Page 13
અને સામે હોટલનો વેઈટર આવ્યો અને એકતાની સામે જોઇને બોલ્યો ગુડ ઇવનિંગ મેમ યે આપકા ડ્રાઈવીંગ લાયસન્સ આપને ફોટો આઈડી કે લિયે ચેક ઇન કે વક્ત દિયા થા..રાજલ બોલ્યો ઇસને કબ ચેક ઇન કિયા ? વેઈટર બોલ્યો આપકે સાથ મે તો કિયા થા લીજીએ સર આપકે આઈડી..વેઈટરની વાત સાંભળીને રાજલનું મગજ ભમી ગયું એણે સીધો વેઈટરને કાંઠલેથી જ ઝાલ્યો અને ગુસ્સા થી બોલ્યો અમે આની સાથે આવ્યા છીએ અને ચેક ઇન કર્યું છે ..? રાજલના હુમલા થી એકદમ ડરેલો વેઈટર બોલ્યો હાં જી સર..પાવને એક સટાક કરતી વેઈટરને ચોંડી દીધી..સાલા સુવ્વર તું પણ આની જોડે અમને (ગાળ) બનાવે છે..? વેઈટર લગભગ રડતા અવાજે બોલ્યો મુઝે કયું માર રહે હો..? મૈને કોન ઝૂઠ બોલા..? આપ તીનો ઔર યે મેમ તો સાથ મે આયે હો દારૂ પીયા ફિર લંચ કિયા ઔર સબ ૩૦૧મેં સાથ મે સો ગયે..! પાવન વેઈટર ને ફરી મારવા ગયો જીગરે અટકાવી દીધો અને જીગરે એના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નિનાદને લગાડ્યો પણ ફોન લાગ્યો નહિ એણે મોબાઈલમાં જોયું તો એના મોબાઈલમાં નેટવર્ક ગાયબ હતું,એટલે તરત જ એ બોલ્યો રાજ્લ્યા તારો મોબાઈલ આપ મારામાં નેટવર્ક નથી ,રાજ્લે મોબાઈલ આપ્યો પણ નેટવર્ક ગાયબ.પાવને તરત જ પોતાનો મોબાઈલ ચેક કર્યો એમાં પણ નેટવર્ક ગાયબ.
એકતા એક્દમ ગંદુ હોરર ફિલ્મની હિરોઈનની જેમ હસી અને બોલી ખોટા હવાતિયાના મારો, મારી સાથે અમદાવાદ થી આવ્યા છો અને મારી સાથે જ પાછા જવું પડશે ચાલો હવે ગાડીમાં.. ત્રણે જણા પાસે બીજો કોઈ જ ઓપ્શન નોહતો એટલે ચુપચાપ એકતા ની પાછળ કાર પાર્કિંગ સુધી ગયા.. બાહર સાંજ ઢળી ચુકી હતી અને અંધારું હવે અરવલ્લીને ધીમે ધીમે આગોશમાં લઇ રહ્યું હતુ.. એકતાએ રીમોટથી નિનાદની મર્ક એસયુવી ખોલી અને ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠી..એકવાર તો ત્રણે જણાને વિચાર આવ્યો કે આને ગાડીમાં બેઠેલી મૂકીને ભાગી જઈએ પણ પછી તરત જ ભાન થયું કે નખ્ખી અને આબુ શેહરથી આપણે આઠ કિલોમીટર દુર છીએ ,અને આજુબાજુ કોઈ જ નથી,એટલે ચુપચાપ ગાડીમાં બેસી જઈએ અને એકવાર…
Previous Page | Next Page