Page 20
અત્યાર સુધી ખામોશ રહેલો જીગર અચાનક પોકે અને પોકે રડવા માંડ્યો, રાજલ બોલ્યો બસ કર ભાઈ હવે જે થશે એ સહુ નું થશે પેહલા બપોરે નીન્યાની લાશ આપણે ઓળખીએ પછી જ ખબર પડે કે ચક્કર શું છે અને પેલો (ગાળ) ભમ્મરિયો કુવો ક્યાંક તો ફૂટી નીકળશે.. રાહ જોવો..પાવન બોલ્યો ભાઈ પણ કલાકમાં આવી જશે..મારી મમ્મીના ફ્રેન્ડના હસબંડ જયપુર હાઈકોર્ટમાં જજ છે અને બીજા ઘણા કોન્ટેક્ટસ છે, જીગર બોલ્યો એ બધું બરાબર પણ આ એમનેમ આપણને નહિ છોડે.. રાજલ બોલ્યો બધા કોન્ટેક્ટસ થી ઉપર ભગવાન છે આપણે તદ્દન નિર્દોષ છીએ ભરોસો રાખો..એમ કરીને અચાનક રાજલ બોલ્યો બોલ શ્રી અંબે માત કી ..અને ત્રણેય જણાએ એક્દમ જોરથી જય બોલ્યા..અમદાવાદના એકદમ ભદ્ર વર્ગમાંથી આવતા ચાર છોકરા જેને કોઈએક્સ્ટ્રીમ કન્ડીશન સિવાય ભગવાન ક્યારેય યાદ નાં આવે,એ આજે અચાનક ચારમાંથી ત્રણ થી ગયા અને ચોથાના મર્ડરનો આરોપ ત્રણ પર આવે આનાથી વધારે એક્સટ્રીમ કન્ડીશન કઈ હોય ?? એટલે ભગવાનનું યાદ આવવું સ્વાભાવિક હતું..!!
કલાક એક પછી ચારપાંચ હવાલદાર આવ્યા ત્રણેયને એકબીજા સાથે હાથકડીથી બાંધ્યા અને કેડે ખૂંખાર ગુન્હેગારની જેમ દોરડા બાંધ્યા અને એ જ સરકારી હોસ્પિટલની મોર્ગમાં લઇ જવામાં આવ્યા..
સ્ટ્રેચર પર કફન ઓઢાડેલી એક લાશ પડી હતી..મોર્ગમાં ફોર્મેલીનની વાસથી રાજલને સેહજ ઉબકો આવ્યો..ત્રણેય એ એકબીજાની સામે જોઇને મન મક્કમ કર્યું નિનાદની લાશ જોવાની અને ઓળખવાની હતી..
સ્ટ્રેચરના ફરતે એ ત્રણ અને બે હવલદાર ઉભા લાશના માથા પાસે ઉભેલા હવાલદારે કફન હટાવ્યું ત્રણેય ફાટી આંખે જોઈ રહ્યા અને એક સાથે બોલ્યા..આ નીન્યો નથી..
એક આધેડની લાશ હતી એ..ત્રણેયને ક્યાંક હૈયાના ખૂણે આશા બંધાઈ ગઈ કે તો તો નીન્યો જીવતો છે અને જે કોઈ કારસ્તાન આ ચાલી રહ્યા છે એ એક્તાડી ના જ છે..
મોર્ગમાં પેલો ઇન્સ્પેકટર આવ્યો અને બોલ્યો બોલો કોણ છે આ ..? ત્રણમાંથી કોઈ કશું બોલ્યું નહિ,
Previous Page | Next Page