Page 19
પાવનને લાગ્યું કે કૈક મોટું ચક્કર છે એટલે એણે ફરી પોતાના ભાઈને ફોન લગાડ્યો અને ફરી એકધારું બોલવા લાગ્યો ભાઈ તમે ના આવો અમારું જે થાય તે અમને મરવા દો તમે ઘર સાચવો અમે ભલે મરતા..ભાઈ તમે પાછા વાળો, માઉન્ટ ના ચડો ભાઈ, પ્લીઝ ભાઈ પાછા જાવ અહિયાં બધું બહુ ખરાબ થઇ રહ્યું છે ભાઈ પ્લીઝ પાછા જાવ..પાવન બબડતો રહ્યો અને સામે છેડે ફોન કપાઈ ગયો..! ઇન્સ્પેકટર એ ત્રણેયના મોબાઈલ પાછા લઇ લીધા..સાવ નખાઇ ગયેલા અને નીચું જોઇને બેઠેલા જીગરને ઇન્સ્પેકટરે એક સનસનાવીને લાફો માર્યો કેમ ત્યાં ઉતરણમાં અડધી રાત્રે લઇ જઈને કોને મારી નાખ્યો છે તમે ત્રણે. ? જીગર ઇન્સ્પેકટરના ભારે હાથની ઝાપટ ખાઈને સરકારી હોસ્પિટલના ખાટલામાં લગભગ ઉંધો પડી ગયો, અને બોલ્યો નીન્યા ત્યાં તું તો હતો તારી જ લાશ પેલી એક્તાડીએ અમને બતાડી હતી..જીગરે બોલવામાં ઉતાવળ કરી નાખી.. પેલા ઇન્સ્પેકટરએ વારાફરથી બીજા બંને ને ઝાપટ મારી અને આ જ સવાલ પૂછ્યો પણ એ બંને ચુપ રહ્યા..એટલે ઇન્સ્પેકટર બોલ્યો ચાલો હવાલાતમાં લઇ લો ડોકટર પાસેથી સર્ટીફીકેટ બનાવડાવો અને લાશનું પોસ્ટમોર્ટમ પતે એટલે શિનાક કરાવી લો, આજે સાંજ પેહલા મેજીસ્ટ્રેટ પાસે આમના રિમાન્ડ લઇ લો હવાલદાર..! એમનેમ આ કોઈ એમના મોઢા નહિ ખોલે.. હવે ત્રણેય ચુપ રહ્યા ત્રણેયને ઇન્સ્પેકટર ના હાથ નો લાફો ખાઈને ત્રણેયને એટલો અંદાજ તો આવી ગયો હતો કે આ નિનાદ જેવો દેખાતો માણસ નિનાદ નથી, નિનાદ સ્વીમર હતો, એથ્લેટ હતો એના હાથ એક્દામ સોફ્ટ હતા એટલે આ ઇન્સ્પેકટર નિનાદ નો હમશકલ છે નિનાદ તો ચોક્કસ નથી..!! મતલબ કે નિનાદ માર્યો ગયો છે.. હવાલદારની જોડે ઇન્સ્પેકટર અને ડોક્ટર,નર્સ બધા બહાર નીકળી ગયા.. પાવન બોલ્યો આ નિનાદ નથી એનો હમશકલ છે નિનાદને ભમ્મરિયાએ મારી નાખ્યો છે અને આ ઇન્સ્પેકટર અને એક્તાડી બંને મને મળેલા લાગી રહ્યા છે, નિનાદના મર્ડર નો આરોપ આપણી ઉપર નાખી અને એ બન્ને બચી જવા માંગે છે, હવે મેજીસ્ટ્રેટની સામે આપણને જયારે રજુ કરે ત્યારે તદ્દન સાચું જ બોલજો અને જે સવાલની ખબરના પડે એમાં મૂંગા રેહજો બચવાનો એક જ રસ્તો છે..
Previous Page | Next Page