Page 12
એકતા બોલી છેક અમદાવાદથી અહિયાં લઈને આવ્યો અને હવે કહે છે કે હું અહિયાં બેસું ? તમે ત્રણે જણાએ દારૂ પી અને મને પીવડાવીને પછી જે મજા લીધી એ બધુ તું ભૂલી ગયો અને પાછો કહે છે કે તું અહિયાં બેસ માને વાંધો નથી..તમારા સ્પર્મ હજી મારા શરીરમાં છે, નશામાં પ્રોટેક્શન પણ નથી વાપર્યા આપણે, સાલા તમને કોઈને એચઆઈવી તો નથી ને..? ત્રણેયમાંથી કઈ કોઈ બોલ્યું નહિ એટલે એકતા સેહજ ચિલ્લાઈ..અબે ઓયે આપણે અહિયાં સાથે આવ્યા છીએ અને સાથે જ જઈશું અને હા આપણે થયેલી ડીલ પ્રમાણે મારે કે તમારે કોઈએ આ ટ્રીપ વિષે જીવનમાં ક્યારેય કોઈને વાત નથી કરવાની..અને હું ખરેખર કોઈને વાત નથી કરવાની તો પછી આટલો બધો ડર કેમ લાગે છે તમને ? અને નિનાદ તો લંડન છે એ ક્યારે પાછો આવ્યો ?તમે ત્રણે નિનાદ નિનાદ કેમ કરો છો ?
પાવન,જીગર અને રાજલ ત્રણે ગજબના ભરાઈ ચુક્યા હતા એમની અક્કલમાં નોહતું આવતું કે નિનાદ નખ્ખી લેક ગયો પછી એકતા એમના રૂમ સુધી કેવી રીતે આવી અને નિનાદ ગયો ક્યાં ? એકતા બોલી ચાલો મુકો હવે તમારી ગેઈમ આ બધી વાતો છેલ્લા દિવસે કરવાની હોય અત્યારથી નહિ, મને ખબર જ છે કે હું તમારા માટે ટીસ્યુ પેપર છું ખેર.. લેટસ ગો ટુ નખ્ખી લેક આમ પણ બાહર સાંજ પડી ગઈ છે હું ચેઈન્જ કરી લઉં, તમે જેમ છો એમ ચાલશે..એટલું બોલી અને એકતા એ કબાટ ખોલ્યો અને ત્રણે જણ ની સામે ગાઉન ઉતાર્યું અને જીન્સ ટીશર્ટ પેહર્યાં.. ત્રણે જણા ફાટી આંખે એકતાને એમની સામે કપડા બદલતી જોઈ રહ્યા..કપડા બદલી અને એના ઘુંઘરાળા વાળમાં કોમ્બ ફેરવતા ફેરવતા એકતા બોલી ચાલો નીકળો હવે જઈએ નખ્ખી લેક પર આઠ કિલોમીટર છે અહીંથી નખ્ખી..રાજલ બોલ્યો શેમાં જઈશું ? ગાડી તો નિનાદ લઇ ગયો છે..? એકતા બોલી પાછો નિનાદ મારી ગાડીમાં આપણે આવ્યા છીએ એમ કરીને એકતાએ એના જીન્સના પોકેટમાંથી મર્સિડીઝની ચાવી કાઢી.. પાવન,જીગર અને રાજલ કશું બોલવાની હાલતમાં નોહતા એમને કૈક ખોટું કે અજુગતું થઇ રહ્યું હોય એવું લાગતું હતું, ત્રણે જણા એકતાની સાથે રૂમની બહાર નીકળ્યા..
Previous Page | Next Page