Page 18
રાજલ ફરી ઇન્સ્પેકટરની સામે જોઇને બોલ્યો..નીન્યા ક્યા જન્મનો તું બદલો લઇ રહ્યો છે..અમારી જોડે..?કેમ આવું કરી રહ્યો છે તું ? મજાકની પણ હદ હોય નીન્યા અમારાથી કોઈ ભૂલ થઇ હોય તો માફી આપી દે નીન્યા, પણ હવે મેહરબાની કર નીન્યા, પણ અમને છોડ યાર બસ જીવનમાં ક્યારેય માઉન્ટ આબુ જવાનું તને નહિ કહું, પણ બસ કર આ બધું નથી સેહવાતું નીન્યા, દોસ્ત બસ કર..!!
રાજસ્થાન પોલીસનો એ ઇન્સ્પેકટર જાણે કશું થયું જ નથી અને એને કશી સમજણ નથી પડી એમ જ રાજલની સામે જોઈ રહ્યો અને થોડીકવારમાં રાજલનો ફોન બુટ થયો રાજ્લે ફોનમાં ફિંગરપ્રિન્ટ આપી અને રાજલના ફોને નેટવર્ક પકડ્યું તરત જ મિસકોલ એલર્ટના મેસેજીસ આવ્યા ૩૨ મિસકોલ ફ્રોમ નિનાદ..!!
લાસ્ટ એલર્ટ ટેન મીનીટસ બીફોર..!!
રાજલ રીતસર પોક મૂકીને રડી પડ્યો અને રડતા રડતા બોલ્યો એ પાવનિયા જીગરા આ લોકો શું કરે છે આપણી જોડે ? હજી દસ મિનીટ પેહલા નીન્યાનો મિસકોલ છે, અહિયાં સામો ઉભો છે તો પણ ઓળખતો નથી કાલે પેલી (ગાળ) ભમ્મરિયા જોડે આટલું મોટું નાટક કર્યું અને અત્યારે આપણને હાથકડી પેહરાવીને હોસ્પિટલના ખાટલે બાંધી ઘાલ્યા છે..
પાવને પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો મિસ કોલ એલર્ટ કે કશું જ જોયા વિના એણે એના મોટાભાઈને ફોન લગાડ્યો, અને ફોન ઉપડ્યો એવો જ એક શ્વાસે બોલવા માંડ્યો ભાઈ અમે માઉન્ટ આબુની હોસ્પિટલમાં છીએ જલ્દી આવો અમને બચાવો..!!
સામેથી પાવનના ભાઈએ જવાબ આપ્યો તું ચિંતા ના કર,અમે બધા આબુ રોડ સુધી આવી જ ગયા છીએ, નિનાદના ફોન પરથી જ અમને ગઈકાલે રાત્રે જ કોઈ ભલા માણસે બધી વાત કરી દીધી છે અમે આવીએ જ છીએ..!!
પાવન કશું સમજ્યો જ નહિ નિનાદ એની આંખ સામે ઇન્સ્પેકટરના વેશમાં ઉભો હતો અને એણે જ એમને હાથમાં હાથકડી નાખી હતી, તો એ જ એમના ઘરે ફોન કરીને એમને કેમ બચાવવા નિનાદના ફોનથી કોણ કેમ બધાને બોલાવી રહ્યું છે..?
Previous Page | Next Page