલ્યો ચલ હટ તું નીકળ અહીંથી ચલ હટ એમ કરીને એણે એકતાને ધક્કો માર્યો..
એકતા બોલી ધક્કા ના મારીશ મને તને એ પણ ખબર છે કે મને ધક્કા મારવાનો શું અંજામ આવે છે..?
વારો જીગરનો હતો એ બોલ્યો આ અંજામ અંજામ શું ચલાવે છે એકતા..? અને પછી એ તરત જ રાજલની સામે જોઇને બોલ્યો તે ક્યારે આના વાળ ખેંચ્યા હતા બે..? રાજલ નીચું જોઈ ગયો કશું બોલ્યો નહિ એટલે જીગર પાવન તરફ આગળ વધ્યો અને બોલ્યો તું ક્યારે આને ધક્કા મારવા ગયો હતો ..?
પાવન પણ નજર ફેરવી ગયો..
જીગર એકતા તરફ ફર્યો અને બોલ્યો ચલ એકતા હવે બહુ થયું ઈટ વોઝ ગ્રેટ એક્ટ પણ હવે પૂરું કર અને બેસ શાંતિથી અમારા રૂમમાં મને કોઈ પ્રોબ્લેમ નથી..
Previous Page | Next Page