Page 23
પણ નિનાદના ચેહરાનું નિર્દોષ હાસ્ય અને તમામ પરિવારજનોની હાજરી એ એમના પગમાં તાકાત આપી અને ત્રણેય નિનાદને ભેટી પાડવા દોડ્યા અને ચારેય દોસ્તો એકબીજાને ભેટીને ચોધાર આંસુડે રડ્યા..
પરિવારજનો એ ચારેયને પાણી આપ્યા સાથે લાવેલા થર્મોસમાંથી ચા અને નાસ્તા નીકળ્યા..
રાજલ બોલ્યો નીન્યા શું થયું હતું તને અને આ બધું શું છે ભાઈ..? અમે તો જીવતે જીવ નર્ક જોયું..ક્યાં છે પેલો ભમ્મરિયો સાલો ખરેખર ભમ્મરિયો કુવો નીકળ્યો આ તો..!!
નિનાદ બોલ્યો કહું છું ભાઈ કહું છું..
તમને ઊંઘતા મૂકી અને હું નખ્ખી લેક ગયો ત્યાં મને એકતા મળી.. મને તમારી સાથે મજાક કરવાની અને ફરી એકવાર કોલેજના દિવસો જીવવાની ઈચ્છા થઇ ગઈ મને એમ કે એટલે હું એને એની હોટેલમાંથી એનો સામાન લઈને આપણા રિસોર્ટ પર લાવ્યો..
તમને હેરાન કરવા મેં એકતાને તમારા રૂમમાં મૂકી અને હું બીજી રૂમમાં ગયો..
બીજી રૂમમાં હજી હું આવ્યો જ હતો કે ત્યાં પાછળથી મને પેલા મારા જેવા દેખાતા ઇન્સ્પેકટર જાદવે પકડી લીધો એણે રૂમાલથી મારું મોઢું દબાવ્યું અને જમીન પર ફેંક્યો, હોટેલના બે વેઈટરએ મારા હાથ પગ પકડી રાખ્યા..લગભગ ત્રણેક મિનીટ સુધી મારા શ્વાસ બંધ થાય એની તકેદારી રાખી અને મારું નાક મોઢું એ જાદવે દબાવી રાખ્યું..
મને એટલી ખબર પડી ગઈ હતી કે આ લોકો નાક મોઢું દબાવીને મને મારવા જ આવ્યા છે..એટલે ત્રણેક મિનીટ પછી મેં મરવાનો ડોળ ચાલુ કર્યો એ ગેલસપ્પાઓ ને ખબર નોહતી કે એમનો પનારો નેશનલ લેવલ ના સ્વીમર જોડે પડ્યો છે.. મેં જેવો મરવાનો ડોળ કર્યો કે તરત જ પેલા જાદવે મારું જેકેટ મારા શરીર પરથી કાઢી અને પોતે પેહરી લીધું અને મને એક કોથળામાં નાખ્યો,અને કોથળાનું મોઢું એ લોકો એ બાંધી દીધું..ડોબાઓ એ એટલું ચેક કરવાની તસ્દી પણ નાં લીધી કે મારી પલ્સ કે હાર્ટબીટ ચેક કરીએ..
Previous Page | Next Page